વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ ઉદ્યોગપતિ રતન ટાટાને મોટી જવાબદારી સોંપી છે. તેમને ‘PM Cares’ ફંડના ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે. ટ્રસ્ટની તાજેતરમાં મળેલી બેઠકમાં પણ તેઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ પણ હાજર હતા. તેમની સાથે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ કેટી થોમસ અને લોકસભાના પૂર્વ ડેપ્યુટી સ્પીકર કારિયા મુંડાને પણ પીએમ કેર્સ ફંડના ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે.
‘PM CARES’ ફંડની સલાહકાર સમિતિમાં દેશના અન્ય ઘણા પ્રતિષ્ઠિત વ્યક્તિઓની પણ નિમણૂક કરવામાં આવી છે. ભૂતપૂર્વ CAG રાજીવ મેહર્ષિ, ઈન્ફોસિસ ફાઉન્ડેશનના ભૂતપૂર્વ ચેયરપર્સન સુધા મૂર્તિ, ઈન્ડીકોર્પ્સ અને પિરામલ ફાઉન્ડેશનના ભૂતપૂર્વ CEO આનંદ શાહને પણ સલાહકાર બોર્ડમાં નામાંકિત કરવામાં આવ્યા છે . મંગળવારે (20 સપ્ટેમ્બર, 2022) વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ટ્રસ્ટની બેઠક પણ યોજાઈ હતી.
#JustIn | #PM Modi (@PMOIndia) chairs meeting of Board of Trustees of PM CARES Fund. Justice KT Thomas, Karia Munda, Ratan Tata, Join as Trustees#PMCARES #PMModi pic.twitter.com/nuGNOA2Hga
— CNBC-TV18 (@CNBCTV18Live) September 21, 2022
આ બેઠકમાં નવા ચૂંટાયેલા સભ્યોએ પણ ભાગ લીધો હતો. વડાપ્રધાને આ દરમિયાન નવા ટ્રસ્ટીઓનું સ્વાગત કર્યું હતું. આ ફંડ 2020 માં કોરોના વાયરસ મહામારી દરમિયાન લોકોને મદદ કરવા માટે બનાવવામાં આવ્યું હતું. આ ટ્રસ્ટ આપાતકાલીન રાહત તરીકે કામ કરે છે. રતન ટાટા તેમની કમાણીનો મોટો હિસ્સો દાનમાં આપવા માટે જાણીતા છે અને તેમના વિશે એવું પણ કહેવાય છે કે તેઓ તેમના કર્મચારીઓનું પણ ખૂબ ધ્યાન રાખે છે. કોંગ્રેસ પાર્ટીએ પીએમ કેર્સ ફંડ ટ્રસ્ટ પર સવાલ ઉઠાવ્યા હતા.
નોંધનીય છે કે PM-Cares ફંડે કોરોના રસી અભિયાનના પ્રથમ તબક્કામાં 2200 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું હતું. આ રસીકરણના પ્રથમ તબક્કાના ખર્ચના 80 ટકાથી વધુ હતું. તેની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની અંગત બચતમાંથી પીએમ કેર ફંડમાં 2.25 લાખ રૂપિયા દાન કરીને કરી હતી . કોંગ્રેસ પાર્ટીએ 11 મેના રોજ એક ટ્વિટ કર્યું હતું, જેમાં પીએમ કેર્સ ફંડ વિશે ખોટી માહિતી આપવામાં આવી હતી, ત્યારબાદ કોંગ્રેસ વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી.