Tuesday, June 25, 2024
More
  હોમપેજદેશગણતંત્ર દિવસના ટેબ્લો પર પણ વિપક્ષનું રાજકારણ: 56માંથી 35 પ્રસ્તાવ નામંજૂર, જાણો...

  ગણતંત્ર દિવસના ટેબ્લો પર પણ વિપક્ષનું રાજકારણ: 56માંથી 35 પ્રસ્તાવ નામંજૂર, જાણો કેમ ખોટા છે કેરળ, બંગાળ અને તમિલનાડુ સાથે ભેદભાવના દાવા

  સમયની અછતને કારણે માત્ર થોડા સૂચનો મંજૂર થઈ શક્યાં. આ વર્ષે રાજ્યો અને કેન્દ્રીય મંત્રાલયો તરફથી મળેલા 56 પ્રસ્તાવોમાંથી 21 વધુ વિચારણા માટે પસંદ કરવામાં આવ્યા છે. કેરળ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ સાથે અન્યાય થઈ રહ્યો છે તેવું કહેવું ખોટું હશે.

  - Advertisement -

  કેન્દ્ર સરકારે વિપક્ષની રાજ્ય સરકારોના એ દાવાને નકારી કાઢ્યા છે જેમાં કહેવામાં આવ્યું હતું કે રાજપથ ખાતે ગણતંત્ર દિવસની પરેડમાંથી તેમની ઝાંકીનો અસ્વીકાર રાજકીય રીતે પ્રેરિત છે. સરકારે મુખ્યમંત્રીઓના તે દાવાઓને રદિયો આપ્યો હતો અને કહ્યું હતું કે આ ઝાંકી અસ્વીકાર કરવાનો નિર્ણય બિન-રાજકીય નિષ્ણાતોની સમિતિ દ્વારા લેવામાં આવ્યો હતો. તેને પ્રાદેશિક ગૌરવ સાથે જોડવો ના જોઈએ.

  કેન્દ્રના સૂત્રોએ કહ્યું, “આ એક ખોટો શિરસ્તો છે, જેને રાજ્યોના મુખ્યમંત્રીઓ દ્વારા એક વસ્તુનિષ્ઠ પ્રક્રિયાના પરિણામને કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના ઘર્ષણના બિંદુ તરીકે ચિત્રિત કરવા માટે અપનાવવામાં આવી રહ્યો છે. તેનાથી દેશના સંઘીય માળખાને નુકસાન થઈ શકે છે. આ મુખ્યમંત્રીઓ પાસે કદાચ કોઈ સકારાત્મક એજન્ડા નહીં હોય, તેથી દર વર્ષે તેમને ખોટી માહિતી હેઠળ એ જ જૂની યુક્તિઓનો સહારો લેવો પડે છે.”

  આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કેરળ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોની ઝાંકી ગણતંત્ર દિવસની પરેડ માટે અસ્વીકાર કરવામાં આવી છે. વિરોધ પક્ષો દ્વારા શાસિત તમામ રાજ્યોએ કેન્દ્ર સરકારની ટીકા કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે આ બધું જાણીજોઈને કરવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં પોતાનો ગુસ્સો અને નિરાશા વ્યક્ત કરી છે.

  - Advertisement -

  મમતા બેનર્જીએ એમ પણ કહ્યું હતું કે તેમના રાજ્યની ઝાંકીને સ્પષ્ટીકરણ વિના નકારી કાઢવામાં આવી હતી. કેરળના કેટલાક નેતાઓએ તેને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલું અપમાન ગણાવ્યું છે. તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિને તેમના પત્રમાં જણાવ્યું હતું કે, તમિલનાડુના અગ્રણી મુક્તિ નાયકોની ઝાંકી સરઘસમાં સામેલ કરવામાં આવી ન હોવાથી તેઓ નિરાશ થયા છે.

  આ મામલે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તાત્કાલિક હસ્તક્ષેપની અપીલ કરી હતી.

  ઝાંકીની પસંદગી પ્રક્રિયા

  હકીકત એ છે કે ઝાંકી કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવતી નથી. તેની પસંદગી માટે સંરક્ષણ મંત્રાલય કલા, સંસ્કૃતિ, ચિત્ર, શિલ્પ, સંગીત, સ્થાપત્ય, નૃત્ય જેવા વિવિધ ક્ષેત્રોના અગ્રણી લોકોનો સમાવેશ કરતી નિષ્ણાત પેનલની નિમણૂક કરે છે. સમિતિ સૂચનો આપતાં પહેલાં પ્રસ્તુતિઓના વિષય, વિચાર, ડિઝાઇન અને દ્રશ્ય પ્રભાવ પર વિચાર કરે છે.

  સમયની અછતને કારણે માત્ર થોડા સૂચનો મંજૂર થઈ શક્યાં. આ વર્ષે રાજ્યો અને કેન્દ્રીય મંત્રાલયો તરફથી મળેલા 56 પ્રસ્તાવોમાંથી 21 વધુ વિચારણા માટે પસંદ કરવામાં આવ્યા છે. કેરળ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ સાથે અન્યાય થઈ રહ્યો છે તેવું કહેવું ખોટું હશે.

  વાસ્તવમાં, નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે 2018 અને 2021માં કેરળની ઝાંકીનો સ્વીકાર કર્યો હતો. એ જ રીતે, તમિલનાડુની ઝાંકી 2016, 2017, 2019, 2020 અને 2021માં સ્વીકારવામાં આવી હતી. પશ્ચિમ બંગાળની ઝાંકી 2016, 2017, 2019 અને 2021માં સ્વીકારવામાં આવી હતી.

  મમતા બેનર્જીએ રાજ્યની ઝાંકી અસ્વીકાર કરવા બદલ કેન્દ્ર પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝનું અપમાન કરવાનો આરોપ પણ લગાવ્યો છે. જોકે, મીડિયા રિપોર્ટ્સ કહી રહ્યા છે કે આ વર્ષની ઝાંકી નેતાજીને કેન્દ્ર સરકારના સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ વિભાગમાં થીમ તરીકે સામેલ કરવામાં આવ્યા છે. તેથ બંગાળ સરકાર દ્વારા લગાવવામાં આવતા નેતાજીના અપમાન વિશેના આરોપોનો કોઈ સવાલ જ પેદા નથી થતો.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં