Tuesday, April 23, 2024
More
    હોમપેજવગેરે...મનોરંજનજુનિ.એનટીઆર બન્યા ભગવાધારી: આરઆરઆર ફિલ્મની સફળતા બાદ લીધી 21 દિવસની કઠોર...

    જુનિ.એનટીઆર બન્યા ભગવાધારી: આરઆરઆર ફિલ્મની સફળતા બાદ લીધી 21 દિવસની કઠોર હનુમાન દીક્ષા

    RRRની સફળતા બાદ જુનિયર એનટીઆરએ હનુમાન દિક્ષા લીધી છે. શું છે આ હનુમાન દિક્ષા અને તે કેટલા દિવસની હોય છે, ચાલો જાણીએ.

    - Advertisement -

    ભારત દેશ વિવિધતામાં એકતા વાળો દેશ છે અહિયા પ્રદેશ, જાતિ, ધર્મના આધારે દરેક સમુદાયની પોતાની આસ્થા હોય છે. એવી જ એક આસ્થાના પાલન બાબતે એક ફિલ્મ સ્ટાર ચર્ચામાં છે. હાલમાં રાજામૌલિની ફિલ્મ આરઆરઆર બ્લોક બસ્ટર રહી છે અને કમાણીના મામલામાં રૂ.1,000 કરોડનો પણ આંકડો પાર કરી ચૂકી છે. આની ખુશી અને શ્રદ્ધાના ભાગરૂપે તેના એકટર જુનિયર એનટીઆર એ 21 દિવસની કઠોર હનુમાન દીક્ષા લીધી છે.

    હનુમાન દીક્ષા લીધા બાદ જિનિયર એનટીઆર.

    તેમની હનુમાન દીક્ષા લીધા બાદની ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે અને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં લોકો કહી રહ્યા છે કે દક્ષિણ ભારતના સુપર સ્ટારો હમેશા ભારતીયતાનું સન્માન કરતાં હોય છે જ્યારે બૉલીવુડને લોકોને આ મામલે ખૂબ ખરું ખોટું સાંભળવ્યું હતું અને આરોપ પણ લગાવ્યો હતો કે બૉલીવુડ હમેશા ધર્મ અને આસ્થાની મજાક જ ઉડાવતું હોય છે.

    શું હોય છે હનુમાન દીક્ષા?

    - Advertisement -

    હનુમાન દીક્ષા 21 દિવસની કઠોર તપસ્યા હોય છે જેમાં સંપૂર્ણ ભગવા વસ્ત્ર ધારણ કરી, હનુમાન માળા પહેરી, ઉધડા પગે રહેવાનુ હોય છે આ ઉપરાંત આ 21 દિવસ સાત્વિક ભોજન લેવાનું હોય છે તથા બ્રહ્મચર્યનું પાલન પણ કરવાનું હોય છે. જુનિયર એનટીઆર એ હમણાં હનુમાન દીક્ષા લીધી છે હમણાં જ એક કાર્યક્રમમાં ભગવા વસ્ત્રોમાં હનુમાન માળા પહેરી ઉઘાડા પગે લોકો ને નજરે પડ્યા હતા. તેમની આ આસ્થા લોકોને ખૂબ પસંદ પડી છે.

    રામ ચરણે પણ લીધી છે 41 દિવસ ની અયપ્પા દીક્ષા.

    આરઆરઆર ફિલ્મના બીજા હીરો રામ ચરણે થોડા દિવસ પહેલા જ અયપ્પા દીક્ષા લીધી છે તે પણ 41 દિવસનું કઠોર તપ હોય છે જેમાં કાળા વસ્ત્રો ધારણ કરીને 41 દિવસ સુધી ઉઘાડા પડે રહેવાથી લઈને જમીન પર સુવા સુધીની સાધના કરવી પડતી હોય છે. તેમનું આ વ્રત હમણાં ચાલુ જ છે.

    અયપ્પા દીક્ષા લીધા બાદ આરઆરઆર ફિલ્મના એકટર રામચરણ.

    આરઆરઆર ની સફળતા પછી હવે જિનિયર એનટીઆર કોરતલા શિવા અને કેજીએફ ફિલ્મના નિર્માતાની ફિલ્મ સલારમાં દેખાશે. જો કે હમણાં તો તે આધ્યત્મિક યાત્રા પર છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં