Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકર્ણાટકની ગ્રામ્ય સભ્યતાને દર્શાવતી ફિલ્મ ‘કંતારા’નો બીજો ભાગ આવશેઃ ફિલ્મના મુખ્ય કલાકાર...

    કર્ણાટકની ગ્રામ્ય સભ્યતાને દર્શાવતી ફિલ્મ ‘કંતારા’નો બીજો ભાગ આવશેઃ ફિલ્મના મુખ્ય કલાકાર રિષભ શેટ્ટીએ કરી જાહેરાત, કંતારા 2 ફિલ્મનો પૂર્વ ભાગ હશે

    કમાણીની દ્રષ્ટિએ કંતારા ફિલ્મ ફક્ત રૂપિયા 16 કરોડમાં જ બની હતી, તેના અવેજમાં રૂપિયા 450 કરોડની કમાણી કરી છે.

    - Advertisement -

    બોલીવુડની હાલમાં સ્થિતિ કફોડી છે, ત્યારે દક્ષિણ ભારતની ફિલ્મો કમાલ કરી રહી છે. તેવી એક કમાલની ફિલ્મ એટલે કંતારા. કર્ણાટકના એક ગામની આ વાર્તા લોકોને ખુબ પસંદ આવી હતી. જેમાં ગામના લોકોની આસ્થાના વિષયને પણ ખુબ જ સુંદર રીતે દર્શાવ્યું છે. પહેલા આ ફિલ્મ ફક્ત કન્નડ ભાષામાં જ રીલીઝ થઇ હતી. ત્યારબાદ અન્ય ભાષામાં ડબ કરવામાં આવી હતી. હવે આ ફિલ્મને લઈને તેના ચાહકો માટે એક ખુશ ખબર આવી છે. ફિલ્મના લીડ એકટર અને ડીરેક્ટર રિષભ શેટ્ટીએ આ કમાલની ફિલ્મ કંતારાનો બીજો ભાગ બનાવવા માટે જાહેરાત કરી છે. 

    જો કે, રિષભ શેટ્ટીનું કહેવું એ છે કે તમે જે હાલમાં ભાગ જોયો છે તે બીજો ભાગ છે હવે જે ભાગ આવશે તે પહેલો ભાગ હશે અર્થાત હવે જે ફિલ્મ આવશે તે પ્રિક્વલ હશે. કોઈ પણ ફિલ્મનો પ્રિક્વલ ભાગ ત્યારે બનવવામાં આવે જ્યારે ફિલ્મના પત્રોને વધુ ઊંડાણ પૂર્વક દર્શાવવાના હોય છે. આવનારા ભાગમાં આ વિષયને વધુ ઊંડાણ પૂર્વક બતાવવામાં આવશે. વધુમાં તેમનું કહેવું છે કે આ વિષય ખુબ જ સંશોધન માંગી લે તેવો છે. હાલમાં તેઓ ખુબ ઊંડાણ પૂર્વક સંશોધન કરી રહ્યા છે. હમણાં સુધી અડધું જ કામ પૂરું થયું છે. આવતા વર્ષ સુધીમાં આ ફિલ્મ તૈયાર થઇ જશે. 

    કંતારા ફિલ્મે જોરદાર દેખાવ કર્યો હતો. હાલમાં જ તેને 100 દિવસ પુરા કાર્ય છે. કમાણીની દ્રષ્ટિએ આ ફિલ્મ ફક્ત રૂપિયા 16 કરોડમાં જ બની હતી તેના અવેજમાં રૂપિયા 450 કરોડની કમાણી કરી હતી. ઘણા પરિમાણો પર આ ફિલ્મે નવા વિક્રમો સ્થાપ્યા હતા. આ ફિલ્મની વાર્તા પણ રિષભ શેટ્ટીએ જાતે જ લખી હતી, ઉપરાંત ફિલ્મમાં મુખ્ય પાત્રની ભૂમિકા પણ જાતે જ ભજવી હતી. 

    - Advertisement -

    કંતારા 02 ની વાર્તા પણ રિષભ શેટ્ટી જાતે જ લખી રહ્યા છે. તેમનું કહેવું છે આ વિષય લોકોની અસ્થા સાથે પણ જોડાયેલો હોવાથી આ મામલો ગંભીર પણ છે માટે તેને ન્યાય આપવા માટે સંશોધન ખુબ આવશ્યક છે. હાલમાં પણ બીજા ભાગ માટે સંશોધન ચાલુ જ છે. 

    કમાલની ફિલ્મ કંતારાનો લોકોના હૃદયમાં એક ચોક્કસ ભાવ છે માટે તેમાં બીજા ભાગ માટે તેના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં