Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅયોધ્યામાં બની શકે છે નાગપુરથી મોટું સંઘ મુખ્યાલય: આવાસ વિકાસ પરિસર પાસે...

    અયોધ્યામાં બની શકે છે નાગપુરથી મોટું સંઘ મુખ્યાલય: આવાસ વિકાસ પરિસર પાસે ટાઉનશીપમાં 100 એકર જમીન માંગી; વાંચો રીપોર્ટ

    સંઘના કેટલાક પદાધિકારીઓ દિલ્હી અને કેટલાક નાગપુર રહીને જવાબદારીઓ નિભાવે છે. જો અયોધ્યા ખાતે જમીન સંપાદન કરવામાં આવશે તો 100 એકરમાં ફેલાયેલું આ સંઘનું સહુથી મોટું મુખ્યાલય હશે.

    - Advertisement -

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ 2025માં શતાબ્દી વર્ષની ઉજવણી કરે તે પહેલા એક મોટું પગલું ભરવા જઈ રહ્યું છે, વાસ્તવમાં RSS અયોધ્યા ટાઉનશીપમાં નાગપુરથી મોટું સંઘ મુખ્યાલય બનાવે તેવા આસાર મળી રહ્યાં છે, જે માટે વિશ્વના સહુથી મોટા સ્વયંસેવક સંગઠને આવાસ વિકાસ પરિસર પાસે 100 એકર જમીનની માંગ કરી છે. સંઘ આ જમીન નવા અયોધ્યા ખાતે મેળવવા માંગે છે, જો બધું સમું ઉતર્યું તો અગામી સમયમાં સંઘનું એક મુખ્યાલય અયોધ્યા ખાતે પણ ઉભું થશે.

    દૈનિક ભાસ્કરે આપેલા રીપોર્ટ મુજબ RSS અયોધ્યા ટાઉનશીપમાં નાગપુરથી મોટું સંઘ મુખ્યાલય બનાવવા માંગે છે તેની જાણકારી અયોધ્યાના આવાસ વિકાસ પરિસરના એક અધિકારીએ આપી હતી, હાલ સંઘનું મુખ્યાલય નાગપુર સ્થિત છે, જે લગભગ 1 એકરમાં ફેલાયેલું છે. તો બીજી તરફ દિલ્હીમાં ઝંડેવાલાનને પણ સંઘનું મોટું કેન્દ્ર માનવામાં આવે છે, જે લગભગ 3 એકરમાં વિસ્તરેલું છે. સંઘના કેટલાક પદાધિકારીઓ દિલ્હી અને કેટલાક નાગપુર રહીને જવાબદારીઓ નિભાવે છે. જો અયોધ્યા ખાતે જમીન સંપાદન કરવામાં આવશે તો 100 એકરમાં ફેલાયેલું આ સંઘનું સહુથી મોટું મુખ્યાલય હશે.

    નોંધનીય છે કે અયોધ્યાના સાકેતપુરી ખાતે પહેલાથી એ સંઘ કાર્યાલય કાર્યરત છે, જે રામ મંદિરથી લગભગ 4 કિલોમીટર દુર આવેલું છે. વધતા જતા કાર્યકર્તાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોઈ શકે. જોકે હજુ સુધી અધિકારીક રીતે આ બાબતની કોઈ ઘોષણા નથી કરવામાં આવી.પરંતુ જો આ બાબતે કોઈ નિર્ણય લેવામાં આવશે તો તો સંઘના શતાબ્દી પર્વ પહેલા આ નવા મુખ્યાલયનું નિર્માણ કરી દેવામાં આવશે.

    - Advertisement -

    સ્થાપનાનું શતાબ્દી વર્ષ ઉજવશે સંઘ

    અગામી વર્ષ RSSની સ્થાપનાનું શતાબ્દી વર્ષ છે, જેને લઈને અયોધ્યામાં સંઘ મોટો કાર્યક્રમ કરવા જઈ રહ્યું છે. પણ તે પહેલા કદાચ સંઘ અયોધ્યા ખાતે પોતાનું સહુથી મોટું મુખ્યાલય બનાવીને તૈયાર કરી શકે છે. રિપોર્ટોમાં જણાવ્યાં અનુસાર મોટા આયોજનો સાથે જ ત્યાં કાર્યકર્તાઓને રહેવાની સુવિધા રહેશે. જોકે કોરોના મહામારી બાદ અયોધ્યા ખાતે અત્યાર સુધીમાં RSS ના 3 મોટા કાર્યક્રમ થઇ ચુક્યા છે. જે કાર્યક્રમો અંતર્ગત અખિલ ભારતીય શિક્ષા વર્ગ અને બૌદ્ધિક શિક્ષા વર્ગોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં