Sunday, April 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાજકોટ: ‘આજે તને પતાવી જ દેવો છે’ કહીને ઇસ્માઇલે પરાગને દસ્તાના ઘા...

    રાજકોટ: ‘આજે તને પતાવી જ દેવો છે’ કહીને ઇસ્માઇલે પરાગને દસ્તાના ઘા ઝીંક્યા, 17 દિવસની સારવાર બાદ વેપારી યુવાનનું મોત: વાહનને સાઈડ આપવા મુદ્દે થઇ હતી માથાકૂટ

    ઘટના બની તે સમયે ભક્તિનગર પોલીસે ઇસ્માઇલ કુરેશી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો અને તેની ધરપકડ કરી લીધી હતી, ઘટના બાદ તેની સામે હત્યાની કલમ પણ ઉમેરાઈ છે.

    - Advertisement -

    રાજકોટમાં દસ્તા વડે હુમલો કરવાના ચકચારી બનાવમાં એક હિંદુ વેપારી યુવાનનું મૃત્યુ થયું છે. 17 દિવસ પહેલાં એટલે કે 5 એપ્રિલના રોજ વાહનને સાઈડ આપવા મુદ્દે થયેલી તકરારમાં ઇસ્માઇલ કાસમ કુરેશી નામના ઈસમે પરાગ પટેલને લોખંડના દસ્તાના ઘા ઝીંકી દીધા હતા. 17 દિવસ સુધી જીવનમરણ વચ્ચે ઝોલાં ખાનારા પરાગ પટેલે આખરે દમ તોડી દીધો છે. આ મામલે હુમલા બાદ જ ઇસ્માઇલની ધરપકડ કરી લેવામાં આવી હતી, હવે હત્યાની કલમ ઉમેરાઈ છે.

    રાજકોટમાં કોઠારિયા રોડ પરના મધુવન પાર્કમાં રહેતા પરાગ નગીનભાઈ પટેલ (ઉં. 39) 50 ફૂટ રોડ પર પટેલ વોટર સેલ્સ નામે મિનરલ વોટરનો પ્લાન્ટ ધરાવે છે. ગત 5 એપ્રિલે પરાગ પોતાના પ્લાન્ટથી ઘરે જમવા જવા બાઈક પર નીકળ્યો હતો. તેની આગળ ઘનશ્યામનગરમાં રહેતો ઇસ્માઇલ કાસમ કુરેશી બાઈક લઈને જઈ રહ્યો હતો. પરાગે હોર્ન માર્યા છતાં તેણે વાહન સાઈડમાં ન લેતાં તેને વાહન સાઈડમાં હંકારવાનું કહેતાં ઇસ્માઇલ ઉશ્કેરાઈ ગયો હતો અને માથાકૂટ થયા બાદ દસ્તા વડે હુમલો કરી દીધો હતો.

    17 દિવસની સારવાર બાદ દમ તોડ્યો

    પરાગ પટેલને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના બની તે સમયે ભક્તિનગર પોલીસે ઇસ્માઇલ કુરેશી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો અને તેની ધરપકડ કરી લીધી હતી. પરાગે 17 દિવસની સારવાર બાદ દમ તોડી દેતાં જેલહવાલે થયેલા ઇસ્માઇલ સામે પોલીસે હત્યાની કલમનો પણ ઉમેરો કર્યો છે.

    - Advertisement -

    પટેલ પરિવારનો એકમાત્ર આધારસ્તંભ છીનવાઈ ગયો

    મૃતક પરાગભાઈના પિતા નગીનભાઈ નારણભાઈ પટેલે એફઆઈઆરમાં જણાવ્યા મુજબ, જ્યારે ઇસ્માઇલ અને પરાગ ઝઘડતા હતા ત્યારે તેઓ તેમને છોડાવવા પણ ગયા હતા, પરંતુ ઉશ્કેરાયેલા ઇસ્માઇલે પરાગને ગાળો ભાંડવાનું ચાલુ રાખ્યું અને રોડ પર ખાંડણી દસ્તો વેચતા બહેન પાસેથી લોખંડનો આશરે એકાદ ફૂટનો દસ્તો લઈ આવ્યો.

    ત્યારબાદ ઇસ્માઇલ ‘આજે તને પતાવી જ દેવો છે’ એમ કહીને પરાગને દસ્તાના ઘા ઝીંકીને ભાગી ગયો હતો. હુમલા બાદ પરાગના માથામાંથી ઘણું લોહી વહી ગયું હતું, જેથી તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. પરંતુ બચી શક્યા નથી. તેમના મૃત્યુથી પટેલ પરિવારનો એકમાત્ર આધારસ્તંભ છીનવાઈ ગયો છે અને એક પુત્ર અને પુત્રી પિતાવિહોણા થઈ ગયા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં