Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટAU નામથી આવ્યા હતા રીયાને 44 કોલ્સ, શું તે આદિત્ય ઉદ્ધવ તો...

    AU નામથી આવ્યા હતા રીયાને 44 કોલ્સ, શું તે આદિત્ય ઉદ્ધવ તો નથી? : લોકસભામાં ગુંજ્યો સુશાંત સિંહ કેસ

    લોકસભામાંથી બહાર આવતાં શેવાલેએ તેમની પ્રેસ કોન્ફરન્સમાં પણ આ વાતનો પુનરોચ્ચાર કર્યો હતો. તેણે કહ્યું, 'સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે જોડાયેલ સત્ય હજુ સુધી લોકો સુધી પહોંચ્યું નથી. પ્રજાના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. તેમને તેમના જવાબો મળવા જોઈએ.

    - Advertisement -

    સુશાંત સિંહ રાજપૂતનો મામલો બુધવારે (21 ડિસેમ્બર) લોકસભામાં ગુંજ્યો હતો.

    શિંદે જૂથના સાંસદ રાહુલ શેવાલેએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે AU નામથી રિયાને 44 કોલ કરવામાં આવ્યા હતા. શું તે નામ ‘આદિત્ય ઉદ્ધવ’ હતું?

    મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે જૂથના સાંસદ રાહુલ શેવાલેએ આજે ​​(21 ડિસેમ્બર, બુધવાર) ઠાકરે જૂથના ધારાસભ્ય આદિત્ય ઠાકરે પર ગંભીર આરોપ લગાવ્યા છે. લોકસભામાં દિવંગત બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુનો મુદ્દો ઉઠાવતા શેવાલેએ કહ્યું કે તેમના મૃત્યુ પહેલા રિયા ચક્રવર્તીને AU નામથી 44 કોલ આવ્યા હતા. શું AU નો અર્થ આદિત્ય ઉદ્ધવ છે? લોકસભામાં આ પ્રશ્ન ઉઠાવ્યા બાદ મહારાષ્ટ્રનું રાજકીય વાતાવરણ ફરી એકવાર ગરમાયું છે. આ સાથેજ તેમણે થોડા વેધક સવાલો પણ કર્યા હતા. રાહુલ શેવાલેએ લોકસભામાં  કહ્યું, ‘શું રિયા ચક્રવર્તીના ફોન કૉલ્સની તપાસ કરવામાં આવી હતી? તે મહારાષ્ટ્રના મહત્વના રાજકારણીઓના સંપર્કમાં હતી, તેમની સાથે મિત્રતા હતી, શું આ સાચું છે?

    - Advertisement -

    લોકસભામાંથી બહાર આવતાં શેવાલેએ તેમની પ્રેસ કોન્ફરન્સમાં પણ આ વાતનો પુનરોચ્ચાર કર્યો હતો. તેણે કહ્યું, ‘સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે જોડાયેલ સત્ય હજુ સુધી લોકો સુધી પહોંચ્યું નથી. પ્રજાના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. તેમને તેમના જવાબો મળવા જોઈએ. NCB દ્વારા રિયા ચક્રવર્તીની પૂછપરછ કરવામાં આવી હતી. ડ્રગ્સ બાબતે પૂછપરછ હાથ ધરાઈ હતી. બિહાર પોલીસ અને ત્યારબાદ સીબીઆઈએ પણ આ મામલે તપાસ કરી હતી. બિહાર પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે સુશાંતના મૃત્યુ પહેલા રિયા ચક્રવર્તીને AUના નામે 44 વખત કોલ આવ્યા હતા.

    આગળ, રાહુલ શેવાલેએ કહ્યું, ‘રિયા ચક્રવર્તીની કાનૂની ટીમે AU નો અર્થ ‘અનન્યા ઉદ્ધવ’ તરીકે સમજાવ્યો. મુંબઈ પોલીસે આ અંગે વધુ કોઈ ખુલાસો કર્યો નથી. પરંતુ બિહાર પોલીસની તપાસમાં AUનો અર્થ આદિત્ય ઉદ્ધવ ઠાકરે હતો. સીબીઆઈએ આ અંગે કોઈ માહિતી આપી નથી. તેથી આ મુદ્દે સત્ય શું છે, તે બહાર આવવું જોઈએ. મેં કેન્દ્રીય ગૃહમંત્રીને આ અપીલ કરી છે. આમ AU નામથી 1-2 નહિ પૂરા 44 ફોન કોલ્સ આવવા એ વીષેનો ખૂલાસો થવો જોઈએ તેવી તેમની માંગણી હતી.

    આદિત્ય ઠાકરે થોડા દિવસો પહેલા બિહારના પ્રવાસે હતા. રાહુલ શેવાલેએ કહ્યું કે આદિત્ય પટનામાં તેજસ્વી યાદવને કેમ મળ્યા? તેનું રહસ્ય ખુલ્લામાં આવવું જોઈએ. આની તપાસ થવી જોઈએ.

     
    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં