Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનીતા અંબાણીનું રિલાયન્સ બોર્ડમાંથી રાજીનામું, ગણેશ ચતુર્થી પર લૉન્ચ થશે ‘Jio AirFiber’:...

    નીતા અંબાણીનું રિલાયન્સ બોર્ડમાંથી રાજીનામું, ગણેશ ચતુર્થી પર લૉન્ચ થશે ‘Jio AirFiber’: AGMમાં મુકેશ અંબાણીએ કહ્યું- દર મહિને વપરાય છે 1100 કરોડ GB જિઓ ડેટા

    રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ વાર્ષિક સામાન્ય સભામાં આગામી આધુનિક સેવાઓ અંગે મોટી જાહેરાતો કરી હતી. જેમાં ઇલેક્ટ્રોનિક આઇટમ્સ, નેટવર્કિંગ, OTT પ્લેટફોર્મ, ડિજિટલાઇઝેશન અને AIને લગતી ઘોષણાઓ સામેલ છે.

    - Advertisement -

    સોમવારે (28 ઓગસ્ટ, 2023) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની 46મી એન્યુઅલ જનરલ મિટિંગ (AGM) યોજાઈ હતી. જેમાં ચેરમેન મુકેશ અંબાણીએ કેટલીક અગત્યની જાહેરાતો કરી હતી. બીજી તરફ, તેમનાં પત્ની નીતા અંબાણીએ બોર્ડમાંથી રાજીનામું આપવાની ઘોષણા કરી હતી. જોકે તેઓ રિલાયન્સ ફાઉન્ડેશનાં અધ્યક્ષ તરીકે કાર્યરત રહેશે.

    રિપોર્ટ અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ વાર્ષિક સામાન્ય સભામાં આગામી આધુનિક સેવાઓ અંગે મોટી જાહેરાતો કરી હતી. જેમાં ઇલેક્ટ્રોનિક આઇટમ્સ, નેટવર્કિંગ, OTT પ્લેટફોર્મ, ડિજિટલાઇઝેશન અને AIને લગતી ઘોષણાઓ સામેલ છે. બીજી તરફ મુકેશ અંબાણીએ તેમના પુત્ર આકાશ અને અનંત-ઈશાને બોર્ડમાં સામેલ કર્યાં. મિટિંગમાં એ પણ જણાવવામાં આવ્યું કે, મુકેશ અંબાણી આગામી 5 વર્ષ સુધી રિલાયન્સના ચેરમેન તરીકે કાર્યરત રહેશે.

    નોંધનીય છે કે, મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના આગામી 5 વર્ષ સુધી ચેરમેન તરીકે કાર્ય કરવાની તેમણે સ્પષ્ટતા કરી હતી. આ સિવાય આકાશ-ઈશા અને અનંતને યોગ્ય માર્ગદર્શન આપવું તે તેમની જવાબદારી હોવાનું જણાવ્યું હતું. તેમણે 3 પેઢી જૂના 2G નેટવર્ક મુક્ત ભારતનો ઈરાદો હોવાનું જણાવ્યું હતું. સાથે ઉમેર્યું કે, ભારતમાં હજુ પણ 250 મિલિયન યુઝર્સ 2G નેટવર્કનો ઉપયોગ કરી રહ્યા છે. આ તમામ વપરાશકર્તાઓને 4G પર લાવવા માટે તેઓ સસ્તા બજેટનો Jio Bharat ફોન લૉન્ચ કરવા જઈ રહ્યા છે. જેની કિંમત માત્ર ₹999 નક્કી કરવામાં આવી છે.

    - Advertisement -

    આ સિવાય રિલાયન્સ સામાન્ય બજેટમાં પોસાય તેવા Jio Cloud PC માટે Google અને HP સાથે ભાગીદારી કરી હોવાનું જણાવ્યું હતું. આ સિવાય અલગ-અલગ ડેવલોપર પ્લેટફોર્મ જેવા કે, નેટવર્ક સ્લાઈસિંગ, એજ કમ્પ્યુટિંગ, સર્વિસ ઓર્કેસ્ટ્રેશન , ઈમર્સિવ અનુભવ, લો લટન્સી એપ્લિકેશન અને પાર્ટનર એપ્લિકેશન્સ ઈકોસીસ્ટમ જેવા લૉન્ચ થવાના છે. મુકેશ અંબાણીએ કહ્યું કે, “Jio પ્લેટફોર્મ આગામી સમયમાં વિશિષ્ટ AI મોડલ્સ વિકસાવવા માંગે છે. જેનાથી ભારતને પણ ફાયદો થશે. ટેલિકોમની જેમ અમે AIને પણ દેશના દરેક ખૂણાઓ સુધી પહોંચાડવા માંગીએ છીએ.”

    અંબાણીએ ઉમેર્યું કે, ગણેશચતુર્થીના દિવસે (19 સપ્ટેમ્બર, 2023) Jio Air Fiber લૉન્ચ કરવામાં આવશે. આ વાયરલેસ ટેક્નોલોજી દ્વારા લોકોને ઘર અને ઓફિસ સુધી 5G નેટવર્કની સાથે વાયરલેસ બ્રોડબેન્ડ સેવા મળશે. જેને અત્યારની સૌથી આધુનિક વાયરલેસ ટેક્નોલોજી તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય આગામી 3 વર્ષમાં જિયો એર ફાઈબરને અંદાજે 200 મિલિયન ઘરો સુધી પહોંચાડવાનું તેમને જણાવ્યું હતું. આ સિવાય હવે વીમા ક્ષેત્રે Jio Finની પણ એન્ટ્રી થવાની છે. મુકેશ અંબાણીએ Jio Financial Services અંગે જણાવ્યું હતું કે, તેના માટે વૈશ્વિક નેતૃત્વ સાથે ભાગીદારી કરવામાં આવશે. તેમણે લગભગ 142 કરોડ ભારતીયો સુધી નાણાકીય સેવાઓ પૂરી પાડવાનું જણાવ્યું હતું.

    ઉલ્લેખનીય છે કે, ગ્રીન એનર્જી વિકસાવી નેટ કાર્બન ઝીરોના લક્ષ્ય સુધી પહોંચવા અંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કામ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ સિવાય Jio Bharat હવે સરકારી સમર્થન મેળવી UPIને સપોર્ટ કરવાનું પણ કામ કરશે. અંબાણીએ Jio નેટવર્ક ભારતમાં ટેક્નોલોજી ક્રાંતિ લાવી હોવાનું ઉમેર્યું હતું. આ સાથે ડિસેમ્બર, 2023 સુધીમાં દેશભરમાં 5G નેટવર્ક શરૂ કરવાનું લક્ષ્ય હોવાનું જણાવ્યું હતું.

    46મી વાર્ષિક બેઠકમાં અંબાણીએ જણાવ્યું હતું કે, રિલાયન્સની નિકાસ 33.4% વધીને ₹3.40 લાખ કરોડ થઈ ગઈ છે. જે ભારતના કુલ વેપારીઓ દ્વારા કરવામાં આવતી નિકાસના 9.3% છે, જે દર પહેલાં 8.4% હતો. તેમણે કહ્યું કે, Jio દ્વારા પ્રતિદિન દરેક વ્યક્તિ સરેરાશ 25 GB ડેટાનો વપરાશ કરી રહ્યો છે. જેથી દર મહિને 1100 કરોડ GB ડેટા લોકો ઇન્ટરનેટના માધ્યમથી વાપરી રહ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં