Friday, October 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ઓનલાઇન તીનપત્તીમાં પૈસા હારી ગયો, એટલાં પાપ કર્યાં છે કે કહી શકાય...

    ‘ઓનલાઇન તીનપત્તીમાં પૈસા હારી ગયો, એટલાં પાપ કર્યાં છે કે કહી શકાય તેમ નથી’ કહીને રાજકોટનો 21 વર્ષીય યુવાન ગાયબ થઇ ગયો

    વિડીયો પરિવાર પાસે પહોંચતાં જ તેમની ઉપર આભ તૂટી પડ્યું હતું અને રાતોરાત તેની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી. 

    - Advertisement -

    રાજકોટમાં CAનો અભ્યાસ કરતા એક 21 વર્ષના યુવાન ગાયબ થઇ ગયો છે. તે ઓનલાઇન તીનપત્તીમાં હજારો રૂપિયા હારી ગયો હતો. તેણે નદીના કિનારે ઉભા રહીને બે વિડીયો પણ બનાવ્યા હતા અને કહ્યું હતું કે, તેણે એટલાં પાપ કર્યાં છે કે શબ્દોમાં ઢાળી શકે તેમ નથી અને હવે તે આપઘાત કરવા માટે જાય છે.

    યુવકનું નામ શુભમ બગથરિયા હોવાનું જાણવા મળ્યું છે. તેણે રાજકોટની આજી નદીના કિનારે ઉભા રહીને બે વિડીયો બનાવ્યા હતા. જેમાં તેણે કહ્યું કે, તે જીવનથી હારી ગયો છે અને અન્ય પણ ઘણાં કારણો છે, જેના લીધે તે જીવન ટૂંકાવી રહ્યો છે. તેણે એમ પણ કહ્યું હતું કે, તે ઓનલાઇન તીનપત્તીમાં હજારો રૂપિયા હારી ગયો છે. વિડીયો પરિવાર પાસે પહોંચતાં જ તેમની ઉપર આભ તૂટી પડ્યું હતું અને રાતોરાત રાજકોટમાં તેની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી. 

    વિડીયોમાં યુવક કહે છે કે, “બહુ મહેનત કરી મેં, પરંતુ આ પગલું ઉઠાવવા માટે મજબુર છું, કારણ કે મારાથી એટલાં બધાં પાપ થઇ ગયાં છે કે શબ્દોમાં બયાન કરી શકતો નથી….આ આજી નદી છે, હું કૂદું છું….મારી જાન દઉં છું…” આગળ તે તેના શેઠ અને અન્ય બે-ત્રણ વ્યક્તિઓનાં નામ લઈને કહે છે કે, તેમની પાસેથી હજારો રૂપિયા લઈને તે ઓનલાઇન ‘તીનપત્તી માસ્ટર’ ગેમમાં હારી ગયો હતો. જોકે, તેણે કહ્યું કે, આપઘાત કરવા પાછળ અન્ય પણ કારણો છે.

    - Advertisement -

    વીડિયોમાં આગળ યુવાને કહ્યું કે, તે જીવનથી હારી ગયો છે અને હવે સ્યુસાઇડ કરવા માંગે છે. વિડીયોમાં તેણે માતા-પિતાને સંબોધીને કહ્યું કે, તે તેમને પ્રેમ કરે છે અને બંને તેને માફ કરી દે, તેમજ તેની ગાડી આજી ડેમ પાસે પડી છે, તે વેચીને જેટલા પૈસા ચૂકવાય એ ચૂકવી દે. 

    યુવકે આ વિડીયો ગઈકાલે સાંજે બનાવીને તેના પિતાને મોકલ્યો હતો પરંતુ ઇન્ટરનેટ બંધ હોવાના કારણે તેઓ જોઈ શક્યા ન હતા. સાંજે સાત વાગ્યે ઈન્ટરનેટ શરૂ કરતાં તેમણે વિડીયો જોયો અને પગ તળેથી જમીન સરકી ગઈ હતી. ત્યારબાદ રાત્રે જ પરિવાર શુભમને શોધવા માટે નીકળી ગયો હતો. ત્યારબાદ પોલીસ અને ફાયરબ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી, જેમણે યુવાનની શોધખોળ હાથ ધરી હતી. 

    (તાજા અહેવાલો સામે આવ્યા બાદ રિપોર્ટ અપડેટ કરવામાં આવ્યો છે)

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં