Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહિમાચલ પ્રદેશમાં રાજનાથ સિંહની ચૂંટણી સભામાં “અમને PoK જોઈએ છે”નાં સુત્રો સાંભળવા...

    હિમાચલ પ્રદેશમાં રાજનાથ સિંહની ચૂંટણી સભામાં “અમને PoK જોઈએ છે”નાં સુત્રો સાંભળવા મળ્યાં, પાકિસ્તાને હડપ કરેલા કાશ્મીર પર રક્ષામંત્રીએ કહી મોટી વાત

    રક્ષામંત્રી રાજનાથસિંહની હિમાચલ પ્રદેશ ખાતેની પ્રચાર સભામાં POK પરત લાવવાની માંગણી થતાં તેમણે 370 કલમની નાબુદીની યાદ અપાવીને ઉપસ્થિત લોકોને ધીરજ ધરવા જણાવ્યું હતું.

    - Advertisement -

    ગુરુવાર, 3 નવેમ્બરના રોજ હિમાચલના જયસિંહપુરમાં રક્ષામંત્રીએ એક જાહેર સભાને સંબોધી હતી. આ દરમિયાન રાજનાથ સિહની સભામાં POK જોઈએ છે નાં સુત્રો સાંભળવા મળ્યાં હતા. લોકોને પ્રાદેશિક અખંડિતતા પર “ધીરજપૂર્વક રાહ જોવા” કહેતા, સિંહે કહ્યું કે શાસક સરકારે જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરી અને રાષ્ટ્રના લાભ માટે અન્ય પગલાંની ખાતરી કરશે. તેમણે એ પણ પુનરોચ્ચાર કર્યો કે આ આર્ટીકલ 370 રદ કરવામાં આવ્યો ત્યારથી આતંકવાદની ઘટનાઓમાં ભારે ઘટાડો થયો છે.

    રાજનાથ સિહની સભામાં POK જોઈએ છે નાં સુત્રો સાંભળીને તેમણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, “જમ્મુ અને કાશ્મીરમાં આર્ટિકલ 370 નાબૂદ થયા બાદ આતંકવાદની ઘટનાઓમાં ઘટાડો થયો છે. હું તમને ખાતરી આપવા માંગુ છું કે દેશમાંથી આતંકવાદનો ખાત્મો થઈ જશે.”

    રક્ષા મંત્રીએ પીએમ નરેન્દ્ર મોદીના ‘મજબૂત નેતૃત્વ’ની પ્રશંસા કરી

    - Advertisement -

    હિમાચલના જયસિંહપુર ખાતે તેમના સંબોધન દરમિયાન રાજનાથ સિંહે રાજ્યના અન્ય કેટલાક મુખ્ય ક્ષેત્રોમાં મેડિકલ કોલેજોના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, “આજે, હિમાચલ પ્રદેશ રાજ્યમાં એક નહીં પરંતુ છ મેડિકલ કોલેજો ક્યાં તો ખુલી ચુકી છે અથવા ખોલવામાં આવી રહી છે. અહીં AIIMS પણ શરુ કરવામાં આવી છે,”

    ભારતના સંરક્ષણ પ્રધાને રાજ્યની પ્રગતિ પર પણ ભાર મૂકતા જણાવ્યું હતું કે “અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી – માત્ર બે જ વડાપ્રધાનો રહ્યા છે જેમણે હિમાચલ પ્રદેશના વિકાસને ખૂબ મહત્વ આપ્યું છે. અત્યાર સુધી અન્ય કોઈજ નેતાએ આમ કર્યું નથી.”

    તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મજબૂત નેતૃત્વની પણ પ્રશંસા કરી હતી, વૈશ્વિક મંચ પર ભારતને ઉન્નત કરવા અને સમગ્ર વિશ્વમાં દેશની પ્રતિષ્ઠા અનેકગણી વધારવા પર તેમણે ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું, “કોઈ પણ નકારી શકે નહીં કે પીએમ મોદીના સત્તા સાંભળ્યા પછી વૈશ્વિક મંચ પર ભારતની પ્રતિષ્ઠા વધી છે. આજે જો ભારત વૈશ્વિક મંચ પર કંઈ પણ બોલે છે, તો અન્ય દેશો ભારત જે કહે છે તે ધ્યાનથી સાંભળે છે.”

    તેમણે આગળ કહ્યું, “આ દેશની જનતા સારી રીતે મૂલ્યાંકન કરી શકે છે કે અગાઉની સરકારોએ શું કર્યું અને વર્તમાન સરકાર શું કરી રહી છે. આઝાદી પછી કોંગ્રેસ લાંબા સમય સુધી સત્તામાં હતી. પરંતુ માત્ર બે વડાપ્રધાનો – અટલ બિહારી વાજપેયી અને પીએમ મોદીએ – હિમાચલને એટલું મહત્વ આપ્યું જેટલું અન્ય કોઈએ નથી આપ્યું.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં