Tuesday, November 12, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટક્રિકેટ કીટ ખરીદવા માટે પણ રોહિત શર્મા પાસે પૈસા ન હતા અને...

    ક્રિકેટ કીટ ખરીદવા માટે પણ રોહિત શર્મા પાસે પૈસા ન હતા અને એ માટે એ દરરોજ સવારે વહેલાં ઉઠીને…: પ્રજ્ઞાન ઓઝાનો જબરદસ્ત ખુલાસો

    પ્રજ્ઞાન ઓઝાએ રોહિત શર્મા વિષે એક એવું સત્ય કહ્યું છે જેની કદાચ ભારતના એક પણ ક્રિકેટ પ્રેમીને ખ્યાલ નહીં હોય. ઓઝાએ શર્માના સંઘર્ષની ગાથા કહી છે.

    - Advertisement -

    રોહિત શર્માને આપણે હિટમેન તરીકે ઓળખીએ છીએ. રોહિત શર્માને આપણે મુંબઈ ઇન્ડિયન્સ માટે પાંચ IPL જીતનાર કેપ્ટન તરીકે પણ ઓળખીએ છીએ, પરંતુ આપણને આ જ રોહિત શર્માના સંઘર્ષ વિષે જરા પણ જાણ નથી. પૂર્વ ભારતીય ક્રિકેટર અને રોહિત શર્માના મિત્ર પ્રજ્ઞાન ઓઝાએ રોહિત શર્મા વિષે એક ટીવી કાર્યક્રમમાં એવો ખુલાસો કર્યો હતો જેનાથી કોઇપણ ભારતીય ક્રિકેટ પ્રેમીની આંખો પહોળી થઇ જશે.

    જીઓ સિનેમા સાથેનાં એક વાર્તાલાપમાં પ્રજ્ઞાન ઓઝાએ રોહિત શર્માની તરુણાવસ્થા દરમ્યાનના સંઘર્ષ વિષે અજાણી વાતો શેર કરી છે. ઓઝાનું કહેવું હતું કે તેની રોહિત શર્મા સાથે પ્રથમ મુલાકાત અન્ડર 15ની ક્રિકેટ ટીમ માટે રમતી વખતે થઇ હતી. આ સમયે દરેકના મોઢે એક જ વાત હતી કે રોહિત શર્મા એકદમ સ્પેશીયલ ખેલાડી છે.

    ઓઝા જણાવે છે કે સામાન્ય રીતે મુંબઈથી આવનારા ક્રિકેટર વાતો ઓછી કરે પરંતુ રમતમાં અત્યંત આક્રમકતા દર્શાવે. રોહિત પણ મૂંગો રહેતો પણ બેટિંગમાં અત્યંત આક્રમક રહેતો. મેં પણ તેને બોલિંગ નાખી હતી અને એ કાયમ મારી બોલીંગને ઝૂડી નાખતો. મને નવાઈ લાગતી કે હું તો આને ઓળખતો પણ નથી તો પણ એ કેમ મારી બોલિંગનું રીતસર ખૂન કરી નાખે છે?

    - Advertisement -

    પરંતુ આ જ મુદ્દે અમે જ્યારે ચર્ચા કરવા બેઠાં ત્યારે મારી અને રોહિત શર્માની મિત્રતાની શરૂઆત થઇ તેમ પ્રજ્ઞાન ઓઝા જણાવે છે. પ્રજ્ઞાન ઓઝાનું કહેવું છે કે અમે જ્યારે ક્રિકેટની વાત કરીએ અને ખાસકરીને રોહિત શર્માની ક્રિકેટ કીટ વિષે ત્યારે તે અત્યંત ભાવુક થઇ જતો. પ્રજ્ઞાન ઓઝાએ રોહિત શર્મા વિષે ત્યારબાદ એક એવું રહસ્ય ખોલ્યું હતું જેની આપણને કોઈને જ ખબર નથી.

    પ્રજ્ઞાન ઓઝાએ જણાવ્યું હતું કે રોહિત શર્માના પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. આથી તેની ક્રિકેટ કીટ ખરીદવા માટેનું બજેટ ખૂબ ઓછું રાખવામાં આવ્યું હતું. આ બજેટમાં તો ક્રિકેટ કીટ મળે તેમ ન હતી એટલે બાકીની રકમ પુરી કરવા માટે રોહિત શર્મા દરરોજ સવારે વહેલો ઉઠીને દૂધની થેલીઓ વેંચવા નીકળી પડતો હતો. દૂધની થેલીઓ વેંચીને જે આવક થઇ એમાંથી રોહિત શર્માએ પોતાની ક્રિકેટ કીટ ખરીદી હતી.

    ત્યારબાદ પ્રજ્ઞાન ઓઝાએ રોહિત શર્મા માટે ગર્વની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “હું હવે જ્યારે તેને (રોહિત શર્માને) જોવું છું ત્યારે મને તેના પર ગર્વની લાગણી થાય છે કે તેની સફર કઈ જગ્યાએ શરુ થઇ હતી અને હવે ક્યાં જઈને પહોંચી છે.”

    રોહિત શર્મા મુંબઈ ઇન્ડિયન્સ ટીમનો કેપ્ટન છે જ્યારે પ્રજ્ઞાન ઓઝા હાલમાં IPLની ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં