Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસાબરકાંઠા SOGએ ગફુરખાન પઠાણને હથિયાર સાથે ઝડપ્યો: 'મહાલક્ષ્મી ઓટો પાર્ટ્સ' નામે ચલાવતો...

    સાબરકાંઠા SOGએ ગફુરખાન પઠાણને હથિયાર સાથે ઝડપ્યો: ‘મહાલક્ષ્મી ઓટો પાર્ટ્સ’ નામે ચલાવતો હતો ગેરેજ, 2 તમંચા કબજામાં લઈ પોલીસે કાર્યવાહી આદરી

    ગફુર હથિયાર કોની પાસેથી અને શા માટે લાવ્યો તથા તે પહેલા કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે કેમ તે દિશામાં વડાલી પોલીસ તપાસ કરી રહી છે તેમ SOG PI એન એન રબારીએ જણાવ્યું હતું.

    - Advertisement -

    સાબરકાંઠા SOGએ વડાલીના ‘મહાલક્ષ્મી ઓટો પાર્ટ્સ’ ગેરેજના સંચાલક ગફુરખાન પઠાણને હથિયાર સાથે ઝડપી પાડ્યો છે. આરોપી વડાલી મામલતદાર કચેરીના પાછળના ભાગે ભાડાથી ઓટો ગેરેજ ચલાવે છે. તેવામાં સ્થાનિક પોલીસ અને SOGની ટીમે કરેલ સફળ દરોડામાં ગફુર ખાન પાસેથી 2 દેશી બનાવટના તમંચા અને જીવતા કારતુસ મળી આવ્યા હતા. વડાલી પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    આ મામલે નોંધાયેલી ફરિયાદ મુજબ SOG PI એન એન રબારીના નિર્દેશથી ચાલી રહેલા પેટ્રોલિંગ દરમિયાન SOG PSI કે બી ખાંટને બાતમી મળી હતી કે મામલતદાર કચેરી પાછળ ‘મહાલક્ષ્મી ઓટો પાર્ટ્સ’ નામે ગેરેજ ચલાવતા ગફુરખાન પઠાણ પાસે ગેરકાયદેસર હથિયાર રાખેલ છે. જે બાદ પાડવામાં આવેલા દરોડામાં સાબરકાંઠા SOGએ વડાલીના ‘મહાલક્ષ્મી ઓટો પાર્ટ્સ’ ગેરેજના સંચાલક ગફુરખાન પઠાણને હથિયાર સાથે ઝડપી પાડ્યો હતો.

    આ મામલે વધુ માહિતી લેવા ઑપઇન્ડિયાની ટીમે સાબરકાંઠા SOG PI એન એન રબારીનો સંપર્ક કરતા તેમણે વિગતે માહિતી આપતા જણાવ્યું હતું કે, “SOGની ટીમ વડાલી ખાતે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે મામલતદાર કચેરી પાછળ એક વ્યક્તિ પાસે ગેરકાયદેસર હથિયાર છે, જે બાદ પેટ્રોલિંગ ટીમે નિર્દેશ અનુસાર કચેરીના પાછળના ભાગે આવેલા મહાલક્ષ્મી ગેરેજમાં દરોડા પડતા ગફુરખાન અયુબખાન પઠાણ મળી આવ્યો હતો. ટીમે તેની ઝડતી લેતા તેના નાઈટ ડ્રેસ જેવા પેન્ટના ખીસામાંથી 4 જીવતા કારતુસ મળી આવ્યા હતા. જે બાદ તેણે પહેરેલા કપડાની વધુ તપાસ કરતા કમરના ભાગે કપડામાં ખોસેલો દેશી બનાવટનો તમંચો પણ મળી આવ્યો હતો.”

    - Advertisement -

    વધુ માહિતી આપતા SOG PI એન એન રબારીએ જણાવ્યું હતું કે આ દરમિયાન પેટ્રોલિંગ ટીમે ગેરેજની પણ તપાસ કરી હતી, પરંતુ ત્યાંથી કોઈ વાંધાજનક વસ્તુ મળી ન હતી. સાથે જ ટીમે ગફુર જે રૂમમાં રહેતો હતો તેની પણ તપાસ કરી હતી. તે દરમિયાન તેના રૂમમાં મુકવામાં આવેલા કબાટમાંથી SOGની પેટ્રોલિંગ ટીમને વધુ એક દેશી તમંચો મળી આવ્યો હતો. જે બાદ ટીમે જરૂરી કાર્યવાહીઓ પતાવીને બંને હથિયાર અને મળી આવેલ કારતુસો જપ્ત કરી ગફુરની ધરપકડ કરી હતી. આ સાથે જ ગફુર હથિયાર કોની પાસેથી અને શા માટે લાવ્યો તથા તે પહેલા કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે કેમ તે દિશામાં વડાલી પોલીસ તપાસ કરી રહી છે તેમ SOG PI એન એન રબારીએ જણાવ્યું હતું.

    જોવાનું એ પણ રહેશે કે ગફુર શા માટે એક હિંદુ દેવીનું નામ રાખીને પોતાની ગેરેજ ચલાવી રહ્યો હતો. પોલીસ તપાસમાં આ બાબતના તથ્યો પણ ઉજાગર થઇ શકે છે.

    હાલ વડાલી પોલીસે પોતે ફરિયાદી બની ગફુરખાન અયુબખાન પઠાણની ધરપકડ કરીને કુલ 20 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે વડાલી પોલીસે ગફુર વિરુદ્ધ આર્મ્સ એક્ટ 1959ની કલમ 25 (1-B) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરુ કરી છે. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં