Wednesday, May 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરામભક્તો માટે ‘રામાયણ યાત્રા’ ટ્રેનઃ ૮,૦૦૦ કીમીની આધ્યાત્મિક યાત્રા ભગવાન રામ સાથે...

    રામભક્તો માટે ‘રામાયણ યાત્રા’ ટ્રેનઃ ૮,૦૦૦ કીમીની આધ્યાત્મિક યાત્રા ભગવાન રામ સાથે સંલગ્ન તમામ યાત્રા સ્થળોને આવરી લેશે

    રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને પ્રવાસન મંત્રી જી કિશન રેડ્ડીએ ટૂરિસ્ટ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.

    - Advertisement -

    દેશની પ્રથમ ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેન ‘શ્રી રામાયણ યાત્રા’ ને મંગળવારે (21 જૂન 2022) સાંજે દિલ્હીના સફદરજંગ રેલ્વે સ્ટેશનથી ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને પ્રવાસન મંત્રી જી કિશન રેડ્ડીએ ટૂરિસ્ટ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. અહેવાલો અનુસાર, ‘ભારત ગૌરવ ટ્રેન’ નામથી ચાલતી આ ટ્રેન દિલ્હીથી નેપાળના જનકપુર જશે. ત્યાંથી, તે ફરીથી ભારત થઈને કાશી આવશે અને દક્ષિણ ભારતનો પ્રવાસ કરશે. પ્રવાસ દરમિયાન યાત્રીઓના રહેવા અને ભોજનની તમામ વ્યવસ્થા મફત રહેશે.

    ભારતીય રેલ્વેએ દેશભરમાં ભગવાન રામ સાથે સંકળાયેલા તીર્થસ્થાનોની મુસાફરી કરવા માટે ‘શ્રી રામાયણ યાત્રા’ ટૂર પેકેજ શરૂ કર્યું છે. આ યાત્રા કુલ 18 દિવસની છે. તેનું બુકિંગ IRCTC સાઈટ પર જઈને કરવાનું રહેશે. આ પ્રવાસ માટે પેકેજ કિંમત 62,370 રૂપિયા પ્રતિ વ્યક્તિ રાખવામાં આવી છે. સુરક્ષા માટે ટ્રેનમાં ગાર્ડ પણ રાખવામાં આવ્યા છે. આ દરમિયાન શ્રદ્ધાળુઓને ભગવાન રામ સાથે જોડાયેલા ધાર્મિક સ્થળોના દર્શન કરાવવામાં આવશે. આ ઉપરાંત ભારતના વિવિધ રાજ્યોની વેશભૂષા, ખાણી-પીણી, પ્રવાસન સ્થળો, સંસ્કૃતિ અને તહેવારોને આ ટ્રેનમાં દર્શાવવામાં આવશે. આ યાત્રા રામભકતો માટે એક અવિસ્મર્ણીય બની રહેશે.

    ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે પણ ‘ભારત ગૌરવ શ્રી રામાયણ યાત્રા ટ્રેન’ શરૂ કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

    - Advertisement -

    ભારત ગૌરવ નામની આ ટ્રેન અયોધ્યા, બક્સર, સીતામઢી, કાશી, પ્રયાગ, શૃંગેશ્વર, ચિત્રકૂટ નાસિક, હમ્પી, રામેશ્વરમ, કાંચીપુરમ અને ભદ્રાચલમ સહિત ભગવાન રામ સાથે સંબંધિત અનેક સ્થળોએ પ્રવાસીઓને લઈ જશે. આ પેકેજમાં ભારત ગૌરવ ટ્રેન નેપાળના જનકપુર પણ જશે. ભગવાન રામના દર્શન માટે આ યાત્રા 8000 કિમીની છે, જે 21 જૂને દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી શરૂ કરાઈ છે. આમાં થર્ડ એસીમાં 600 મુસાફરો મુસાફરી કરી શકશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં