Tuesday, April 30, 2024
More
    હોમપેજદેશસદગુરુ જગ્ગી વાસુદેવને હૉસ્પિટલમાં દાખલ કરાયા, કરાઈ બ્રેન સર્જરી: મગજમાં શરૂ થઈ...

    સદગુરુ જગ્ગી વાસુદેવને હૉસ્પિટલમાં દાખલ કરાયા, કરાઈ બ્રેન સર્જરી: મગજમાં શરૂ થઈ ગયું હતું બ્લીડિંગ, હાલ તબિયત સુધારા પર

    17 માર્ચે તેમને દાખલ કરવામાં આવ્યા. તેમની તબિયત બગડી હોવાના કારણે 17 માર્ચે જ તાત્કાલિક સર્જરી કરવામાં આવી. જોકે, ડૉક્ટરે કહ્યું કે તેમની તબિયત સુધારા પર છે અને આશા કરતાં ઘણી ઝડપથી તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે.

    - Advertisement -

    આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવની બ્રેન સર્જરી કરવામાં આવી છે. તેમને દિલ્હીની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સર્જરી કરવામાં આવી. છેલ્લા ઘણા દિવસથી તેમને માથાનો દુઃખાવો રહેતો હતો. ત્યારબાદ 17 માર્ચે તબિયત વધુ બગડતાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સર્જરી કરવામાં આવી. હાલ તેમની તબિયત સુધારા પર છે. 

    ઈશા ફાઉન્ડેશને સદગુરુની સર્જરી કરનાર એપોલો હોસ્પિટલના સિનિયર ન્યૂરોલોજિસ્ટ ડૉ. વિનીત સૂરીની વિડીયો બાઈટ પોતાના X અકાઉન્ટ પરથી પોસ્ટ કરી હતી, જેમાં તેમણે સમગ્ર ઘટનાક્રમની જાણકારી આપી. 

    ડૉક્ટર કહેતા સંભળાય છે કે, સદગુરુ માટે ઘણી જોખમી પરિસ્થિતિ સર્જાઇ હતી. તેમને ઘણા દિવસથી તીવ્ર માથાનો દુઃખાવો રહેતો હતો. પરંતુ તેમણે તેને અવગણીને પોતાના તમામ કાર્યક્રમો ચાલુ રાખ્યા અને મહાશિવરાત્રીનો કાર્યક્રમ પણ કર્યો હતો. પરંતુ 17 માર્ચે તબિયત ગંભીર બની અને મારો સંપર્ક કરવામાં આવ્યો. અમને લાગ્યું કે પરિસ્થિતિ ગંભીર છે જેથી તેમને અનેક મિટિંગ હોવા છતાં MRI માટે મનાવવામાં આવ્યા અને MRIમાં જાણવા મળ્યું કે તેમને મગજમાં બ્લીડિંગ (લોહી નીકળવું) થઈ રહ્યું હતું.”

    - Advertisement -

    ડૉક્ટરે આગળ કહ્યું કે, અમે તેમને જણાવ્યું કે તેમણે તાત્કાલિક દાખલ થઈ જવું જોઈએ, પરંતુ તેમની એક અત્યંત મહત્વપૂર્ણ મીટિંગ હતી જેથી તેઓ તેમાં ભાગ લેવા માટે ગયા. તેમણે એમ પણ કહ્યું કે, અમને પણ આશ્ચર્ય થયું કે આટલો દુઃખાવો હોવા છતાં તેમણે પોતાના કાર્યક્રમો ચાલુ રાખ્યા. પરંતુ 17 માર્ચે સવારે પરિસ્થિતિ વધુ વણસી અને અમારે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યારે તેમણે પહેલી વખત અમને જણાવ્યું કે, ‘મને લાગે છે કે તમે જે કરવા માંગો છો એનો હવે સમય આવી ગયો છે. ત્યારબાદ તેઓ સર્જરી માટે સંમત થયા.

    આગળ જણાવ્યું કે, “17 માર્ચે તેમને દાખલ કરવામાં આવ્યા. તેમની તબિયત બગડી હોવાના કારણે 17 માર્ચે જ અમે તાત્કાલિક સર્જરી કરી. જોકે, ડૉક્ટરે કહ્યું કે તેમની તબિયત સુધારા પર છે અને આશા કરતાં ઘણી ઝડપથી તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, સર્જરી બાદ સદ્ગુરુ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે અને હાલ તબિયત એકદમ સામાન્ય છે અને બીજી કોઇ તકલીફ નથી. 

    હૉસ્પિટલમાંથી સદગુરુનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જે તેમના જ અધિકારિક અકાઉન્ટ પરથી અપલોડ કરવામાં આવ્યો. જેમાં તેઓને રમૂજ કરતા જોઈ શકાય છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં