Sunday, April 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદિલ્લીના જહાંગીરપુરીમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા કાઢી શકાશે નહીં: દિલ્લી પોલીસે પરવાનગી આપવાની...

    દિલ્લીના જહાંગીરપુરીમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા કાઢી શકાશે નહીં: દિલ્લી પોલીસે પરવાનગી આપવાની ના પાડી, ગયા વર્ષે શોભાયાત્રા પર કટ્ટરપંથીઓએ કર્યો હતો હુમલો

    મુસ્લિમોના એક જૂથે દિલ્હી પોલીસ પાસે આ જ વિસ્તારમાં સ્થિત નેતાજી સુભાષ પ્લેસના પાર્કમાં નમાઝ અદા કરવા માટે પરવાનગી માંગી. દિલ્હી પોલીસે તે લોકોને પણ પરવાનગી આપી હતી નહીં.

    - Advertisement -

    ભગવાન શ્રી રામ હિંદુઓના આરાધ્ય દેવ છે, તેમની જન્મ જયંતી નિમિત્તે દેશભર અને વિશ્વભરના હિંદુઓ શોભાયાત્રાનું આયોજન કરે છે. ભગવાન રામ કરોડો કરોડો લોકો માટે અસ્થાના પણ પ્રતિક છે. દેશમાં બધે શોભાયાત્રા નીકાળવામાં આવશે, પરંતુ દિલ્લીના જહાંગીરપુરી વિસ્તારમાં રામનવમીની શોભાયાત્રા કાઢવા માટે મંજુરી આપવામાં આવી નથી. ગત વર્ષે અહિયાં હનુમાન જયંતી વખતે શોભાયાત્રા ઉપર પથ્થરમારો થયો હતો. ત્યારે આઠ જેટલા લોકો ઘાયલ થયા હતા જેમાં કેટલાક પોલીસ કર્મીઓ પણ હતા. 

    મળતી માહિતી અનુસાર, દિલ્લી પોલીસે ગયા વર્ષે જહાંગીરપુરી વિસ્તારમાં બનેલી ઘટનાઓને ધ્યાનમાં લઈને આ વખતે રામનવમીના રોજ નીકળતી શોભાયાત્રાની મંજુરી આપી નથી. આ મામલે દિલ્લી પોલીસે પોતાનું નિવેદન જાહેર કરીને કહ્યું છે કે રમખાણ પ્રભાવિત જહાંગીરપુરી વિસ્તારમાં રામ નવમીનીશોભાયાત્રા કાઢવાની પરવાનગી આપવામાં આવશે નહીં. વધુમાં તેમના દ્વારા કહેવાયું છે કે ગયા વર્ષે અહીં કાયદો અને વ્યવસ્થાની મોટી સમસ્યા ઊભી થઈ હતી. તેથી જ આ વખતે શોભાયાત્રાને મંજૂરી આપવામાં આવી નથી.

    દિલ્લી પોલીસે કાયદો અને વ્યવસ્થાનો હવાલો આપીને શોભાયાત્રાની મંજુરી આપી નથી, આ ઉપરાંત તેમને એ પણ કહ્યું છે કે અહિયાંથી દર વર્ષે શોભાયાત્રા થતી નથી, ઉપરાંત શોભાયાત્રા અહિયાંથી પસાર થાય તેવી કોઈ પરંપરા પણ નથી. માટે મંજુરી આપવામાં આવશે નહીં. જો કે આ નિર્ણયના કારણે લોકોએ નારાજગી દર્શાવી હતી. 

    - Advertisement -

    મુસ્લિમોના એક જૂથે દિલ્હી પોલીસ પાસે આ જ વિસ્તારમાં સ્થિત નેતાજી સુભાષ પ્લેસના પાર્કમાં નમાઝ અદા કરવા માટે પરવાનગી માંગી. દિલ્હી પોલીસે તે લોકોને પણ પરવાનગી આપી હતી નહીં. પોલીસે પોતાના આદેશમાં કહ્યું હતું કે અહિયાં પહેલા કોઈ દિવસ નમાઝ અદા કરવામાં આવી નથી, માટે હાલમાં પણ મંજુરી મળશે નહીં. દર વર્ષની જેમ મસ્જિદોમાં અને પોત પોતાના ઘરોમાં નમાઝ અદા કરો. 

    તમને જણાવી દઈએ કે ગયા વર્ષ હનુમાન જયંતિ નિમિત્તે જહાંગીરપુરી વિસ્તારમાંથી શોભાયાત્રા નીકળી હતી ત્યારે કેટલાક કટ્ટર તત્વો દ્વારા યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં પણ ત્રણ રાઉન્ડ ફાયરીંગ પણ કરવામાં આવી હતી. જેમાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. એક પોલીસ જવાનને ગોળી પણ લાગી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં