Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકડા કિરપાણ પાઘ પર પ્રતિબંધ, સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલે શીખ વિદ્યાર્થીઓ માટે ફરમાન...

    કડા કિરપાણ પાઘ પર પ્રતિબંધ, સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલે શીખ વિદ્યાર્થીઓ માટે ફરમાન જાહેર કર્યું; SGPCની પ્રતિક્રિયા, કહ્યું – અમે દેશ માટે બલિદાનો આપ્યા, અમારી સાથેજ ભેદભાવ

    શિક્ષકે એમ પણ કહ્યું હતું કે જે લોકો પાઘડી, કિરપાણ અને કાડા પહેરીને આવે છે તેઓએ પણ આ બધું બંધ કરવું પડશે. શીખ બાળકોના માતા-પિતાને આ વાતની જાણ થતાં જ તેમણે સ્કૂલનો ઉગ્ર વિરોધ શરૂ કર્યો હતો.

    - Advertisement -

    કડા કિરપાણ પાઘ પર પ્રતિબંધ, હાલમાં જ ઉત્તર પ્રદેશના બરેલીની એક શાળામાં શીખ વિદ્યાર્થીઓને કડા કિરપાણ પાઘ પહેરવાથી રોકવાનો મામલો ગરમાયો છે. આ મામલામાં શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)એ આ મામલાની સખત નિંદા કરી છે. કડા કિરપાણ પાઘ પર પ્રતિબંધ લાદવામાં આવતા SGPC પ્રમુખ હરજિન્દર સિંહ ધામીએ આની સામે અવાજ ઉઠાવવાની માંગ કરી છે.

    તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “હું દેશભરમાં રહેતા શીખોને અપીલ કરું છું કે તેઓ એક સાથે આવે અને શીખો સાથે ભેદભાવ કરનારાઓ સામે મજબૂત અવાજ ઉઠાવે અને વહીવટીતંત્રને સ્થાનિક સ્તરે પગલાં લેવા વિનંતી કરે છે,”. ધામીએ કહ્યું હતું કે શીખો સાથે આવો ભેદભાવ જાણી જોઈને કરવામાં આવી રહ્યો છે. SGPC પ્રમુખે સરકાર પર પણ આ મામલે પારદર્શિતા ન રાખવાનો આરોપ લગાવ્યો છે.

    દેશ માટે શીખોના યોગદાન વિશે વાત કરતાં ધામીએ કહ્યું હતું કે લઘુમતી હોવા છતાં, શીખોએ દેશની આઝાદી માટે 80 ટકાથી વધુ બલિદાન આપ્યું છે. તેમણે કહ્યું કે શીખોના કારણે દેશની સંસ્કૃતિ અકબંધ છે. SGPC દ્વારા જારી કરાયેલા નિવેદનમાં ધામીએ જણાવ્યું હતુંકે. “પરંતુ દુઃખની વાત છે કે, દેશમાં (ભારત) શીખો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે,”

    - Advertisement -

    શું છે સમગ્ર મામલો

    ઉત્તર પ્રદેશના બરેલીમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા સંચાલિત ‘સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ’ના સ્કૂલ મેનેજમેન્ટે શીખ વિદ્યાર્થીઓને પાઘડી, કિરપાન અને કાડા પહેરીને સ્કૂલમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સાથે સ્કૂલ મેનેજમેન્ટે પોતાની મનમાની કરતા કહ્યું હતું કે, “જે કોઈ આ બધું પહેરવા માંગતું હોય, તે વિદ્યાર્થી તેનું નામ કમી કરવીને જઈ શકે છે.”

    આ શાળા જિલ્લાના બારાદરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે. દેલાપીરમાં આવેલી આ શાળામાં 12મા ધોરણ સુધીનો અભ્યાસ થાય છે. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે બુધવારે પ્રાર્થના સભામાં એક શાળાના શિક્ષકે બધાને એક જ ડ્રેસ કોડમાં આવવા કહ્યું હતું. શિક્ષકે એમ પણ કહ્યું હતું કે જે લોકો પાઘડી, કિરપાણ અને કાડા પહેરીને આવે છે તેઓએ પણ આ બધું બંધ કરવું પડશે. શીખ બાળકોના માતા-પિતાને આ વાતની જાણ થતાં જ તેમણે સ્કૂલનો ઉગ્ર વિરોધ શરૂ કર્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં