Friday, November 22, 2024
More
    હોમપેજદેશPM સૂર્યઘર નિઃશુલ્ક વીજળી યોજના માટે રજિસ્ટ્રેશન શરૂ: ઘર પર સોલાર પેનલ...

    PM સૂર્યઘર નિઃશુલ્ક વીજળી યોજના માટે રજિસ્ટ્રેશન શરૂ: ઘર પર સોલાર પેનલ લગાવવા માટે કઈ રીતે અપ્લાય કરવું, કેટલી મળશે સબસિડી- તમામ વિગતો જાણો

    આ યોજના હેઠળ લાભાર્થીઓને 300 યુનિટ સુધી વીજળી ફ્રી મળશે. આખી યોજના માટે મોદી સરકાર 75 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરી રહી છે. જેમાંથી લાભાર્થીઓને સબસિડી અપાશે. કુલ 1 કરોડ પરિવારોને યોજનામાં આવરી લેવાનું લક્ષ્યાંક છે.

    - Advertisement -

    તાજેતરમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પીએમ સૂર્યઘર યોજનાને મંજૂરી આપી હતી. આ યોજના હેઠળ દેશનાં 1 કરોડ ઘરો પર સોલાર પેનલ સિસ્ટમ લગાવવાનું સરકારનું લક્ષ્યાંક છે. PM મોદીએ 22 જાન્યુઆરીએ તેની ઘોષણા કરી હતી અને તાજેતરમાં જ કૅબિનેટે તેને સત્તાવાર મંજૂરી પણ આપી દીધી હતી. હવે પીએમ સૂર્યઘર યોજના માટે રજિસ્ટ્રેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. 

    આ પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ લાભાર્થીઓને 300 યુનિટ સુધી વીજળી ફ્રી મળશે. આખી યોજના માટે મોદી સરકાર 75 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરી રહી છે. જેમાંથી લાભાર્થીઓને સબસિડી અપાશે. કુલ 1 કરોડ પરિવારોને યોજનામાં આવરી લેવાનું લક્ષ્યાંક છે. આ સ્કીમ હેઠળ લાભાર્થીના ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે સબસિડી આપવામાં આવશે. આ યોજના હેઠળ રજિસ્ટ્રેશન માટેની શું પ્રક્રિયા છે અને કોણ તેનો લાભ લઇ શકશે તેની સંપૂર્ણ વિગતો જાણીએ. 

    કોણ આ યોજનાનો લાભ લઇ શકે? 

    1 માર્ચ, 2024ના રોજ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ આપેલી જાણકારી અનુસાર PM સૂર્યઘર મફત વીજળી યોજના માટે લાભાર્થી પાસે આ લાયકાતો હોવી જોઈએ. 

    - Advertisement -
    1. ભારતનો નાગરિક હોવો જોઈએ.
    2. ઘરની માલિકી અને સોલાર પેનલ લગાવવા માટે વ્યવસ્થિત અને ટકાઉ છત.
    3. વેલિડ વીજ કનેક્શન.
    4. અગાઉ સોલાર પેનલ માટે કોઇ સબસિડી મેળવેલી હોવી ન જોઈએ. 

    કઈ રીતે અપ્લાય કરવું? 

    -સૌપ્રથમ કેન્દ્ર સરકારના પોર્ટલ https://pmsuryaghar.gov.in/ પર જઈને રાજ્ય અને ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની સિલેક્ટ કરીને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને વીજ ગ્રાહક નંબર, મોબાઈલ નંબર અને ઇમેઇલ એડ્રેસ જેવી વિગતો નાખવાની રહેશે.

    -ગ્રાહક નંબર અને મોબાઈલ નંબરથી લૉગ-ઇન કર્યા બાદ ફોર્મ અનુસાર રૂફટોપ સોલાર માટે અપ્લાય કરવું. 

    -એક વખત મંજૂરી મળી ગયા બાદ કોઇ પણ રજિસ્ટર્ડ વેન્ડર પાસે પ્લાન્ટ ઇન્સ્ટોલ કરાવવો. 

    -પ્લાન્ટ ઇન્સ્ટોલ થઈ ગયા બાદ પ્લાન્ટની વિગતો નાખીને નેટ મીટર માટે અપ્લાય કરવું. 

    -નેટ મીટર ઇન્સ્ટોલ થઈ ગયા બાદ અને DISCOM (ડિસ્ટ્રિબ્યુશન કંપની) દ્વારા ઈન્સ્પેક્શન થઈ ગયા બાદ પોર્ટલ પરથી એક કમિશનિંગ સર્ટિફિકેટ જનરેટ થશે. 

    -આ સર્ટિફિકેટ મેળવી લીધા બાદ પોર્ટલ પર બેન્ક અકાઉન્ટની વિગતો અને કેન્સલ ચેક રજૂ કરવાનો રહેશે. 

    -ત્યારબાદ 30 દિવસમાં બેન્ક ખાતામાં સબસિડીની રકમ મળી જશે.

    કયા પ્લાન્ટ પર કેટલી સબસિડી મળશે? 

    જાણવા મળ્યા અનુસાર, આ યોજના હેઠળ 1 KW સિસ્ટમ માટે ₹30,000, 2 KW સિસ્ટમ માટે ₹60,000 અને 3 KW કે તેથી વધુની સિસ્ટમ માટે ₹78,000 સબસિડી આપવામાં આવશે. 

    નોંધવું જોઈએ કે આ યોજના હેઠળ ઑફલાઇન રજિસ્ટ્રેશન પણ કરી શકાશે. આ માટે નજીકની પોસ્ટ ઑફિસની મુલાકાત લેવાની રહેશે. ઇન્ડિયા પોસ્ટે આ યોજનાને પ્રોત્સાહન આપવા માટે કહ્યું છે કે લોકો પોસ્ટ ઑફિસના માધ્યમથી પણ રજિસ્ટ્રેશન કરાવી શકશે અને સબસિડી વિશે જાણકારી મેળવી શકશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં