Friday, September 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશ્રીલંકાને મળ્યા નવા રાષ્ટ્રપતિ, સંસદે રાનિલ વિક્રમસિંઘેને સોંપી કમાન: પરંતુ આ બાદ...

    શ્રીલંકાને મળ્યા નવા રાષ્ટ્રપતિ, સંસદે રાનિલ વિક્રમસિંઘેને સોંપી કમાન: પરંતુ આ બાદ પણ શ્રીલંકામાં સ્થિતિ સુધારવાની શક્યતા નહિવત

    કોલંબોથી આવતા અહેવાલ અનુસાર, સંસદ દ્વારા વિક્રમસિંઘે નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ પણ વ્યાપક અશાંતિની અપેક્ષા છે, કેમ કે તે શક્તિશાળી રાજપક્ષે પરિવાર સાથે નજીકથી જોડાયેલા છે.

    - Advertisement -

    શ્રીલંકાના છ વખતના વડા પ્રધાન રાનીલ વિક્રમસિંઘે બુધવારે નિર્ણાયક રીતે ગોટાબાયા રાજપક્ષેના સ્થાને શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા, જેમણે કટોકટીગ્રસ્ત દેશમાંથી ભાગી ગયા હતા અને ગયા અઠવાડિયે રાજીનામું આપ્યું હતું. શ્રીલંકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેના જણાવ્યા અનુસાર દેશ મુશ્કેલ સ્થિતિમાં છે અને તેમની આગળ નોંધપાત્ર મુશ્કેલીઓ છે.

    ત્રિકોણીય સંસદીય મતદાનમાં વિક્રમસિંઘેને 134 મત મળ્યા, જેમાં તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી દુલ્લાસ અલાહાપેરુમાને 82 અને સમાજવાદી ઉમેદવાર અનુરા દિસાનાયકેને માત્ર ત્રણ મત મળ્યા હતા. આમ તેમને પ્રથમ પસંદગીઓ પર જબરજસ્ત બહુમતી મળી હતી.

    આગામી રાષ્ટ્રપતિને રાજપક્ષેનો કાર્યકાળ પૂર્ણ કરવાની સત્તા આપવામાં આવશે, જે નવેમ્બર 2024 માં સમાપ્ત થાય છે. શ્રીલંકાની સંસદે 44 વર્ષમાં પ્રથમ વખત સીધી રીતે રાષ્ટ્રપતિની પસંદગી કરી. મોટા ભાગના રાષ્ટ્રપતિઓ 1982, 1988, 1994, 1999, 2005, 2010, 2015 અને 2019 માં રાષ્ટ્રપતિની ચૂંટણીઓમાં લોકપ્રિય મત દ્વારા ચૂંટાયા હતા.

    - Advertisement -

    રાનિલ વિક્રમસિંઘેનો સત્તામાં ઉદય અસાધારણ રહ્યો છે. તેઓ અગાઉ બે વખત રાષ્ટ્રપતિ પદ માટે અસફળ રહ્યા હતા, પરંતુ યુનાઈટેડ નેશનલ પાર્ટીના વડા તરીકે માત્ર એક જ બેઠક ધરાવતા હોવા છતાં, તેમને સંસદસભ્યોમાં પૂરતા મત મળ્યા હતા. વિક્રમસિંઘે તાજેતરમાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથે પણ વાટાઘાટો કરી છે અને ભારત જેવા મહત્વના દાતા દેશો સાથે કામ કરી રહ્યા છે.

    નવા રાષ્ટ્રપતિનું પહેલું સંબોધન

    સંસદને સંબોધતા, શ્રીલંકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ વિક્રમસિંઘેએ “આગળના માર્ગે આગળ વધવા” માટે એકતા માટે હાકલ કરી છે. છ વખતના વડા પ્રધાને અન્ય ઉમેદવારો તેમજ વિપક્ષોને દેશની કટોકટીનો સામનો કરવા સાથે મળીને કામ કરવા હાકલ કરી હતી.

    “આર્થિક રીતે દેશની સ્થિતિ કેટલી ખરાબ છે તે કહેવું જરૂરી નથી,” તેમણે કહ્યું. “આપણે આગળ વધવા માટે એક નવો પ્રોગ્રામ શરૂ કરવો પડશે. હવે હું દરેકને આપણા આગળના માર્ગ માટે ચર્ચા કરવા માટે સાથે જોડાવા વિનંતી કરું છું,” તેમણે કહ્યું હતું.

    નવા રાષ્ટ્રપતિ મળ્યા બાદ પણ શ્રીલંકામાં વિરોધ થોભવાનો નથી

    કોલંબોથી આવતા અહેવાલ અનુસાર, સંસદ દ્વારા વિક્રમસિંઘે નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ પણ વ્યાપક અશાંતિની અપેક્ષા છે, કેમ કે તે શક્તિશાળી રાજપક્ષે પરિવાર સાથે નજીકથી જોડાયેલા છે.

    સ્વાભાવિક રીતે, ઘણા પ્રદર્શનકારીઓ માની રહ્યા છે કે રાજપક્ષે પરિવાર હજુ પણ પડદા પાછળ રહીને સત્તાની દોરી પોતાની પાસે જ રાખવાનો છે.આ જ એક કારણ છે કે (વિક્રમસિંઘે) કેવી રીતે દેશમાં સર્વોચ્ચ સ્થાને પહોંચ્યા તે અંગે પ્રદર્શનકારીઓમાં ઘણો ગુસ્સો અને હતાશા છે.

    સૂત્રો મુજબ પ્રદર્શનકારીઓ પોતાના રાષ્ટ્રપતિની ચૂંટણી પર ગઈકાલથી નજર રાખીને બેઠા હતા અને હવે પરિણામ જાહેર થયા બાદ એવું નથી લાગી રહ્યું કે તેઓ પ્રદર્શનસ્થળ ખાલી કરવાના કોઈ મૂડમાં હોય.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં