મુંબઈની એક અદાલતે બુધવારે અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાને શરતી જામીન મંજૂર કર્યા હતા, જેમની ‘હનુમાન ચાલીસા’ પાઠ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. સમર્થકોનો આરોપ બદલાની રાજનીતિ મુજબ એમના ઘરે BMCની ટિમ પહોચી હતી.
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના ખાનગી નિવાસસ્થાનની બહાર હનુમાન ચાલીસાના પાઠ માટે ચેલેન્જ કર્યા બાદ દંપતીને તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. એ નોંધનીય છે કે હનુમાન ચાલીસાના પાઠ કર્યા વગર જ રાણા દંપતીની ધરપકડ કરાઇ હતી.
— Navneet Ravi Rana (@navneetravirana) April 21, 2022
તેમના વકીલ રિઝવાન મર્ચન્ટના જણાવ્યા અનુસાર, બંનેને 50,000 રૂપિયાના જામીન પર મુક્ત કરવામાં આવશે, તપાસ હેઠળના કેસના વિષયમાં મીડિયા સાથે વાત ન કરવા અને પુરાવા સાથે ચેડા કરવાથી દૂર રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
ઠાકરેના બાંદ્રા પૂર્વમાં અંગત ઘર માતોશ્રીની બહાર ‘હનુમાન ચાલીસા’ બોલવાની તેમની યોજના બદલ રાણા જોડી પર 23 એપ્રિલે ખાર પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં રાજદ્રોહ, જાહેર શાંતિનો ભંગ, ઉશ્કેરણીજનક નિવેદનો કરવા અને અન્ય કલમો સહિત અનેક આરોપો લગાવવામાં આવ્યા હતા.
સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર પ્રદિપ ઘરતે દલીલ કરી હતી કે હનુમાન ચાલીસાના જાપથી ધાર્મિક જુસ્સો ભડકી શકે છે, જેનો રાણાના વકીલોએ સખત વિરોધ કર્યો હતો.
રાણા દંપતીને તપાસમાં સહકાર આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જો પોલીસ બોલાવે તો તેઓએ પોતાની જાતને રજૂ કરવી પડશે. કોર્ટે તપાસ અધિકારીને 24 કલાકની નોટિસ આપવા કહ્યું છે જ્યારે પણ તેઓ રાણા દંપતીને હાજર થવા કહે.
અગાઉ નવનીત રાણાએ કહ્યું હતું કે પોલીસ તેની તબીબી સ્થિતિ પ્રત્યે ઉદાસીન છે. તેણીએ કહ્યું કે પોતે સ્પોન્ડિલોસિસથી પીડિત હતી પરંતુ કલાકો સુધી જમીન પર બેસીને સૂવાની ફરજ પાડી હતી.
નોંધનીય છે કે જેવુ કોર્ટે રાણા દંપતીના જમીન મંજૂર કરતો આદેશ કર્યો એના પછી તરત જ BMCની એક ટિમ રાણા દંપતીના ઘરે પહોચી હતી. આની સોશિયલ મીડિયા પીઆર ખૂબ આલોચના થઈ હતી. લોકોએ મહારાષ્ટ્ર સરકાર પર બદલાની રાજનીતિ કરવાનો આરોપ મૂક્યો હતો.
I don’t understand how #BMC suddenly become super active the moment Thakre government cross paths with an unbending opponent?
— Aman Ghai (@Simply_Aman) May 4, 2022
Ek UP wale Bulldozer baba hain aur ek yeh hain #BMC
wale baba jo deshbhakt ke hi ghar girane pahunch jate hain. @navneetraviranahttps://t.co/BBeOBxQ7lg
હકીકતમાં, સોમવારે BMCએ ખારમાં રાણાના ફ્લેટની બહાર એક નોટિસ ચોંટાડી હતી. આ નોટિસ મુજબ BMC રાણાના પ્લોટ પર ગેરકાયદે બાંધકામ થયું છે કે કેમ તેની તપાસ કરશે. તે જ સમયે, સાંસદ અને ધારાસભ્યના નજીકના સૂત્રોએ આ કાર્યવાહીને બદલાનું રાજકારણ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે હનુમાન ચાલીસાના પાઠના વિષયમાં રહેવાના કારણે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે મહારાષ્ટ્ર સરકાર પીઆર બદલાનું રાજકારણ કરવાના આરોપ પહેલી વાર નથી લાગ્યા. આ પહેલા અર્ણબ ગોસ્વામી વાળો કેસ હોય કે કંગના રણૌત વાળો , એ દરેકમાં મહારાષ્ટ્ર સરકાર પર બદલાનું રાજકારણ કરવાના આરોપ લાગ્યા જ છે.