Sunday, April 28, 2024
More
    હોમપેજદેશશાળાના પુસ્તકોમાં સામેલ થઈ શકે છે રામાયણ-મહાભારત: NCERTની પેનલે કરી ભલામણ, કહ્યું-...

    શાળાના પુસ્તકોમાં સામેલ થઈ શકે છે રામાયણ-મહાભારત: NCERTની પેનલે કરી ભલામણ, કહ્યું- આ મહાકાવ્યો ન શિખવ્યા તો શિક્ષણ પ્રણાલીનો કોઈ ઉદ્દેશ્ય નથી

    NCERTની આ પેનલે રામાયણ, મહાભારત પાઠયક્રમમાં સામેલ કરવાની ભલામણ પહેલાં પણ ધોરણ 3થી 12 સુધીના પાઠ્યપુસ્તકોમાં પ્રાચીન ઇતિહાસને બદલે 'શાસ્ત્રીય ઇતિહાસ'નો સમાવેશ કરવાની અને પુસ્તકોમાં 'ઇન્ડિયા'ની જગ્યાએ 'ભારત' કરવાની ભલામણ કરી હતી.

    - Advertisement -

    નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એટલે કે NCERTએ છેલ્લા કેટલાક મહિનાઓમાં શાળાના પુસ્તકોમાં ઘણું પરિવર્તન કર્યું છે, મુઘલ વંશનો ઇતિહાસ શાળાના પુસ્તકોમાંથી કાઢવામાં આવ્યો છે. તે સિવાય પણ ઘણા નાના બદલાવો પુસ્તકોમાં કરવામાં આવ્યા છે. હવે NCERTની એક સાત સભ્યોની પેનલે તેમાં એક નવો બદલાવ કરવાની ભલામણ કરી છે. NCERTની પેનલે ભારતના મહાકાવ્ય રામાયણ અને મહાભારત શાળાઓમાં ભણાવવા માટેની ભલામણ કરી છે.

    NCERTએ સામાજિક વિજ્ઞાનના શાળા અભ્યાસક્રમમાં સુધારો કરવા માટે સાત સભ્યોની એક ઉચ્ચ સ્તરીય પેનલની રચના કરી હતી. પેનલે પાઠ્યપુસ્તકોમાં રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યોનો સમાવેશ કરવાની અને શાળાઓમાં વર્ગખંડોની દિવાલો પર બંધારણની પ્રસ્તાવના લખવાની ભલામણ કરી છે. પેનલના અધ્યક્ષ સીઆઈ ઈસ્સાકે મંગળવારે (21 નવેમ્બર) આ માહિતી આપી હતી.

    ‘આ મહાકાવ્યો ન શિખવ્યા તો શિક્ષણ પ્રણાલીનો કોઈ ઉદ્દેશ્ય નથી’

    પેનલના અધ્યક્ષ ઈસ્સાકે કહ્યું હતું કે, “દેશભક્તિના અભાવને કારણે દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ દેશ છોડીને અન્ય દેશોની નાગરિકતા લે છે. તેથી, તેમના માટે તેમના મૂળને સમજવું અને તેમના દેશ અને તેમની સંસ્કૃતિ માટે પ્રેમ કેળવવો મહત્વપૂર્ણ છે.” તેમણે વધુમાં કહ્યું હતું કે, “હાલમાં કેટલાક શિક્ષણ બોર્ડ વિદ્યાર્થીઓને રામાયણ શીખવે છે, પરંતુ તેઓ તેને એક મિથક તરીકે શીખવે છે. જો આ મહાકાવ્યો વિદ્યાર્થીઓને શીખવવામાં ન આવે તો શિક્ષણ પ્રણાલીનો કોઈ ઉદ્દેશ્ય જ નથી અને તે રાષ્ટ્ર સેવા નહીં હોય.”

    - Advertisement -

    નોંધનીય છે કે NCERTની આ પેનલે રામાયણ, મહાભારત પાઠયક્રમમાં સામેલ કરવાની ભલામણ પહેલાં પણ ધોરણ 3થી 12 સુધીના પાઠ્યપુસ્તકોમાં પ્રાચીન ઇતિહાસને બદલે ‘શાસ્ત્રીય ઇતિહાસ’નો સમાવેશ કરવાની અને પુસ્તકોમાં ‘ઇન્ડિયા’ની જગ્યાએ ‘ભારત’ કરવાની ભલામણ કરી હતી.

    આ પહેલાં કેન્દ્ર સરકારે ભગવદ ગીતા, વેદોનું શિક્ષણ આપવા કરી હતી ભલામણ

    ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે કેન્દ્ર સરકારે પણ NCERTના પુસ્તકોમાં ભગવદ્  ગીતા તથા વેદોના શિક્ષણને સામેલ કરવાની ભલામણ કરી હતી. શિક્ષણ મંત્રી અન્નપુર્ણા દેવીએ કહ્યું હતું કે, “આ સદીમાં જ્ઞાન શક્તિ બનવા માટે, આપણે આપણા વારસાને સમજવો જોઈએ અને વિશ્વને વસ્તુઓનો અમલ કરવાની ‘ભારતીય રીત’ શીખવવી જોઈએ,” શિક્ષણ રાજ્ય મંત્રીએ કહ્યું કે “રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2022 પેરા 4.27 એ ભારતના પરંપરાગત જ્ઞાનનો ઉલ્લેખ કરે છે જે ટકાઉ છે અને બધાના કલ્યાણ માટે પ્રયત્નશીલ છે અને એ માટે ‘ભગવદ્ ગીતા, તથા વેદોના શિક્ષણને NCERT પાઠ્યપુસ્તકોમાં સામેલ કરવું જોઈએ”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં