Friday, May 3, 2024
More
    હોમપેજમિડિયારાજદીપ સરદેસાઈનો પુત્ર નીકળ્યો મોદી ફેન, વિકાસ બદલ કર્યાં મોંફાટ વખાણ: પિતાએ...

    રાજદીપ સરદેસાઈનો પુત્ર નીકળ્યો મોદી ફેન, વિકાસ બદલ કર્યાં મોંફાટ વખાણ: પિતાએ કેમેરા સામે સ્વીકાર્યું, ચૂંટણી વિશે ચાલી રહી હતી ચર્ચા

    રાજદીપ એક ‘રસપ્રદ’ વાત કહેતાં હોવાનું કહીને ઉમેરે છે કે, “મારો દીકરો ગયો હતો જયપુર, ત્યાં ફોર લેન હાઇ-વે બન્યો છે. પરત આવીને તેણે કહ્યું કે, “મોદીજીને જુઓ, કેવી રીતે તેમણે રોડ સંપૂર્ણ રીતે બદલી નાખ્યા છે.”

    - Advertisement -

    ‘પત્રકાર’ રાજદીપ સરદેસાઈ ભલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે ભારતીય જનતા પાર્ટીના સૌથી મોટા વિરોધીઓમાં જાણીતા હોય પણ તેમનો પુત્ર મોદીનો મોટો સમર્થક છે. આ વાત બીજા કોઈએ નહીં પણ રાજદીપે સ્વયં કહી છે. ‘ધ લલ્લનટોપ’ પરના એક કાર્યક્રમમાં ચર્ચા દરમિયાન તેમણે કહ્યું કે તેમનો પુત્ર મોદી સમર્થક અને તેમનો પ્રશંસક છે. 

    સોશિયલ મીડિયા પર આ કાર્યક્રમની એક નાનકડી ક્લિપ ફરી રહી છે. જેમાં રાજદીપ સરદેસાઈ અને અન્યો ચર્ચા કરતા જોવા મળે છે. દરમ્યાન, રાજદીપ એક ‘રસપ્રદ’ વાત કહેતાં હોવાનું કહીને ઉમેરે છે કે, “મારો દીકરો ગયો હતો જયપુર, ત્યાં ફોર લેન હાઇ-વે બન્યો છે. પરત આવીને તેણે કહ્યું કે, “મોદીજીને જુઓ, કેવી રીતે તેમણે રોડ સંપૂર્ણ રીતે બદલી નાખ્યા છે.”

    આગળ તેઓ કહે છે, “મેં કહ્યું કે મોદીજી તો છે જ, પણ ગડકરીજી, જેઓ હાઇવે મિનિસ્ટર છે, તેમણે પણ આ કર્યું છે…તો પુત્રએ કહ્યું- “હું જાણું છું, પણ મોદી મોદી છે.” આટલું જણાવીને સરદેસાઈ આગળ કહે છે, “આ નવી પેઢી છે….”

    - Advertisement -

    નોંધવું જોઈએ કે તાજેતરમાં જ ઇન્ડિયા ટુડેએ એક સરવે કર્યો હતો, જેમાં જાણવા મળ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દિવસેને દિવસે વધતી જાય છે અને તેમની સરખામણીએ હાલ દેશમાં કોઇ નેતા નથી. સરવેમાં એ પણ જાણવા મળ્યું કે જો આજે લોકસભા ચૂંટણી થાય તો ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતીથી જીત મેળવશે અને ફરી સરકાર બનાવશે. આ જ વિષય પર ચર્ચા ચાલી રહી હતી ત્યારે સરદેસાઈએ આ વાતો કહી હતી.

    તાજેતરમાં જ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરના ધન્યવાદ પ્રસ્તાવ પર સંબોધન કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ NDA માટે 400 પાર અને ભાજપ માત્ર 370+નો ટાર્ગેટ મૂકી દીધો હતો. વડાપ્રધાન કોઇ પણ બાબત કહે તેની અસર પણ મોટી હોય છે અને તેની ગંભીરતા પણ અનેકગણી વધી જાય છે. સંસદ ભવનમાં PM મોદીના આ એલાનથી ત્યારબાદ અનેક ચર્ચાઓ ચાલી રહી છે. 

    બીજી તરફ, કોંગ્રેસ સહિતના વિપક્ષો અને તેમની ઈકોસિસ્ટમ બેબાકળી થયેલી જોવા મળી રહી છે. મોદીના વિજયરથને રોકવા માટેની તરકીબો અજમાવવામાં આવી રહી છે, પરંતુ હાલના તબક્કે તો તેમાં કોઇ સફળતા મળતી જણાય રહી નથી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં