Monday, September 9, 2024
More
    હોમપેજદેશ‘રિબિલ્ડ બાબરી મસ્જિદ’: રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં માહોલ બગાડવાનો પ્રયાસ, JNUની...

    ‘રિબિલ્ડ બાબરી મસ્જિદ’: રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં માહોલ બગાડવાનો પ્રયાસ, JNUની દીવાલો પર લખાયા વિવાદાસ્પદ નારા

    JNUના ભાષા વિભાગની દીવાલો પર આ નારા ચીતરવામાં આવ્યા છે. જેના ફોટા ગુરુવારે (29 ડિસેમ્બર) વાયરલ થયા. જેમાં લાલ રંગની સ્યાહીથી ‘Rebuild Babri Masjid’ (બાબરી મસ્જિદનું નિર્માણ ફરી કરો) લખવામાં આવ્યું છે. નીચે ‘6 ડિસેમ્બર’ લખવામાં આવ્યું છે.

    - Advertisement -

    ભૂતકાળમાં પણ અનેક વખત વિવાદોમાં સપડાઇ ચૂકેલી દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) ફરી વિવાદમાં આવી છે. આ વખતે અહીંની દીવાલો પર ‘બાબરી મસ્જિદ ફરી બનાવવાની માંગ’ સાથે નારા ચીતરવામાં આવ્યા છે. આ કારસ્તાન એવા સમયે કરવામાં આવ્યું, જ્યારે દેશ અયોધ્યા સ્થિત ભવ્ય રામ મંદિરમાં ભગવાન શ્રીરામના બિરાજમાન થવાની રાહ જોઈ રહ્યો છે. 

    રિપોર્ટ્સ અનુસાર, JNUના ભાષા વિભાગની દીવાલો પર આ નારા ચીતરવામાં આવ્યા છે. જેના ફોટા ગુરુવારે (29 ડિસેમ્બર) વાયરલ થયા. જેમાં લાલ રંગની સ્યાહીથી ‘Rebuild Babri Masjid’ (બાબરી મસ્જિદનું નિર્માણ ફરી કરો) લખવામાં આવ્યું છે. નીચે ‘6 ડિસેમ્બર’ લખવામાં આવ્યું છે. આ એ જ દિવસ હતો જ્યારે 1992માં બાબરી ઢાંચો તોડી પાડવામાં આવ્યો હતો. તેની બાજુમાં કાળા રંગના અક્ષરથી NSUI લખેલું જોવા મળે છે. નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇન્ડિયા કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ છે. 

    જોકે, NSUIએ કોઇ પણ પ્રકારની સંડોવણીનો ઇનકાર કરી દીધો છે અને કહ્યું છે કે કાળા રંગે સંગઠનનું નામ પહેલેથી જ લખવામાં આવ્યું હતું અને તેની ઉપર આ બાબરી મસ્જિદના નારા લખવામાં આવ્યા હતા. સંગઠને એવો પણ દાવો કાર્યો કે તેમને બદનામ કરવા માટે આ કરવામાં આવ્યું છે અને પ્રશાસન સમક્ષ કડક તપાસ અને કાર્યવાહીની માંગ કરી છે. 

    - Advertisement -

    બીજી તરફ, JNUના ચીફ સિક્યુરિટી ઓફિસર નવીન યાદવે કહ્યું છે કે તેઓ આ બનાવ બાબતે અજાણ છે. તેમણે કહ્યું કે, થોડા સમય પહેલાં એક જાતિ વિરુદ્ધ પણ નારા ચીતરવામાં આવ્યા હતા, પરંતુ કોઇ તપાસ કરવામાં નહીં આવે અને JNU વાઇસ ચાન્સેલર અને રજિસ્ટ્રાર તરફથી પણ કોઇ ત્વરિત પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી. 

    અગાઉ પણ બની ચૂકી છે આવી ઘટનાઓ

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ JNUમાં આવી ઘટનાઓ બની ચૂકી છે. ગત ઓક્ટોબર મહિનામાં અહીંની દીવાલો પર ‘ભગવા જલેગા’; ‘ફ્રી કાશ્મીર’; ‘તેરી કબ્ર ખુદેગી’ અને ‘અલ્લાહુ અખબાર’ જેવા નારા ચીતરવામાં આવ્યા હતા. પીએમ મોદી વિરુદ્ધ પણ નારા લખવામાં આવ્યા હતા. તે પહેલાં ડિસેમ્બર, 2022માં બ્રાહ્મણો વિરુદ્ધ નારા લખવામાં આવ્યા હતા. 

    બે-ત્રણ વખત આ પ્રકરારના બનાવો બન્યા બાદ JNUમાં આ પ્રકારના વિવાદિત નારા લખવા બદલ ₹10,000નો દંડ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ તાજેતરના કિસ્સામાં ભાષા વિભાગ પાસે કોઇ CCTV કેમેરા નથી, જેથી આ કારસ્તાન કોણે કર્યું તે જાણવું કઠિન છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં