Wednesday, April 17, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટ'ફ્રેન્ડશીપ કર નહીતો તેજાબ નાંખી ચહેરો બાળી નાંખીશ', સુરતમાં UPSC ની તૈયારી...

  ‘ફ્રેન્ડશીપ કર નહીતો તેજાબ નાંખી ચહેરો બાળી નાંખીશ’, સુરતમાં UPSC ની તૈયારી કરતી સગીરાને ધમકી આપનાર હિસ્ટ્રીશીટર આસિફ ખાન ઝડપાયો

  ઑપઈન્ડિયા સાથે થયેલી વાતચીતમાં PSI હરપાલસિંહ મસાણીએ એમ પણ જણાવ્યું હતું કે આ ઘટનાનો મુખ્ય આરોપી આ પહેલા લુંટ, ચોરી, મારામારી અને અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે, અને વિસ્તારમાં માથાભારે તત્વ તરીકેની છાપ ધરાવે છે.

  - Advertisement -

  છેલ્લા કેટલાક સમયથી આખા દેશ માંથી યુવતીઓ અને સગીરાઓ પર અત્યાચારના કિસ્સાઓ વધી રહ્યા છે, ક્યાંક બળાત્કાર તો ક્યાંક હત્યા સહિતના ગુનાઓના સમાચારના અહેવાલો સતત સામે આવી રહ્યા છે, તેવામાં સુરતના ડીંડોલીમાં UPSC ની તૈયારી કરતી સગીરાને આસિફ ખાન નામના માથાફરેલ હિસ્ટ્રીશીટરે પ્રેમ સબંધ નહિ બાંધવા પર ચહેરા પર તેજાબ નાખીને બાળી નાંખવાની ધમકી આપવાની ઘટના સામે આવી છે, હાલ સુરતની સગીરાને આસિફ ખાને એસીડ એટેકની ધમકી આપવા બદલ પોલીસે તેની ધરપકડ કરી છે.

  મળતી માહિતી મુજબ સુરતના ડીંડોલી વિસ્તારમાં મુસ્લિમ યુવક આસિફ ખાન ઉર્ફે સહીદ ચૂહા દ્વારા UPSCની તૈયારી કરતી સગીરા સાથે પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરવામાં આવી રહ્યું હતું, તેની વાત ન માનતા સગીરાને આસિફ ખાને એસીડ એટેકની ધમકી આપી હતી, જેને લઇ યુવતીએ અને તેના પરિવાર દ્વારા અંદાજે બે મહિના પહેલા ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ દાખલ થતાની સાથે જ આસિફ ફરાર થઇ ગયો હતો જયારે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ડી.સ્ટાફ પો.સબ ઇન્સ્પેકટર હરપાલસિંહ મસાણીની ટીમે આસિફના સાગરીતની ધરપકડ કરી લીધી હતી.

  આ ઘટના વિષે માહિતી આપતા પીએસઆઈ હરપાલસિંહ મસાણીએ ઑપઈન્ડિયાને જણાવ્યું હતું કે એકતરફી પ્રેમમાં મુસ્લિમ આરોપી આસિફ ખાન ઉર્ફે સહીદ ચૂહા દ્વારા યુવતીને પોતાની સાથે પ્રેમસંબંધ રાખવા માટે દબાણ ઊભું કરવામાં આવતું હતું. એકતરફી પ્રેમ રાખી સગીરાને પોતાની સાથે પ્રેમસંબંધ રાખવા જબરજસ્તી દબાણ કરતો હતો. જો સગીરા તેની વાત નહિ માને તો તેના પર એસિડ ફેંકવા સુધીની ધમકી મુસ્લિમ આરોપીએ આપી હતી.

  - Advertisement -

  ટ્યુશનથી પરત આવતી વખતે સગીરાને રસ્તામાં આંતરી

  ઑપઈન્ડિયા સાથે થયેલી વાતચીતમાં PSI હરપાલસિંહ મસાણીએ આગળ જણાવ્યું હતું કે સુરતના ડીંડોલી પોલીસ મથકમાં ગત 23 ઓક્ટોબરના રોજ UPSCની તૈયારી કરતી યુવતીએ તેની પર એસિડ ફેકવાની ધમકી આપવામાં આવતી હોવાની ફરિયાદ કરી હતી. સગીરાએ જણાવ્યું હતું કે તે ટ્યુશન કલાસીસમાંથી પરત ફરી રહી હતી. ત્યારે આરોપી આસિફ ખાન ઉર્ફે સહીદ ચૂહા અને તેના મિત્રએ તેને રસ્તામાં ઉભી રાખીને પ્રેમસંબંધ રાખવા ધમકી આપી હતી. સગીરા ટ્યુશનથી ઘરે જઈ રહી હતી. દરમિયાન રસ્તામાં તેને ઉભી રાખીને આરોપીએ તેના મોઢા પર એસિડ ફેંકવાની ધમકી આપી હતી.

  ફરિયાદ દાખલ થયા બાદ સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઇ. હરપાલસિંહ મસાણીએ સર્વેલન્સ ટીમ સાથે મળી ગત તા.02/11/22 ના રોજ આરોપી ધર્મેશ ઉર્ફે ધમુ વામન ખલસેને ઝડપીને તેના વિરૂધ્ધ પાસા અટકાયતી હેઠળની કાર્યવાહી કરવામાં આવેલ જ્યારે મુખ્ય આરોપી આસિફ ખાન ઉર્ફે સહીદ ચૂહા ફરાર થઇ ગયો હતો.

  PSI મસાણી એ જણાવ્યું કે,”આ દરમ્યાન અમારી ટીમ અ.હે.કો. ભરતભાઇ કોદારભાઇ તથા આ.હે.કો. દિવ્યેશભાઇ હરીશભાઇ તથા અ.હે.કો. મીલીંદ તુકારામે અંગત હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેક્નીકલ સર્વેલન્સના આધારે ગુનાના મુખ્ય અને રીઢા આરોપી સહીદ ઉર્ફે ચુહા ઉર્ફે આસીફ વાલીદ નઝીરખાન કાદરખાન પઠાણ ઉ.વ.૨૬ રહે. ઘર નં.૫૫૦ બાખડ મહોલ્લો ખ્વાજાનગર માન દરવાજા ફાયર સ્ટેશનની પાછળ સલાબતપુરા સુરત નાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.”

  સહીદ ચૂહા અનેક ગંભીર ગુનાઓમાં મુખ્ય આરોપી: PSI મસાણી

  ઑપઈન્ડિયા સાથે થયેલી વાતચીતમાં PSI હરપાલસિંહ મસાણીએ એમ પણ જણાવ્યું હતું કે આ ઘટનાનો મુખ્ય આરોપી આ પહેલા લુંટ, ચોરી, મારામારી અને અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે, અને વિસ્તારમાં માથાભારે તત્વ તરીકેની છાપ ધરાવે છે, હાલ આરોપી વિરુદ્ધ ઇ.પી.કો. કલમ 354, 354(ક), 354(ઘ), 506, 114 તથા પ્રોટેક્શન ઓફ ચીલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ(પોક્સો) 2012 ની કલમ- 12, 18 મુજબ ગુના નોંધીને કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં