Tuesday, April 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશું સૌરવ ગાંગુલીએ BCCIના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું છે? પોતાની ભેદી ટ્વિટથી દાદાએ...

    શું સૌરવ ગાંગુલીએ BCCIના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું છે? પોતાની ભેદી ટ્વિટથી દાદાએ રહસ્ય સર્જ્યું!

    સૌરવ ગાંગુલીની એક ટ્વિટ બાદ તેમણે BCCIના અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું હોવાની અટકળ ટ્વિટર પર ચાલી હતી જેનો ખુલાસો જય શાહે આપી દીધો છે.

    - Advertisement -

    ભારતીય ક્રિકેટ ટીમના શ્રેષ્ઠ કેપ્ટનોમાંથી એક ગણાતા અને BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ હમણાં થોડા સમય પહેલાં જ એક ટ્વિટ કરીને અટકળો તેજ કરી દીધી છે. સૌરવ ગાંગુલીની આ ટ્વિટને લોકો તેમનું BCCIના પદ પરથી રાજીનામું ગણાવી રહ્યા છે. પરંતુ આ ટ્વિટમાં જે પ્રકારની ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેનાથી દાદાએ રાજીનામું આપ્યું છે કે નહીં એ સ્પષ્ટ થતું ન હતું.

    પોતાની ટ્વિટમાં સૌરવ ગાંગુલીએ જણાવ્યું છે કે, “2022 એ મારી ક્રિકેટ કારીકીર્દીની શરૂઆત જે મેં 1992માં શરુ કરી હતી તેના 30 વર્ષ પૂર્ણ કરે છે. ત્યારથી અત્યારસુધીમાં ક્રિકેટે મને ઘણું આપ્યું છે. એમાં પણ તમારું અદભુત સમર્થન મુખ્ય છે. મારી આ સફરમાં મને સાથ આપનારા એ તમામનો હું આભારી છું, જેણે મને સમર્થન આપ્યું છે અને આજે હું જ્યાં છું ત્યાં પહોંચવામાં મને મદદ કરી છે. આજે હું કશુંક એવું શરુ કરવા જઈ રહ્યો છું જેના થકી હું ઘણા બધા લોકોને મદદરૂપ થઇ શકીશ. હું જ્યારે મારા જીવનનું નવું પ્રકરણ શરુ કરવા જઈ રહ્યો છું ત્યારે મને આશા છે કે તમે તેમાં પણ મને સમર્થન આપશો. – સૌરવ ગાંગુલી.”

    ગાંગુલીની આ ટ્વિટ બાદ સોશિયલ મિડીયામાં એવી અટકળો શરુ થઇ ગઈ હતી કે તેમણે BCCIના અધ્યક્ષ તરીકે રાજીનામું આપી દીધું છે. જો કે આ બાબતે કોઈને પણ આશ્ચર્ય થાય કારણકે આધિકારિક રીતે સૌરવ ગાંગુલી સપ્ટેમ્બર મહિનામાં પોતાના પદથી નિવૃત્ત થવાના છે.

    - Advertisement -

    ખુશ્બુ કાદરી નામક યુઝરે અત્યંત દુઃખ સાથે જણાવ્યું હતું કે, “દાદા, ક્રિકેટને આપેલી સેવા બદલ તમારો આભાર, અમે તમને મિસ કરીશું.”

    તો રાહુલ ઝા એ એવી શક્યતા વ્યક્ત કરી હતી કે BCCI છોડીને સૌરવ ગાંગુલી પશ્ચિમ બંગાળમાંથી ભાજપ તરફથી રાજ્યસભામાં જશે.

    જો કે ક્રિકેટ ચાહકો ભલે સૌરવ ગાંગુલીની કહેવાતી રાજીનામાંની ટ્વિટથી દુઃખી થયા હોય પરંતુ, દાદાની ટ્વિટમાં ક્યાંય પણ રાજીનામું તો શું BCCI શબ્દનો પણ ઉલ્લેખ નથી, તેમ છતાં યુઝર્સ ઉપરાંત મોટા મોટા મેઈન સ્ટ્રીમ મિડિયા હાઉસે પણ ઉતાવળ કરીને સૌરવ ગાંગુલીને ‘રાજીનામું અપાવી દીધું હતું.’

    છેવટે ANI દ્વારા BCCI સેક્રેટરી જય શાહનું અધિકારીક નિવેદન લેવાયું હતું જેમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે સૌરવ ગાંગુલીએ BCCIના અધ્યક્ષપદેથી રાજીનામું નથી આપ્યું.

    આમ આ રીતે લગભગ અડધાથી પોણા કલાક સુધી સોશિયલ મિડિયામાં ચાલેલી અટકળોનો અંત આવી ગયો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં