Saturday, October 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકર્ણાટકમાં કોંગ્રેસ પર વરસ્યા રક્ષામંત્રી રાજનાથ સિંહ: કહ્યું- મને લાગતું હતું કે...

    કર્ણાટકમાં કોંગ્રેસ પર વરસ્યા રક્ષામંત્રી રાજનાથ સિંહ: કહ્યું- મને લાગતું હતું કે ભારત જોડવા રાહુલ કરાચી કે લાહોર જશે

    1947માં વિભાજન વખતે ભારતના ભાગલા થયા હતા એટલે મને લાગ્યું કે 'ભારત જોડો યાત્રા' કાઢી રહેલા રાહુલ ગાંધી કરાચી કે લાહોર જઈ શકે છે, પણ તેઓ ત્યાં ગયા નહોતા.

    - Advertisement -

    દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહે ગુરુવારે (2 માર્ચ 2023) કર્ણાટકમાં વિજય સંકલ્પ યાત્રાના દ્વિતીય ચરણની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેઓ કોંગ્રેસ પર મન મુકીને વરસ્યા હતા. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધીને પણ અવળા હાથે લીધા હતા, તેમણે કહ્યું કે મને લાગતું હતું કે ભારત જોડવા રાહુલ કરાચી કે લાહોર જશે, અને આ યાત્રા પાછળ કોંગ્રેસનો મૂળ ઉદ્દેશ્ય રાહુલ ગાંધીને લોન્ચ કરવાનો હતો.

    રાજનાથ સિંહે કર્ણાટકમાં વિજય સંકલ્પ યાત્રાના દ્વિતીય ચરણની શરૂઆત કરી તે દરમિયાન તેમણે પોતાના વક્તવ્યમાં તાજેતરમાં કોંગ્રેસ દ્વારા કરવામાં વિવાદોનો ઉલ્લેખ પણ કર્યો હતો. જેમાં તેમણે ભારતીય સેના અને અન્ય સશસ્ત્ર દળોની વીરતા પર સવાલ ઉઠાવવાનો આરોપ પણ કોંગ્રેસ પર લગાવ્યો હતો. આ જનસભામાં રાજનાથ સિંહે અપીલ કરી હતી કે કર્નાતાકમાં અગામી મે મહિનામાં યોજાનાર વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપને બહુમત અપાવીને વિજયી બનાવવાના સંકલ્પમાં સહકાર આપે.

    રાહુલ ગાંધી કરાંચી કે લાહોર ન ગયા

    રાજનાથ સિંહે સભાને સંબોધતા આગળ જણાવ્યું હતું કે “શું તમે યુવા કોંગ્રેસના નેતા વિશે જાણો છો, તેમને અત્યારે જ “લોન્ચ” કરવામાં આવી રહ્યા છે અને તે માટે તેમણે ‘ભારત જોડો યાત્રા’ કરી હતી. 1947માં વિભાજન વખતે ભારતના ભાગલા થયા હતા એટલે મને લાગ્યું કે ‘ભારત જોડો યાત્રા’ કાઢી રહેલા રાહુલ ગાંધી કરાચી કે લાહોર જઈ શકે છે, પણ તેઓ ત્યાં ગયા નહોતા.

    - Advertisement -

    તેમણે આગળ જણાવ્યું કે, “લોકોને મૂર્ખ બનાવીને લાંબા સમય સુધી રાજનીતિ કરી શકાતી નથી, જે લોકો વિશ્વાસ સાથે રાજકારણ કરે છે અને જનતા સાથે આંખ માં આંખ પરોવીને વાત કરે છે તેઓ જ સફળ થઈ શકે છે અને જે ભાજપમાં છે તેઓ જ આ કરી શકે છે.”

    તેમણે કોંગ્રેસ પર ‘મોદી તેરી કબર ખુદેગી’ના નારા લગાવવાનો આરોપ લગાવ્યો હતો. તેઓ (વડા પ્રધાન નરેન્દ્ર) મોદીની કબર ખોદી રહ્યા નથી, પરંતુ આવા સૂત્રો સાથે તેમની પોતાની કબર ખોદી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, અમારા કોંગ્રેસી મિત્રો ભાજપ અને વડા પ્રધાન મોદી સામે જેટલો કાદવ ઉછાળશે, તેટલું જ આપણું કમળ ખીલશે. કોંગ્રેસ પર સંરક્ષણ દળોના સાહસ અને પરાક્રમ પર સવાલ ઉઠાવવાનો આરોપ લગાવતા તેમણે પૂછ્યું હતું કે, “તેમનું શું થઈ ગયું? સંરક્ષણ પ્રધાન તરીકે, હું કહેવા માંગુ છું કે અમને અમારા સશસ્ત્ર દળો પર ગર્વ છે,”

    આ પહેલા રક્ષામંત્રીએ અહીં સાંગોલી રાયન્નાના સ્મારકની મુલાકાત લીધી હતી અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી, ત્યારબાદ તેમણે યાત્રાની શરૂઆત કરી હતી. તેમણે વૈશ્વિક સ્તરે ભારતના વધતા કદ અને કેન્દ્રની વર્તમાન ભાજપ સરકાર હેઠળ આર્થિક શક્તિ તરીકેના તેના ઉદભવ પર પણ પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું હતું કે મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકાર આતંકવાદ અને તેનું સમર્થન કરનારાઓને સહન નહીં કરે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં