Saturday, May 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'ગેઇમ રમીને મારી પુત્રી રોજ કમાય છે હજારો': ડીપફેકનો શિકાર બન્યા સચિન...

    ‘ગેઇમ રમીને મારી પુત્રી રોજ કમાય છે હજારો’: ડીપફેકનો શિકાર બન્યા સચિન તેંડુલકર, ફેક વિડીયોમાં ગેમિંગ એપ પ્રમોટ કરતા બતાવાયા- ક્રિકેટરે કરી અપીલ

    સચિને કહ્યું, "સોશિયલ મીડિયા પ્લેટફોર્મે પણ સતર્ક રહેવું જોઈએ અને તેની વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદો પર જલ્દીથી એક્શન લેવી જોઈએ. આ સંદર્ભમાં તેમની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેથી ખોટી માહિતી અને સમાચારોને અટકાવી શકાય અને ડીપફેકના દુરુપયોગને ખતમ કરી શકાય."

    - Advertisement -

    ડીપફેક ટેકનોલોજીની મદદથી કોઈ સેલિબ્રિટી કે પ્રસિદ્ધ વ્યક્તિનો ચહેરો લગાવી ઘણા વિડીયો વાયરલ કરવામાં આવી રહ્યા છે. રશ્મિકા મંદાના, આલિયા ભટ્ટ બાદ હવે વિશ્વ ક્રિકેટ પર દશકો સુધી રાજ કરનારા સચિન તેંડુલકર પણ ડીપફેકનો શિકાર થયા છે. સોશિયલ મીડિયા પર તેમનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કોઈ એપ્લિકેશનની જાહેરાત કરતા નજરે પડી રહ્યા છે. વિડીયો વાયરલ થયા બાદ સચિન તેંડુલકરે આ વિશેની માહિતી સોશિયલ મીડિયા પર આપી છે. સચિને તે વિડીયોને પોતાના ઓફિશિયલ X હેન્ડલ પર શેર કરીને લોકોને સતર્ક કર્યા છે. તેમણે કહ્યું છે કે, તેમનો આ વિડીયો ફેક છે.

    રશ્મિકા મંદાના, આલિયા ભટ્ટ બાદ હવે સચિન તેંડુલકર પણ ડીપફેકનો શિકાર બન્યા છે. તેમણે સોમવારે (15, જાન્યુઆરી) આ વિશેની માહિતી આપી છે. તેમણે વિડીયો શેર કરતાં લખ્યું છે કે, “આ વિડીયો નકલી છે અને તમને છેતરવા માટે બનાવવામાં આવ્યો છે. ટેકનોલોજીનો આ પ્રકારે ઉપયોગ તદ્દન ખોટો છે. આપ સૌને વિનંતી છે કે, આવા વિડીયો, એપ અને વિજ્ઞાપન જો નજરે આવે તો તેને તરત જ રિપોર્ટ કરો.”

    તેમણે વધુમાં કહ્યું કે, “સોશિયલ મીડિયા પ્લેટફોર્મે પણ સતર્ક રહેવું જોઈએ અને તેની વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદો પર જલ્દીથી એક્શન લેવી જોઈએ. આ સંદર્ભમાં તેમની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેથી ખોટી માહિતી અને સમાચારોને અટકાવી શકાય અને ડીપફેકના દુરુપયોગને ખતમ કરી શકાય.”

    - Advertisement -

    શું છે વાયરલ થઈ રહેલા વિડીયોમાં?

    વાયરલ થઈ રહેલા ફેક વિડીયોમાં સચિન તેંડુલકર એક એપને પ્રમોટ કરતાં નજરે પડી રહ્યા છે. સાથે જ વિડીયોમાં સચિનના અવાજને પણ AIની મદદથી ડબ કરીને મૂકવામાં આવ્યો છે. તે વિડીયોમાં સચિન તેંડુલકર કહેતા જોવા મળે છે કે, “મારી પુત્રી, આ સમયે આ ગેમ રમી રહી છે. જેના વિશે દરેક વાત કરી રહ્યા છે. એવિએટર. તે Skyward Aviator Quest રમીને દરેક દિવસે 180 હજાર રૂપિયા કમાઈ રહી છે. મને ક્યારેક-ક્યારેક આશ્ચર્ય થાય છે કે, હવે પૈસા કમાવવા કેટલા સરળ થઈ ગયા છે અને સૌથી રસપ્રદ વાત એ છે કે, આ એપ્લિકેશન એકદમ ફ્રી છે. કોઈપણ આઈફોન માલિક તેને ડાઉનલોડ કરી શકે છે.”

    નોંધનીય છે કે, સચિન તેંડુલકર પહેલાં તેમની પુત્રી સારા તેંડુલકર પણ ડીપફેકનો શિકાર થઈ હતી. થોડા સમય પહેલાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી શુભમન ગિલની સાથે તેમનો એક ફોટો સામે આવ્યો હતો. તેને પણ AI ડીપફેક ટેકનોલોજીથી બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ વાયરલ કરવામાં આવ્યો હતો.

    આ ડીપફેક (DeepFake) ટેકનોલોજી શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે તે વિષય પર ઑપઇન્ડિયાએ એક સવિસ્તાર લેખ પ્રકાશિત કર્યો છે. જેમાં સરળતાથી સમજી શકાય છે કે ડીપફેક ટેકનોલોજી શું છે. જે અહી ક્લિક કરવાથી વાંચી શકાશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં