Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજદયુ અધ્યક્ષના સમારંભમાં મટન ખાવા પહોંચ્યા મહાગઠબંધનના કાર્યકરો: હોબાળો થતાં પોલીસે ચખાડ્યો...

    જદયુ અધ્યક્ષના સમારંભમાં મટન ખાવા પહોંચ્યા મહાગઠબંધનના કાર્યકરો: હોબાળો થતાં પોલીસે ચખાડ્યો મેથીપાક, લાઠીની બીકે ભાગવા લાગ્યા લોકો- ઘટનાનો વિડીયો વાયરલ

    JDUના અધ્યક્ષ અને મુંગેરના સાંસદ લલન સિંહે મુંગેરના પોલો મેદાનમાં મહાગઠબંધનના કાર્યકરો માટે 'મહાભોજ સન્માન'નું આયોજન કર્યું હતું. આ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો મટન ખાવા પહોંચ્યા હતા.

    - Advertisement -

    બિહારની સત્તારૂઢ પાર્ટી જેડીયુના અધ્યક્ષ લલન સિંહની પાર્ટીમાં હોબાળો થયો હોવાનું સામે આવ્યું છે. કહેવાય છે કે, પાર્ટીના કાર્યકરો મટન ખાવાને લઈને મારપીટ પર ઉતરી આવ્યા હતા. આ નાસભાગ દરમિયાન પરિસ્થિતિ બેકાબૂ થતાં પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને DSPને પણ ઈજા પહોંચી હતી. JDU અધ્યક્ષની પાર્ટીમાં સર્જાયેલી અવ્યવસ્થાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

    વાસ્તવમાં, JDUના અધ્યક્ષ અને મુંગેરના સાંસદ લલન સિંહે મુંગેરના પોલો મેદાનમાં મહાગઠબંધનના કાર્યકરો માટે ‘મહાભોજ સન્માન’નું આયોજન કર્યું હતું. આ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો મટન ખાવા પહોંચ્યા હતા. પરંતુ પહેલી લાઇનમાં 2000 બેઠકો ભરાઈ ગઈ હતી. જેથી મટન ખાવા આતુર કાર્યકરોએ પંડાલમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. એ પછી મટનને લઈને બોલાચાલી થયા બાદ તેઓ મારામારી પર ઉતરી આવ્યા હતા. એ પછી JDU અધ્યક્ષની પાર્ટીમાં હોબાળો મચી ગયો હતો.

    આ દરમિયાન મહાગઠબંધનના કાર્યકરોએ JDUના બ્લોક પ્રમુખ સાથે પણ ધક્કામુક્કી કરી હતી. જોકે, પોલીસે સતર્કતા દાખવીને કાર્યકરોનો પીછો કર્યો હતો અને પાર્ટીમાં મટન ખાવા આવેલા લોકોને લાઠી ખાવાનો વારો આવ્યો હતો. લોકો આમતેમ ભાગતા અને નીચે પડતા જોવા મળ્યા હતા. તો આ ઘટનામાં DSP રાજેશ કુમાર સિંહાને આંગળીમાં ઈજા થઇ હોવાનું પણ સામે આવ્યું છે.

    - Advertisement -

    બીજી તરફ પોતાની પાર્ટીમાં કાર્યકરો વચ્ચે હોબાળો થતો જોઈને લલન સિંહ પોતાના સમર્થકો સાથે પંડાલ પહોંચ્યા હતા અને હાથ જોડીને કાર્યકરોને શાંત રહેવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ ‘મહાભોજ સન્માન’માં 35 હજાર લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ઝારખંડથી બકરા લાવવામાં આવ્યા હતા.

    દરભંગામાં પણ JDU કાર્યકરો વચ્ચે થઇ અથડામણ, મંચ છોડી ચાલ્યા ગયા લલન સિંહ

    આ પહેલાં શનિવારે (13 મે 2023) દરભંગામાં આયોજિત એક કાર્યક્રમમાં JDU કાર્યકરો વચ્ચે અથડામણ થઇ હતી. પાર્ટીના કાર્યક્રમમાં મંત્રી સંજય ઝા અને જદયુ નેતા અલી અશરફ ફાતમીના સમર્થક પોતપોતાના નેતાના સમર્થનમાં નારાબાજી કરી રહ્યા હતા. બંનેના સમર્થકોએ એટલો શોરબકોર કર્યો કે લલન સિંહને મંચ છોડીને ચાલ્યા જવું પડ્યું હતું.

    અગાઉ સપાના નેતાની પાર્ટીમાં બિરયાની માટે લોકો વચ્ચે ઝપાઝપી થઇ હતી

    થોડા દિવસો પહેલાં ઉત્તર પ્રદેશમાં નગરપાલિકા ચૂંટણીને પગલે સપા ઉમેદવારે બિરયાની પાર્ટીનું અયોજન કર્યું હતું. મેરઠના નૌચંડી પોલીસ સ્ટેશન વિસ્તારના વોર્ડ-80માં મતદારોને રિઝવવા બિરયાની પાર્ટી રાખવામાં આવી હતી. જોકે બિરયાની ખતમ થઇ જતાં પાર્ટીમાં રમૂજી વળાંક આવ્યો હતો અને લોકો બિરયાનીનો ઘડો લઈને ભાગવા લાગ્યા હતા. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં