Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાજકોટ: તાંત્રિક વિધિમાં દંપતીએ માથાં વાઢીને હવન કુંડમાં હોમી દીધાં, સ્યુસાઇડ નોટ...

    રાજકોટ: તાંત્રિક વિધિમાં દંપતીએ માથાં વાઢીને હવન કુંડમાં હોમી દીધાં, સ્યુસાઇડ નોટ મળી આવી- તપાસ શરૂ

    હવન કુંડમાં માથાં હોમવા માટે જાતે જ લોખંડનો એક માંચડો પણ તૈયાર કર્યો હતો. જેની નીચે એક ધારદાર હથિયારને બે પાઇપના સહારે ફીટ કરવામાં આવ્યું હતું અને તેની સાથે એક દોરી બાંધવામાં આવી હતી.

    - Advertisement -

    રાજકોટના વિંછીયા ખાતેથી હચમચાવી દેનારો મામલો સામે આવ્યો છે. અહીં એક દંપતીએ તાંત્રિક વિધિ કરતા હવન કુંડમાં પોતાનાં માથાં હોમી દીધાં હતાં. સાથે તેમણે બે પાનાંની સ્યુસાઇડ નોટ પણ ચોંટાડી હતી. હાલ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને બંનેના મૃતદેહો રાજકોટની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. 

    આ ઘટના વિંછીયા ગામના એક ખેતરમાં બનાવવામાં આવેલા ઝૂંપડામાં બની હતી. મૃતકોની ઓળખ હેમુ મકવાણા અને હંસા મકવાણા તરીકે થઇ છે. બંને છેલ્લાં ત્રણેક વર્ષથી તાંત્રિક વિધિ કરતા હોવાનું જાણવા મળ્યું છે.  

    આ બંનેએ હવન કુંડમાં માથાં હોમવા માટે જાતે જ લોખંડનો એક માંચડો પણ તૈયાર કર્યો હતો. જેની નીચે એક ધારદાર હથિયારને બે પાઇપના સહારે ફીટ કરવામાં આવ્યું હતું અને તેની સાથે એક દોરી બાંધવામાં આવી હતી. અનુમાન છે કે બંને આ હથિયારને સ્ટેન્ડ પર રાખી હવનકુંડ સામે માથાં રાખીને સૂઈ ગયા હોવા જોઈએ અને ત્યારબાદ હાથમાંની દોરી છોડી મૂકવામાં આવી હશે જેથી હથિયાર બરાબર તેમના ગળા પર પડ્યું અને માથાં ધડથી અલગ થઇને કુંડમાં પડ્યાં હતાં. રિપોર્ટ્સ અનુસાર, એક માથું હવન કુંડમાં પડ્યું હતું જ્યારે બીજું ઝૂંપડીના ખૂણામાં પડેલું જોવા મળ્યું હતું. 

    - Advertisement -

    રિપોર્ટમાં સ્થાનિકોને ટાંકીને જણાવવામાં આવ્યું કે, ગઈકાલે રાત્રે તેમને ફૂલ લઈને વાડીએ જતા જોવામાં આવ્યા હતા. તે પહેલાં તેઓ પુત્ર-પુત્રીને તેમના મોસાળે મૂકી આવ્યા હતા. છેલ્લા 2 મહિનાથી તેઓ વાડીએ જઈને પૂજા કરતા હોવાની વિગતો સામે આવી છે. તેમને કોઈકે આ વિધિ કરવા માટે કહ્યું હતું કે કેમ અને કહ્યું હતું તો કોણે કહ્યું હતું તે દિશામાં પણ હાલ તપાસ ચાલી રહી છે. 

    બંનેએ મર્યા પહેલાં સ્યુસાઇડ નોટ પણ લખી હતી, જે નજીકથી જ મળી આવી હતી. સાથે એક 50 રૂપિયાનો સ્ટેમ્પ પેપર પણ મળ્યો છે. આ નોટમાં મૃતકે પરિજનોને તેમનું અને સંતાનોનું ધ્યાન રાખવા માટે કહ્યું હતું. બીજા પાનાંમાં લખ્યું હતું કે તેઓ તેમની ઈચ્છાએ આ પગલું ભરે છે તેમના માતા-પિતા, ભાઈઓ કે સાસુ-સસરા કોઈએ પણ તેમને કંઈ પણ કહ્યું નથી, જેથી તેમની પૂછપરછ કરવામાં ન આવે. 

    જાણ થયા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા અને હાલ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં