Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાજસ્થાન કોંગ્રેસમાં આંતરિક વિખવાદના તણખાએ ભડકાનું સ્વરૂપ લીધું: સીએમ ગેહલોત પાયલટ પર...

    રાજસ્થાન કોંગ્રેસમાં આંતરિક વિખવાદના તણખાએ ભડકાનું સ્વરૂપ લીધું: સીએમ ગેહલોત પાયલટ પર વરસ્યા, કહ્યું- તેઓ કોંગ્રેસના ગદ્દાર, ક્યારેય સીએમ નહીં બને

    અશોક ગહલોતે પોતાના પક્ષની જ વિરોધી ટુકડી પર નિશાન સાધતાં કહ્યું કે, સચિન પાયલોટ કોંગ્રેસના ગદ્દાર નેતા છે, તેઓ ક્યારેય રાજસ્થાનનાં મુખ્યમંત્રી નહિ બની શકે.

    - Advertisement -

    પોતાના રાજ્યના રાજકીય સમીકરણોની બગડેલી હાલત વચ્ચે રાજસ્થાનનાં સીએમ અશોક ગહલોત ગુજરાતની અગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો પ્રચાર પ્રસાર કરવા આવ્યા તો છે, પણ તેમના પોતાના ગૃહ રાજ્યના આંતરિક વિખવાદનો તણખલો હવે ભડકો બની ગયો છે. અશોક ગહલોતે પોતાના પક્ષની જ વિરોધી ટુકડી પર નિશાન સાધતાં કહ્યું કે, સચિન પાયલોટ કોંગ્રેસના ગદ્દાર નેતા છે, તેઓ ક્યારેય રાજસ્થાનનાં મુખ્યમંત્રી નહિ બની શકે.

    અહેવાલો મુજબ, એક ખાનગી સમાચાર એજન્સી સાથે વાત કરતી વખતે અશોક ગેહલોતે કહ્યું હતું કે, સચિન પાયલોટ કોંગ્રેસના ગદ્દાર નેતા છે, તેઓ ક્યારેય મુખ્યમંત્રી બની શકશે નહીં. હાઈકમાન્ડ સચિન પાયલટને ક્યારેય સીએમ નહીં બનાવે. વધુમાં સીએમ ગહલોતે કહ્યું હતું કે, “તેમની પાસે 10 ધારાસભ્યો પણ નથી, જેણે સત્તા મેળવવા માટે બળવો કર્યો અને પાર્ટીને છેતર્યા. તેઓ ગદ્દાર છે. ક્યારેય સીએમ નહીં બની શકે. આવું દેશમાં પહેલીવાર બન્યું હોવું જોઈએ જ્યારે પાર્ટીના અધ્યક્ષે પોતાની સરકારને (2020માં) તોડી પાડવાનો પ્રયાસ કર્યો હોય. જેના માટે તેમને સામેની પાર્ટી દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું, સામા પક્ષના નેતા ધારાસભ્યોને મળવા માનેસર હોટલમાં આવતા હતા.”

    ગેહલોતે કહ્યું કે, વર્ષ 2009માં જ્યારે દેશમાં કોંગ્રેસની સરકાર બની ત્યારે તેમણે સચિન પાયલટની નિમણૂકની ભલામણ હાઈકમાન્ડને કરી હતી. ઈન્ટરવ્યુ દરમિયાન અશોક ગેહલોત સચિન પાયલટના વલણથી ખૂબ ગુસ્સે થયા હતા. 25 સપ્ટેમ્બરે રાજસ્થાન સરકારમાં કોંગ્રેસના ધારાસભ્યોના બળવા મામલે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, “આ બળવો મારી વિરુદ્ધ નથી. સચિન પાયલોટ વિરૂદ્ધ હતો, ધારાસભ્યો ગુસ્સે થયા હતા કે 2020માં ભાજપના ઈશારે રાજસ્થાનમાં સરકારને તોડવાની હિંમત કરનાર ફરી તેવા પ્રયાસ કરી રહ્યા છે, તેથી 90 ધારાસભ્યોએ પાયલટ વિરુદ્ધ રેલી કાઢી હતી.”

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે કે મુખ્યમંત્રીની ખુરશી બચાવવા માટે સીએમ ગેહલોતે પાર્ટી અધ્યક્ષની ખુરશી ઠુકરાવી દીધી હતી. સીએમ ગેહલોતને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા અને સીએમની ખુરશી સચિન પાયલટને સોંપવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, તેમણે એવા ચોકઠાં બેસાડ્યા કે પાઈલટનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. રાજસ્થાન કોંગ્રેસના બંને જૂથના આગેવાનો એકબીજા પર દેશદ્રોહી, દલાલો, ચારિત્રહીન હોવાનો આરોપ લગાવી રહ્યા છે. બીજી તરફ સચિન પાયલોટ સતત રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને અધ્યક્ષપદ માટે ભલામણો કરી રહ્યા છે. સચિન પાયલટે રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’માં પણ ભાગ લીધો હતો. આ યાત્રામાં રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી પણ સામેલ હતાં.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં