Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટRSSના મેગેઝિનના પત્રકારને ‘સર તન સે જુદા’ની ધમકી, કહ્યું- ઇસ્લામનો દુષ્પ્રચાર બંધ...

    RSSના મેગેઝિનના પત્રકારને ‘સર તન સે જુદા’ની ધમકી, કહ્યું- ઇસ્લામનો દુષ્પ્રચાર બંધ નહીં કર્યો તો પરિણામ ભોગવવાં પડશે, FIR દાખલ

    વોટ્સએપ ઉપર અજાણ્યા નંબર પરથી ધમકી મળ્યા બાદ પત્રકારે FIR નોંધાવી, અગાઉ પણ અનેક લોકોને મળી ચૂકી છે ધમકીઓ.

    - Advertisement -

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મેગેઝિન ‘ઓર્ગેનાઇઝર’માં કામ કરતા એક પત્રકારને ‘સર તન સે જુદા’ની ધમકી આપવામાં આવી છે.  તેમનું નામ છે નિશાંત આઝાદ. નિશાંતને વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી ધમકી આપવામાં આવી હતી. પત્રકારે પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર નિશાંતના વોટ્સએપ પર એક અજાણી વ્યક્તિ તરફથી ધમકીભર્યો મેસેજ આવ્યો હતો. ધમકીભર્યા સંદેશમાં લખ્યું હતું, “ગુસ્તાખ-એ-નબીની એક જ સજા, સર તન સે જુદા. ઇસ્લામ વિરોધી એજન્ડાનો પ્રચાર કરવાનું બંધ કર.” આ મેસેજની સાથે ધમકી આપનાર વ્યક્તિએ પત્રકાર દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ કરવામાં આવેલા ટ્વિટનો સ્ક્રીનશોટ પણ મોકલ્યો હતો.

    ધમકીભર્યો મેસેજ

    આ મેસેજના જવાબમાં નિશાંતે ધમકી આપનાર વ્યક્તિને તેના વિશે પૂછવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે સામેથી જવાબ આપ્યો કે તે નિશાંત વિશે બધું જ જાણે છે અને જો તેઓ આવા મુદ્દાઓ પર હજુ પણ લખવાનું ચાલુ રાખશે તો તેમણે પરિણામ ભોગવવાં પડશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ધમકી આપનાર વ્યક્તિએ કન્હૈયા કુમાર અને ઉમેશ કોલ્હેનો પણ ઉલ્લેખ કર્યો હતો.

    - Advertisement -

    RSS મેગેઝિનના પત્રકારને 10 સપ્ટેમ્બરે એક મેસેજ દ્વારા આ ‘સર તન સે જુદા’ની ધમકી મળી હતી. ધમકી આપનાર તરફથી એવું પણ કહેવામાં આવ્યું હતું કે જો પત્રકાર આ જ રીતે હિન્દુત્વવાદી સંગઠનોને સમર્થન કરશે તો તેનું માથું કાપી નાખવામાં આવશે. એફઆઈઆરમાં નિશાંતે જણાવ્યું હતું કે 10 સપ્ટેમ્બરે સાંજે લગભગ 7:00 વાગ્યાની આસપાસ તેમને યુએસ સ્થિત અજાણ્યા નંબર પરથી ધમકીભર્યા મેસેજ મળ્યા હતા.

    ધમકી આપનારે નિશાંતના જે ટ્વિટનો સ્ક્રીનશોટ શૅર કર્યો હતો, તે ટ્વિટમાં નિશાંતે કોંગ્રેસના એક ટ્વિટની ટીકા કરી હતી. કોંગ્રેસે આરએસએસના યુનિફોર્મને સળગાવવાની તસ્વીર જારી કરી હતી, જેના જવાબમાં પત્રકારે લખ્યું હતું કે, “સંઘ ખતમ કરવામાં તમારી પેઢીઓ નીકળી નીકળી ગઈ. એ જ રીતે તમે પણ ખતમ થઇ જશો. હજુ તો થોડાંક જ રાજ્યમાં બચ્યા છો, આ જ હાલત રહી તો આગામી ચૂંટણીમાં ત્યાંથી પણ સાફ થઇ જશો.

    ધમકી આપનારે મોકલેલો કોંગ્રેસ પરના ટ્વિટનો સ્ક્રીનશોટ

    જોકે, અત્યાર સુધી જેમને ધમકીઓ મળી તેમણે કાં તો એક સમુદાય વિશેષ વિશે ટિપ્પણી કરી હતી અથવા તો પયગમ્બર મોહમ્મદને લઈને વિવાદિત નિવેદન આપ્યાં હતાં. પરંતુ આ કેસમાં નિશાંતને કોંગ્રેસની ટીકા કરવા બદલ ધમકીઓ મળી રહી છે. 

    જોકે, ભારતમાં ‘સર તન સે જુદા’ની ધમકીઓ મળવાનું પ્રમાણ હાલ વધવા માંડ્યું છે. અત્યાર સુધી અનેક લોકોને ફોન થકી કે મેસેજ થકી આ પ્રકારની ધમકીઓ મળતી રહી છે. અને માત્ર ધમકીઓ જ મળી એટલું નહીં પરંતુ કન્હૈયાલાલ અને ઉમેશ કોલ્હે જેવા નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવવા પડ્યા છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં