Wednesday, November 13, 2024
More
    હોમપેજદેશશાહબાદ ડેરી કેસ: હિંદુ કિશોરીની હત્યા પહેલાં થયું હતું દુષ્કર્મ- FSL રિપોર્ટમાં...

    શાહબાદ ડેરી કેસ: હિંદુ કિશોરીની હત્યા પહેલાં થયું હતું દુષ્કર્મ- FSL રિપોર્ટમાં સામે આવ્યું હોવાના અહેવાલ; હત્યા મામલે આરોપી સાહિલની થઇ હતી ધરપકડ

    પોલીસે પહેલાં આ મામલે માત્ર હત્યાનો ગુનો નોંધ્યો હતો પણ રિપોર્ટ સામે આવતા FIRમાં સુધારો કરી POCSO, છેડછાડની કલમો ઉમેરી કાર્યવાહી હાથ ધરી છે.

    - Advertisement -

    થોડા સમય પહેલાં રાજધાની દિલ્હીમાં એક 16 વર્ષીય હિંદુ કિશોરીની સાહિલ નામના શખ્સ દ્વારા સરાજાહેર હત્યા કરી નાખવામાં આવી હતી. તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે 20 વર્ષીય આરોપી મહોમ્મદ સાહિલની 28 મે, 2023ના રોજ ઉત્તરપ્રદેશના બુલંદશહેરથી ધરપકડ કરી લીધી હતી. હવે મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે, FSL રિપોર્ટમાં એ ખુલાસો થયો કે કિશોરીની હત્યા પહેલાં તેની સાથે દુષ્કર્મ પણ થયું હતું. રિપોર્ટને ધ્યાને લઈને પોલીસે FIRમાં રેપની કલમ જોડી હતી. હાલમાં પોલીસ આરોપીની તપાસ કરી રહી છે.

    અહેવાલોના જણાવ્યા અનુસાર, ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કર્યા બાદ પોલીસે આ મામલે કોર્ટમાં ચાર્જશીટ પણ રજૂ કરી હતી. પછીથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને FSL (ફોરેન્સિક સાયન્સ લેબ) રિપોર્ટ પણ મંગાવવામાં આવ્યા હતા. FSLના આ રિપોર્ટમાં સામે આવ્યું કે કિશોરીની હત્યા કર્યા પહેલાં તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર, કિશોરીના ગુપ્તાંગ પર વીર્યના અંશ મળ્યા હતા. શરીર પર 34 ઇજાઓનાં નિશાન હતાં અને તેની ખોપરી પણ ફાટી ગઈ હતી. પોલીસે પહેલાં આ મામલે માત્ર હત્યાનો ગુનો નોંધ્યો હતો પણ FSL રિપોર્ટ સામે આવતાં FIRમાં સુધારો કરી POCSO, છેડતીની કલમો ઉમેરી કાર્યવાહી હાથ ધરી છે.

    શું હતી સમગ્ર ઘટના?

    ઉલ્લેખનીય છે કે ગત 28 મે, 2023ના રોજ આ ઘટના બનવા પામી હતી. ઉત્તર દિલ્હીમાં સ્થિત શાહબાદ ડેરી વિસ્તારમાં મોહમ્મદ સાહિલ નામના યુવકે હેવાનિયતની બધી હદ પાર કરી એક હિંદુ કિશોરીની ઉપરાછાપરી છરીના 20 ઘા ઝીંકીને હત્યા કરી દીધી હતી. વીડિયોમાં આરોપી સરાજાહેર છરીના ઘા ઝીંકતો જોવા મળે છે અને આસપાસથી લોકો પસાર થતા જોવા મળે છે.

    - Advertisement -

    ઘટના એવી હતી કે આરોપી મોહમ્મદ સાહિલે 16 વર્ષીય હિંદુ કિશોરી પર છરીના ઉપરાછાપરી 20 ઘા મારીને નિર્દયતાથી હત્યા કરી હતી, છરીના ઘા માર્યા બાદ કિશોરી જમીન પર ઢળી પડી હતી. ત્યારબાદ આરોપી સાહિલે તેના પર પથ્થર ફેંકીને માર્યો હતો. આ બાદ તે કિશોરીને લાત મારીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના સાંકડી ગલીમાં લગાવેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ ઘટનાનો 90 સેકન્ડનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો, જેમાં આરોપી જાનવરની જેમ કિશોરી પર હુમલો કરતો જોવા મળ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં