Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમેરિકા, બ્રિટન, ફ્રાન્સ સહિતના દેશો પર મંદીનું મોટું જોખમ, એકમાત્ર ભારતમાં શક્યતા...

    અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ સહિતના દેશો પર મંદીનું મોટું જોખમ, એકમાત્ર ભારતમાં શક્યતા ઝીરો ટકા: જાણો શું કહે છે તાજેતરના આંકડા

    માત્ર અમેરિકા જ નહીં, પણ યુરોપના ઘણા મોટા દેશો મંદીના ભય હેઠળ જીવી રહ્યા છે. ફ્રાન્સ, ઇટલી, જર્મની, દક્ષિણ કોરિયા, રશિયા, ઓસ્ટ્રેલિયા, જાપાન, કેનેડા જેવા દેશોમાં મંદીનો ભય વધી ગયો છે.

    - Advertisement -

    વૈશ્વિક સ્તરે મંદીની આશંકાને કારણે મોટાભાગના દેશોની અર્થવ્યવસ્થામાં ઉથલપાથલ સર્જાઈ છે. મંદીના પ્રભાવ હેઠળ અનેક કંપનીઓ બંધ થઈ ચૂકી છે તેમજ બેન્કિંગ સેક્ટર પર તેની વિપરીત અસર થઈ છે. આઈટી સેક્ટરમાં પણ મોટાભાગની કંપનીઓએ કર્મચારીઓની હકાલપટ્ટી કરી છે. આ દરમિયાન એક એવો ડેટા સામે આવ્યો છે જેણે અન્ય દેશો માટે ચિંતાનો માહોલ સર્જ્યો છે. અમેરિકા, બ્રિટન, ન્યુઝીલેન્ડ અને કેનેડા જેવા દેશોમાં ભારે મંદીનું અનુમાન છે. પરંતુ ભારત આમાંથી બાકાત છે.

    વૈશ્વિક સ્તરે મંદીની વાત કરીએ તો અમેરિકામાં છેલ્લા બે મહિનામાં ત્રણ મોટી બેંકો પડી ભાંગી છે એટલે દેશમાં નાણાંકીય સંકટ સર્જાઈ શકે છે. અમેરિકાના નાણામંત્રીએ ચેતવણી આપી છે કે જો 1 જૂન સુધીમાં દેવાની મર્યાદા વધારવામાં નહીં આવે તો અમેરિકા તેના ઇતિહાસમાં પ્રથમ વખત ડિફોલ્ટ જાહેર થશે. માત્ર અમેરિકા જ નહીં, પણ યુરોપના ઘણા મોટા દેશો મંદીના ભય હેઠળ જીવી રહ્યા છે. ફ્રાન્સ, ઇટલી, જર્મની, દક્ષિણ કોરિયા, રશિયા, ઓસ્ટ્રેલિયા, જાપાન, કેનેડા જેવા દેશોમાં મંદીનો ભય વધી ગયો છે. જોકે, રાહત અપાવનારા સમાચાર એ છે કે ભારતમાં મંદીની કોઈ શક્યતા નથી.

    ભારત એકમાત્ર દેશ જ્યાં મંદીની કોઈ અસર નહીં થાય

    વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ અનુસાર, મોટા દેશોમાં ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં મંદીની શક્યતા શૂન્ય ટકા છે. તાજેતરના ડેટા પરથી એ અંદાજો લગાવી શકાય છે કે ભારતની અર્થવ્યવસ્થા વેગ પકડી રહી છે.  IMFના ડેટા અનુસાર, આ વર્ષે પણ ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની સૌથી ઝડપી વિકસતી અર્થવ્યવસ્થા બનશે. ઉલ્લેખનીય છે કે, એપ્રિલમાં જીએસટી કલેક્શનના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. તો મેન્યુફેકચરિંગ પીએમઆઈ પણ ચાર મહિનાના ઉચ્ચ સ્તરે છે. એટલે જ્યાં અન્ય દેશો મંદીના ભયમાં જીવી રહ્યા છે, ત્યારે ભારત આ મામલે નિરાંતનો શ્વાસ લેશે.

    - Advertisement -

    સૌથી વધુ મંદીની અસર આ ત્રણ દેશોમાં થશે

    વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સના ડેટા અનુસાર, સૌથી વધુ મંદીની અસર બ્રિટનમાં જોવા મળે તેવી શક્યતા છે. અહીં મંદી 75% રહેવાનું અનુમાન છે. મોંઘવારીના કારણે દેશની અર્થવ્યવસ્થામાં ઘણી ઉથલપાથલ જોવા મળી છે. ત્યારબાદ બીજા નંબરે ન્યુઝીલેન્ડ છે, જ્યાં મંદીની અસર 70% રહેવાની શક્યતા છે. અમેરિકા આ મામલે ત્રીજા ક્રમે રહેશે. અહીં મંદીની અસર 65% હોવાની શક્યતા છે.

    જર્મની, ઇટલી અને કેનેડામાં મંદીની અસર 60% રહેશે

    ફ્રાન્સમાં અનેક કંપનીઓ આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે એટલે દેશમાં મંદીની 50% શક્યતા છે. તો જર્મની, ઇટલી અને કેનેડામાં મંદીની અસર 60% હોવાનું અનુમાન છે. તેવી જ રીતે દક્ષિણ આફ્રિકામાં 45%, ઓસ્ટ્રેલિયામાં 40%, રશિયામાં 37.5%, જાપાનમાં 35%, દક્ષિણ કોરિયામાં 30% અને મેક્સિકોમાં 27.5% મંદીની ધારણા છે. સ્પેનમાં મંદીની શક્યતા 25%, સ્વિટ્ઝર્લેન્ડમાં 20%અને બ્રાઝિલમાં 15% છે. વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીનમાં 12.5% મંદી રહેવાની શક્યતા છે. તો સાઉદી અરેબિયામાં 5% અને ઇન્ડોનેશિયામાં માત્ર 2% મંદીનું અનુમાન છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં