Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાણા કપૂરે ઇડી સમક્ષ કર્યા મોટા ખુલાસા : પ્રિયંકા ગાંધી પાસેથી પેઇન્ટિંગ...

    રાણા કપૂરે ઇડી સમક્ષ કર્યા મોટા ખુલાસા : પ્રિયંકા ગાંધી પાસેથી પેઇન્ટિંગ ખરીદવા દબાણ કરાયું હતું, અપાઈ હતી ધમકી અને પદ્મભૂષણની લાલચ

    યસ બેંકના સહસ્થાનક રાણા કપૂરે કહ્યું કે બે બે મોટા કોંગ્રેસી નેતાઓના અતિશય દબાણમાં આવી જઈને તેમણે પ્રિયંકાનું પેઈન્ટીંગ ખરીદવું પડ્યું હતું.

    - Advertisement -

    યસ બેંકના સહ-સંસ્થાપક રાણા કપૂરે પ્રવર્તન નિદેશાલય (ઇડી) સમક્ષ મોટા ખુલાસા કર્યા છે. ઈડીએ રજૂ કરેલ ચાર્જશીટ અનુસાર, રાણા કપૂરે જણાવ્યું હતું કે તેમને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા પાસેથી એમએફ હુસૈનનું એક ચિત્ર ખરીદવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. અને ગાંધી પરિવાર દ્વારા તેમાંથી મળેલા નાણાનો ઉપયોગ સોનિયા ગાંધીની સારવારમાં કરવામાં આવ્યો હતો. મુંબઈની એક વિશેષ અદાલતમાં ઇડીએ દાખલ કરેલ ચાર્જશીટમાં આ બાબતો સામે આવી છે.

    રાણા કપૂરે જણાવ્યું કે, પેઇન્ટિંગ વેચીને મેળવેલા રૂપિયાનો ઉપયોગ ગાંધી પરિવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની ન્યૂ-યોર્કમાં થયેલી સારવાર માટે કર્યો હતો. ચાર્જશીટ અનુસાર, આ પેઇન્ટિંગના ખરીદ-વેચાણની પ્રક્રિયામાં દિવગંત કોંગ્રેસ નેતા અને તત્કાલીન કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી મુરલી દેવડાએ ભૂમિકા ભજવી હતી અને તેમણે રાણા કપૂરને પેઇન્ટિંગ બે કરોડ રૂપિયામાં ખરીદવા માટે ઘણી વખત ફોન કર્યા હતા. તેમજ તેમણે એમ પણ કહ્યું હતું કે જો રાણા કપૂર આ પેઇન્ટિંગ ખરીદી લે તો તેમને પદ્મભૂષણ પુરસ્કાર મળવાની પણ સંભાવના છે. તેમજ જો તેઓ ઇનકાર કરે તો ગાંધી પરિવાર સાથેના સબંધોમાં ખટાશ આવી શકે છે તેમ પણ કહ્યું હતું.

    યસ બેંકના સહ-સંસ્થાપક રાણા કપૂરે પેઇન્ટિંગ માટે બે કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો. તેમણે ઇડીને એમ પણ જણાવ્યું હતું કે સોનિયા ગાંધીના નજીકના નેતા અહેમદ પટેલે તેમને કહ્યું હતું કે સોનિયા ગાંધીની સારવાર માટે ખરા સમયે ગાંધી પરિવારની મદદ કરીને સારું કામ કર્યું છે અને જેથી ‘પદ્મભૂષણ’ પુરસ્કાર માટે તેમના નામ પર વિચાર કરવામાં આવશે.

    - Advertisement -

    રાણા કપૂરના જણાવ્યા અનુસાર, મુરલી દેવડા આ મામલે તેમની પાછળ પડી ગયા હતા અને તેમને અલગ-અલગ મોબાઈલ નંબરથી કોલ કરવામાં આવતા હતા તો ક્યારેક રાણા કપૂરની ઓફિસ કે ઘરે પહોંચી જતા હતા તો ક્યારેક ધમકાવીને દિલ્હી આવવા માટે મજબૂર કરવામાં આવતા હતા. જે બાદ રાણા કપૂરે હાર માનીને બે કરોડનો ચેક બનાવીને પ્રિયંકા ગાંધીના ઘરે મોકલવામાં આવ્યો હતો અને જે બાદ પેઇન્ટિંગ મળ્યું હતું. રાણા કપૂરે ગાંધી પરિવાર પર ભેટમાં મળેલી ચીજો વેચવાનો આરોપ પણ લગાવ્યો છે.

    અહીં ઉલ્લેખનીય છે કે વર્ષ 2020 માં ઑપઇન્ડિયાને વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણકારી મળી હતી કે મિલિંદ દેવડા અને રાણા કપૂર વચ્ચે પેઇન્ટિંગને લઈને વાતચીત પણ થઇ હતી. મિલિન્દ તેમના બ્લેકબેરીના ફોનથી રાણા સાથે વાતચીત કરતા હતા અને જે દરમિયાન તેઓ રાણા કપૂરને ‘અંકલ’ કહીને સંબોધિત કરતા હતા. ઑપઇન્ડિયાના સૂત્રો અનુસાર, મિલિન્દ દેવડાએ 29 મે, 2010 ના રોજ રાણા કપૂરને મોકલેલા મેસેજમાં લખ્યું હતું:

    “રાણા અંકલ, 28 મે, 2010 ના રોજ મને તમારો પત્ર મળ્યો અને જે મેં પ્રિયંકા ગાંધીને મોકલી આપ્યો છે. જોકે, હજુ તો તેમના કે તેમના પરિવાર સાથે મુલાકાત થઇ શકશે નહીં પરંતુ થોડા દિવસો પછી હું તેની વ્યવસ્થા કરીશ. પેઇન્ટિંગના પેમેન્ટ તરીકે ચેક આગલા સપ્તાહે જ મળી જાય તેવું પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી ઈચ્છી રહ્યાં છે. મારા પિતાને પણ આ બાબતે જણાવવામાં આવ્યું છે અને તેમણે પણ તમારો સંપર્ક કરવાના પ્રયત્નો કર્યા હતા. દુર્ભાગ્યે મોડું થઇ રહ્યું છે. આ મેસેજનો જવાબ આપશો અને જણાવશો કે તમે ક્યાં સુધીમાં ચેક આપી રહ્યા છો. મારે પિતાજીને તુરંત જણાવવાનું છે. મેસેજ જોઈ રહ્યા હોવ તો જલ્દીથી જવાબ આપજો.”

    અહીં નોંધનીય છે કે ઇડીએ બે વર્ષ પહેલાં મુંબઈની કોર્ટમાં જણાવ્યું હતું કે યસબેન્કે DHFL ના 3700 કરોડથી વધુ રૂપિયાના ડિબેંચર ખરીદ્ય હતા. ડીબીએચએલે ડોલીટ અર્બન વેન્ચર્સ પ્રાઈવેટ લિમીટેડને 600 કરોડની લોન આપી હતી. રસપ્રદ વાત એ છે કે આ કંપનીમાં રાણા કપૂરની દીકરીઓ ડાયરેક્ટર હતી.

    યસ બેન્કે પર્યાપ્ત કોલેટરલ વગર જ લોન આપી દીધી હતી અને નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. બંને કંપનીઓના કરારમાં 4300 કરોડ રૂપિયાની ગડબડ સામે આવી હતી. જે બાદ કોર્ટે રાણા કપૂરને ઇડીની કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં