Tuesday, September 10, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘રોબર્ટ વાડ્રાની કંપની સબંધિત દસ્તાવેજો પૂરના કારણે નષ્ટ થઇ ગયા’: જમીનના સોદામાં...

    ‘રોબર્ટ વાડ્રાની કંપની સબંધિત દસ્તાવેજો પૂરના કારણે નષ્ટ થઇ ગયા’: જમીનના સોદામાં થયેલા કૌભાંડની તપાસ કરતી SITએ વિગતો માંગી તો બેન્કે આ જવાબ આપ્યો, નોટિસ અપાઈ

    બેન્કે જણાવ્યું કે વાડ્રાની કંપની દ્વારા થયેલી નાણાકીય લેવડદેવડ સબંધિત અગત્યના દસ્તાવેજો પૂરના કારણે નષ્ટ થઇ ગયા છે. આ કેસમાં કોંગ્રેસ નેતા અને હરિયાણાના પૂર્વ સીએમ ભુપિન્દર સિંઘ હુડ્ડાનું પણ નામ સામેલ છે. 

    - Advertisement -

    પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રા વિરુદ્ધ હરિયાણામાં એક રિયલ એસ્ટેટ ડીલ મામલે ભ્રષ્ટાચારનો કેસ ચાલી રહ્યો છે. તાજેતરમાં આ કેસમાં નવો વળાંક આવ્યો જ્યારે કેસની તપાસ કરતી SIT બેન્ક પાસે પહોંચી તો બેન્કે જણાવ્યું કે વાડ્રાની કંપની દ્વારા થયેલી નાણાકીય લેવડદેવડ સબંધિત અગત્યના દસ્તાવેજો પૂરના કારણે નષ્ટ થઇ ગયા છે. નોંધનીય છે કે આ કેસમાં કોંગ્રેસ નેતા અને હરિયાણાના પૂર્વ સીએમ ભુપિન્દર સિંઘ હુડ્ડાનું પણ નામ સામેલ છે. 

    ટાઈમ્સ ઑફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, SITએ યુનિયન બેન્ક ઑફ ઇન્ડિયાને પત્ર લખીને સ્કાયલાઈટ હોસ્પિટાલિટી અને સ્કાયલાઈટ રિયલ્ટી- આ બે કંપનીઓનાં ખાતાંમાં થયેલી નાણાકીય લેવડદેવડ અંગે માહિતી માંગી હતી. ઉલ્લેખનીય છે કે આ બંને કંપનીઓમાં રોબર્ટ વાડ્રા ડાયરેક્ટર કક્ષાનું પદ ધરાવે છે. બેન્કે 26 મે, 2023ના રોજ જવાબ આપતાં SITને જણાવ્યું કે, 2008 અને 2012ના તમામ દસ્તાવેજો પૂરના કારણે તેમના ભોંયતળિયામાં પાણી ભરાઈ જવાથી નષ્ટ પામ્યા છે. 

    SITને બેન્કને નોટિસ આપીને એ જણાવવા કહ્યું છે કે અન્ય કંપનીઓના રેકોર્ડ્સ પણ નષ્ટ થયા છે કે નહીં. બીજી તરફ, યુનિયન બેન્ક ઑફ ઇન્ડિયાની નવી દિલ્હી સ્થિત શાખાને પણ ગત 20 જૂનના રોજ નોટિસ આપવામાં આવી હતી અને આ દસ્તાવેજોના નષ્ટ થવા પાછળનાં સંજોગોને લઈને તપાસ કરવા માટે કહેવામાં આવ્યું હતું. બેન્ક તરફથી હજુ સુધી આ મામલે કોઈ જવાબ ન આપવામાં આવ્યો હોવાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. 

    - Advertisement -

    આ મામલે સપ્ટેમ્બર, 2018માં એક કેસ દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી હતી. FIRમાં ભુપિન્દર સિંઘ હુડ્ડા, રોબર્ટ વાડ્રા, રિયલ એસ્ટેટ કંપની DLF, ઓમકારેશ્વર પ્રોપર્ટીઝ, સ્કાયલાઈટ હોસ્પિટાલિટી વગેરેને આરોપી બનાવવામાં આવ્યા છે. મામલો એક જમીન સોદાનો છે. હરિયાણાની ભાજપ સરકારે કેસની તપાસ માટે એક SITની રચના કરી છે, જે મામલે હાલ તપાસ ચાલુ છે. 

    શું છે કેસ? 

    હરિયાણાના ગુરુગ્રામના એક વ્યક્તિએ સપ્ટેમ્બર, 2018માં આ તમામ સામે ફરિયાદ દાખલ કરી હતી, જેના આધારે FIR નોંધાઈ હતી. વર્ષ 2008માં વાડ્રાની ફર્મ સ્કાયલાઈટ હોસ્પિટાલિટીએ ગુરુગ્રામના એક ગામમાં ઓમકારેશ્વર પ્રોપર્ટીઝ પાસેથી જમીન ખરીદી હતી. 3.5 એકર જમીનનો સોદો સાડા સાત કરોડ રૂપિયામાં થયો હતો. ફરિયાદ અનુસાર, આ ડીલમાં મોટી ગડબડ કરવામાં આવી હતી અને હુડ્ડાએ વગ વાપરીને વાડ્રાને ડીલમાં મદદ કરી હતી. 

    આરોપ છે કે ખરીદ્યા બાદ સ્કાયલાઈટ હોસ્પિટાલિટીએ DLFને રૂ. 58 કરોડમાં આ જમીન વેચી દીધી હતી. આરોપો એવા છે કે હુડ્ડાની સરકારે આ ડીલ બદલ DLFને વઝીરાબાદમાં સાડા ત્રણસો એકર જમીન આપી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં