રાજકોટના પડધરીમાં સોશિયલ મીડિયા પર હિંદુ દેવી-દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરવા બદલ એક ફિરોજ સંધી નામના ઈસમની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ આ મામલે સ્થાનિક હિંદુઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ફિરોજ સંધી નામના આ શખ્સે તાજેતરમાં સોશિયલ મીડિયા પર માતા સીતા, ભગવાન શ્રીકૃષ્ણ તેમજ શિવલિંગ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરીને અપશબ્દો લખ્યા હતા. ઉપરાંત, હિંદુઓની પૂજાપદ્ધતિ વિશે પણ અણછાજતી ટિપ્પણીઓ કરી હતી. જેના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયા બાદ ગુરૂવારે (1 જૂન, 203) તેની સામે સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે આરોપી સામે FIR દાખલ કરી હતી.
– @CP_RajkotCity @SP_RajkotRural @CyberGujarat @CollectorRjt @GujaratPolice @dgpgujarat
— Squint Neon (@TheSquind) May 31, 2023
Firoze Sandhi from Rajkot who runs ABC pharma business is abusing Hindu deities and trying to create communal tension. Kindly take strict action
Profile Link – https://t.co/ckI4TU173C pic.twitter.com/gMsU2w1E4i
બીજી તરફ, પડધરીના સ્થાનિક હિંદુઓમાં આ ઘટનાના ઘેર પ્રત્યાઘાતો પડ્યા હતા અને સ્થાનિક વેપારીઓએ ધંધા-રોજગાર બંધ રાખીને આરોપી સામે કાર્યવાહીની માંગ કરી હતી. આ ઉપરાંત સ્થાનિકોએ એક વિશાળ રેલીનું આયોજન કરીને પીએસઆઈને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું.
પીએસઆઈને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘પડધરીના ફિરોજ આમદ સંધીએ સોશિયલ મીડિયા પર હિંદુ દેવી-દેવતાઓ માટે બીભત્સ શબ્દોમાં ટિપ્પણી કરી તેમનું અપમાન કરીને હિંદુ સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડી છે. આ ઈસમ સામે 1 જૂનના રોજ પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. તેની સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આ પ્રકારનું કૃત્ય ન કરે.’
પડધરીમાં સ્થાનિકોના વિરોધ-પ્રદર્શન અને કાર્યવાહીની માંગ વચ્ચે સ્થાનિક પોલીસે હિંદુ દેવી-દેવતાઓ પર અણછાજતી અને અભદ્ર ટિપ્પણી કરનાર ફિરોઝ સંધીની ધરપકડ કરી લીધી હતી. બીજી તરફ, સ્થાનિક હિંદુઓના વિરોધ-પ્રદર્શનના કારણે રાજકોટ-જામનગર હાઈ-વે પર ચક્કાજામ પણ થયો હતો અને પંદરેક મિનિટ સુધી ટ્રાફિક રોકાયેલો રહ્યો હતો. જોકે, પછીથી પોલીસે હસ્તક્ષેપ કરીને પ્રદર્શનકારીઓને સમજાવતાં ટ્રાફિક ક્લિયર કરવામાં આવ્યો હતો.
એક સ્થાનિક અગ્રણીએ આ મામલે જણાવ્યું હતું કે, “સમગ્ર હિંદુ સમાજની લાગણીને ધ્યાને લેતાં ભવિષ્યમાં કોઈ આ પ્રકારનું કૃત્ય કરે નહીં તે માટે કડક સજા કરવામાં આવવી જોઈએ. આ અંગે અમારી રજૂઆતને ધ્યાને લઈને પોલીસ અધિકારીએ જરૂરી પગલાં લેવાની ખાતરી આપી છે. ભવિષ્યમાં આ પ્રકારની કોઈ ઘટના બને તોપણ આપણે સૌ સાથે રહીને અવાજ ઉઠાવીશું.” તેમણે સૌને એક રહેવા માટે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનું ધ્યાન રાખવાની અપીલ કરી હતી.