Saturday, April 27, 2024
More
    હોમપેજગુજરાતવીડિયોમાં આપઘાત કરવા જઈ રહ્યો હોવાનું કહીને ગાયબ થઇ ગયેલો રાજકોટનો યુવાન...

    વીડિયોમાં આપઘાત કરવા જઈ રહ્યો હોવાનું કહીને ગાયબ થઇ ગયેલો રાજકોટનો યુવાન નાટકીય ઢબે મળી આવ્યો, સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો

    સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વિડીયો યુવકે ગુરૂવારે શૂટ કર્યો હોવાનું માનવામાં આવે છે. જેમાં તે આજી નદીના કિનારે ઉભો રહીને વ્યથા જણાવી રહ્યો છે.

    - Advertisement -

    નદી કિનારે ઉભા રહીને ઓનલાઇન જુગાર રમાડતી ગેમમાં હજારો રૂપિયા હારી જવાના કારણે પોતે અંતિમ પગલું ભરે છે તેવો વિડીયો બનાવીને ગાયબ થઇ જનાર રાજકોટનો યુવાન સહીસલામત મળી આવ્યો છે. વિડીયો વાયરલ થતાં તેણે આપઘાત કર્યો હોવાની વાતો શરૂ થઇ ગઈ હતી પરંતુ આખરે તે સિવિલ હોસ્પિટલમાં આવીને દાખલ થઇ ગયો હતો. 

    આ યુવાનનું નામ શુભમ બગથરિયા છે. શુક્રવારે (30 જૂન, 2023) તેનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં તેણે પોતે ઓનલાઇન તીનપત્તીમાં હજારો રૂપિયા હારી ગયો હોવાનું અને માથે દેવું થઇ ગયું હોવાનું જણાવ્યું હતું. તેણે વીડિયોમાં કહ્યું હતું કે, તે જીવનથી હારી ગયો છે અને નદીમાં કૂદીને જીવન ટૂંકાવી રહ્યો છે. એક તરફ ફાયર વિભાગ અને પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી તો બીજી તરફ શનિવારે તે અચાનક સામે આવી ગયો હતો. 

    રિપોર્ટ્સ અનુસાર, આપઘાત કરવાનું કહીને વિડીયો બનાવનાર આ યુવાન શનિવારે (1 જુલાઈ, 2023) અચાનક પ્રગટ થઈ સિવિલ હોસ્પિટલ આવીને સારવાર માટે દાખલ થઇ ગયો હતો. જેથી ફાયર વિભાગ, પોલીસ અને ખાસ કરીને તેના પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. 

    - Advertisement -

    સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વિડીયો યુવકે ગુરૂવારે શૂટ કર્યો હોવાનું માનવામાં આવે છે. જેમાં તે આજી નદીના કિનારે ઉભો રહીને વ્યથા જણાવી રહ્યો છે. આ વિડીયો તેણે પિતાને મોકલ્યો હતો પરંતુ તેમનું ઇન્ટરનેટ બંધ હોવાથી ધ્યાને આવ્યો ન હતો. આખરે સાંજે સાત વાગ્યે તેમણે વિડીયો જોયો અને તાત્કાલિક પરિવારના અન્ય સભ્યો સાથે શુભમની શોધખોળ હાથ ધરી હતી. બીજી તરફ, ફાયર વિભાગ અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. 

    ઘટનાસ્થળે જોતાં શુભમની બાઈક ત્યાં જ મળી આવી હતી, પરંતુ તેનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. બીજા દિવસે પણ સતત શોધખોળ ચાલુ રહી હતી પરંતુ યુવાન ક્યાંય મળ્યો નહીં. આખરે તે સિવિલ હોસ્પિટલમાં આવી ચડ્યો અને જાતે જ સારવાર માટે દાખલ થઇ ગયો હતો. 

    વીડિયોમાં શું કહ્યું હતું? 

    વિડીયોમાં યુવક કહે છે કે, “બહુ મહેનત કરી મેં, પરંતુ આ પગલું ઉઠાવવા માટે મજબુર છું, કારણ કે મારાથી એટલાં બધાં પાપ થઇ ગયાં છે કે શબ્દોમાં બયાન કરી શકતો નથી….આ આજી નદી છે, હું કૂદું છું….મારી જાન દઉં છું…” આગળ તે તેના શેઠ અને અન્ય બે-ત્રણ વ્યક્તિઓનાં નામ લઈને કહે છે કે, તેમની પાસેથી હજારો રૂપિયા લઈને તે ઓનલાઇન ‘તીનપત્તી માસ્ટર’ ગેમમાં હારી ગયો હતો. જોકે, તેણે કહ્યું કે, આપઘાત કરવા પાછળ અન્ય પણ કારણો છે.

    આગળ યુવાને કહ્યું કે, તે જીવનથી હારી ગયો છે અને હવે સ્યુસાઇડ કરવા માંગે છે. વિડીયોમાં તેણે માતા-પિતાને સંબોધીને કહ્યું કે, તે તેમને પ્રેમ કરે છે અને બંને તેને માફ કરી દે, તેમજ તેની ગાડી આજી ડેમ પાસે પડી છે, તે વેચીને જેટલા પૈસા ચૂકવાય એ ચૂકવી દે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં