Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘સેનાનું સન્માન કરતાં શીખો, આ સિનેમા નથી’: એમપીમાં રિચા ચઢ્ઢા સામે કાર્યવાહીની...

    ‘સેનાનું સન્માન કરતાં શીખો, આ સિનેમા નથી’: એમપીમાં રિચા ચઢ્ઢા સામે કાર્યવાહીની તૈયારી, ગૃહમંત્રીએ કહ્યું- શ્રદ્ધાના 35 ટુકડા થઇ ગયા, પણ એક શબ્દ ન નીકળ્યો

    'ટુકડે-ટુક્ડેની માનસિકતાથી પ્રેરિત તમારા નિવેદનથી અનેક રાષ્ટ્રભક્તોને પીડા પહોંચી છે. મારી પાસે ફરિયાદ આવી છે. યોગ્ય કાર્યવાહી કરવાને લઈને અમે કાયદાકીય વિશેષજ્ઞોની સલાહ લઇ રહ્યા છીએ.’

    - Advertisement -

    ભારતીય સેનાને લઈને બૉલીવુડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢાએ કરેલા ટ્વિટને લઈને ચાલતા વિવાદ વચ્ચે અભિનેત્રીની મુશ્કેલી વધારતા સમાચાર સામે આવ્યા છે. જાણવા મળ્યું છે કે, મધ્ય પ્રદેશની શિવરાજસિંહ ચૌહાણ સરકાર તેની સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. આ મામલે રાજ્યના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ જાણકારી આપી છે. 

    એમપીના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ એક ટ્વિટ કરીને કહ્યું કે, ‘રિચા ચઢ્ઢાજી, તમે સેનાનું સન્માન કરતાં શીખો. આ સેના છે, સિનેમા નહીં. ટુકડે-ટુકડેની માનસિકતાથી પ્રેરિત તમારા નિવેદનથી અનેક રાષ્ટ્રભક્તોને પીડા પહોંચી છે. મારી પાસે ફરિયાદ આવી છે. યોગ્ય કાર્યવાહી કરવાને લઈને અમે કાયદાકીય વિશેષજ્ઞોની સલાહ લઇ રહ્યા છીએ.’

    સાથે તેમણે એક વિડીયો પણ પોસ્ટ કર્યો હતો. જેમાં તેઓ કહેતા જોવા મળે છે કે, “રિયલ લાઈફ અને રીલ લાઈફમાં ફેર હોય છે. તમારી સેના પરની ટિપ્પણી દેશના રાષ્ટ્રભક્તોને ઠેસ પહોંચાડનારી છે. ક્યારેક -45 અને -30 તાપમાનમાં રહીને તો જુઓ, ત્યારે તમને સેનાનો શ્રમ અને બલિદાન સમજાશે. તમારા નિવેદનથી અનેક રાષ્ટ્રભક્તોને પીડા પહોંચી છે.”

    - Advertisement -

    શ્રદ્ધા હત્યા કેસનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, “શ્રદ્ધાના 35 ટુકડા થઇ ગયા, પણ તમે એક શબ્દ પણ ન કહ્યો. આ તમારી ટુકડે-ટુકડેની માનસિકતા પ્રદર્શિત કરે છે. કારણ કે જેવું ખાશો અન્ન, તેવું થશે મન. મારી પાસે ફરિયાદ આવી છે. મેં પોલીસને કાયદાકીય વિશેષજ્ઞોની સલાહ લેવા માટે સૂચના આપી છે.”

    ઉલ્લેખનીય છે કે બૉલીવુડ અભિનેત્રી રિચા ચઢ્ઢાએ તાજેતરમાં જ સેનાને લઈને એક વિવાદાસ્પદ ટ્વિટ કર્યું હતું. વાસ્તવમાં નોર્ધન કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીએ પીઓકેને લઈને એક નિવેદન આપતાં કહ્યું હતું કે, જો સરકાર આદેશ આપે તો તેઓ પીઓકે પરત મેળવવા માટે કોઈ પણ સમયે તૈયાર છે. આ નિવેદનને ટાંકીને રિચા ચઢ્ઢાએ કટાક્ષ કર્યો હતો અને લખ્યું હતું- Galwan Says Hi. 

    રિચા ચઢ્ઢાના આ ટ્વિટનો દેશભરમાંથી ખૂબ વિરોધ થયો હતો અને બૉલીવુડમાંથી પણ અનુપમ ખેર, અક્ષય કુમાર વગેરે અભિનેતાઓએ તેની ટીકા કરી હતી. 

    જોકે, ભારે વિવાદ થયા બાદ અભિનેત્રીએ ટ્વિટ ડિલીટ કરી નાંખ્યું હતું અને માફી માંગી લીધી હતી. પરંતુ હવે તેની સામે મધ્ય પરદેશમાં કાયદેસરની કાર્યવાહીની તલવાર લટકી રહી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં