Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ2.5 લાખ ઘરોમાં વીજળી પહોંચાડવા કેન્દ્રે રાજસ્થાનને 1 હજાર કરોડ ફાળવ્યા, પણ...

    2.5 લાખ ઘરોમાં વીજળી પહોંચાડવા કેન્દ્રે રાજસ્થાનને 1 હજાર કરોડ ફાળવ્યા, પણ કોંગ્રેસ સરકારે કામ જ શરૂ ન કર્યું: આખરે બજેટ લેપ્સ

    26 જુલાઈ 2021ના ​​રોજ રાજસ્થાન રાજ્યના 2.5 લાખ ઘરોમાં વીજળી પહોંચાડવા માટે 1022 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું હતું.

    - Advertisement -

    રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર સામે ફરી સવાલો ઉભા થયા છે. કેન્દ્ર સરકારે હજાર કરોડનું બજેટ ફાળવ્યા છતાં પણ અશોક ગેહલોત સરકાર તેનો ઉપયોગ ન કરી શકી અને આખરે રાજસ્થાનનું વીજ બજેટ લેપ્સ થઇ ગયું હતું. જેના કારણે રાજ્યનાં 2.5 લાખ ઘરોમાં વીજળી પહોંચી શકી ન હતી.

    કેન્દ્રની ભાજપ સરકારે પંડિત દિનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના હેઠળ 26 જુલાઈ 2021ના ​​રોજ રાજસ્થાન રાજ્યના 2.5 લાખ ઘરોમાં વીજળી પહોંચાડવા માટે 1022 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું હતું. આ માટે કેન્દ્રએ ડિસેમ્બર 2021 સુધીમાં કામ પૂર્ણ કરવાની શરત રાખી હતી, પરંતુ રાજ્ય સરકાર આ પાંચ મહિનામાં કામ પૂરું તો શું શરૂ પણ ન કરી શકી અને રાજસ્થાનનું વીજ બજેટ લેપ્સ થઇ ગયું.

    સવાલોમાં ઘેરાતા નેતાઓનું ચલક-ચલાણું

    કેન્દ્ર સરકારની તપાસમાં જાણવા મળ્યું હતું કે ડિસેમ્બર 2021 સુધીમાં કામ પૂર્ણ કરવાની શરત રાખ્યા બાદ પણ કામ પૂરું ન થતા રાજસ્થાનની કોંગ્રેસ સરકારે આ માટે માર્ચ 2022 સુધી સમય અવધિ વધારવાની વિનંતી કરી હતી અને કેન્દ્ર પણ આ માટે સહમત થયું હતું. પણ આ પછી પણ કામ શરૂ ન થયું અને રાજસ્થાન સરકાર આ બજેટનો ઉપયોગ ન કરી શકી. જે બાદ સવાલોમાં ઘેરાયા બાદ કોંગ્રેસના મંત્રીઓ એક બીજા પર ઠીકરું ફોડી રહ્યા છે.

    - Advertisement -

    ફાળવવામાં આવેલ 1022 કરોડ કેવી રીતે લેપ્સ થયા તેમ પૂછવા પર રાજસ્થાન કોંગ્રેસના ઉર્જા મંત્રી ભવરસિંહ ભાટીએ જવાબ આપતાં કહ્યું કે બજેટ મંજૂર થયું ત્યારે તેઓ ઉર્જા મંત્રી ન હતા. તેમણે કહ્યું, “ડિસેમ્બરમાં ડિપાર્ટમેન્ટ મારી પાસે આવ્યો. મેં જાન્યુઆરીમાં તે શોધી કાઢ્યું હતું, પરંતુ ત્યાં સુધીમાં સમય સમાપ્ત થઈ ગયો હતો. મેં કેન્દ્રને જૂન સુધીનો સમય વધારવા કહ્યું, પરંતુ તેઓએ માર્ચ સુધીનો સમય આપ્યો. સમયની અછતને કારણે કામ થઈ શક્યું ન હતું, તેથી પૈસા લેપ્સ થઈ ગયા હતા. આના માટે કેન્દ્રીય મંત્રી શેખાવત, મેઘવાલ અને ચૌધરી પણ એટલા જ જવાબદાર છે.”

    તમામ ખર્ચમાં કેન્દ્ર કરવાનું હતું 60% સહયોગ

    પંડિત દિનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના હેઠળ ગામડાઓમાં ખેડૂતોને મફત વીજ જોડાણ આપવાના હતા. આ યોજનામાં 60 ટકા નાણાં કેન્દ્ર સરકાર અને 40 ટકા નાણાં રાજ્ય સરકારે ખર્ચવાના હતા. જોકે રાજ્ય સરકાર તેને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગઈ છે. ઉલ્લેખનીય છે કે અંગત ખર્ચે વીજળી કનેક્શન મેળવવા માટે 70 હજારથી 1 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.

    આ યોજના હેઠળ સરકાર દ્વારા વર્ષ 2018 સુધી જોડાણો આપવામાં આવ્યા હતા. પછી પણ લગભગ અઢી લાખ ઘરોમાં કનેક્શન પહોંચી શક્યું નથી. આ પછી કેન્દ્ર સરકારે આ માટેનું બજેટ જાહેર કર્યું. જેમાં જોધપુરને 433 કરોડ રૂપિયા, અજમેરને 433 કરોડ રૂપિયા અને જયપુર ડિસ્કોમને બાકીની રકમ આપવામાં આવી હતી. પાંચ મહિનામાં કામ પૂર્ણ કરવાની શરત હોવા છતાં તત્કાલીન ઉર્જા મંત્રી બી.ડી. કલ્લાએ બેદરકારી દાખવીને તેની અવગણના કરી હતી. જ્યારે ભંવરસિંહ ભાટી ડિસેમ્બર 2021માં ઉર્જા મંત્રી બન્યા ત્યારે તેમને જાન્યુઆરીમાં તેની જાણ થઈ. આ પછી, કામ શરૂ થાય તે પહેલાં જ બજેટ લેપ્સ થઈ ગયું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં