Sunday, October 13, 2024
More
    હોમપેજદેશરાજસ્થાનમાં રસ્તા પર નગ્ન અવસ્થામાં મળી મહિલા, વારંવાર નિવેદનો બદલતી રહી પોલીસ:...

    રાજસ્થાનમાં રસ્તા પર નગ્ન અવસ્થામાં મળી મહિલા, વારંવાર નિવેદનો બદલતી રહી પોલીસ: પ્રિયંકા ગાંધીની રેલીના કારણે ગેંગરેપની ઘટના છુપાવાઇ?

    રાજસ્થાનમાં ભાજપની પરિવર્તન રેલીના જવાબમાં પ્રિયંકા ગાંધીની રેલી આયોજિત કરવામાં આવી હતી. પોલીસની નિવેદનો બદલવાની ઘટનાને લોકો તેની સાથે જોડી રહ્યા છે.

    - Advertisement -

    રાજસ્થાનના ભીલવાડામાં શનિવારે રાત્રે (9 સપ્ટેમ્બર, 2023) ગેંગરેપની ઘટના સામે આવી હતી. આ કેસમાં મહિલા રોડ પર નગ્ન અવસ્થામાં મળી આવી હતી. જેને લઈને રવિવાર (10 સપ્ટેમ્બર, 2023)ના રોજ પોલીસ વારંવાર પોતાના નિવેદનો બદલતી રહી, પહેલાં કહ્યું કોઈ રેપ નથી થયો, પછી કહ્યું કે પરિચિતો સાથે ગયેલી મહિલાએ જૂઠું કહ્યું હતું અને પછીથી તે જ રાજસ્થાન પોલીસે આરોપ સાચા હોવાનું કહી બંને આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસની આ નિવેદનો બદલવાની ઘટનાને સોશિયલ મીડિયા પર પ્રિયંકા ગાંધીની રેલી સાથે જોડીને આક્રોશ ઠાલવવામાં આવ્યો છે.

    સોશિયલ મીડિયા પર આ ઘટનાને પ્રિયંકા ગાંધીની રેલી સાથે જોડવામાં આવી રહી છે. વાસ્તવમાં, રવિવારે (10 સપ્ટેમ્બર, 2023) રાજસ્થાનમાં ભાજપની પરિવર્તન રેલીના જવાબમાં પ્રિયંકા ગાંધીની રેલી આયોજિત કરવામાં આવી હતી. પોલીસની નિવેદનો બદલવાની ઘટનાને લોકો તેની સાથે જોડી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, રેપની આ ઘટના ભીલવાડાના ગંગાપુરમાં શનિવારે (9 સપ્ટેમ્બર) રાત્રે લગભગ 8 વાગ્યે બની હતી.

    આ મામલે અંકિત જૈન નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે, “પ્રિયંકા ગાંધીની રેલીથી માત્ર ત્રણ કિલોમીટર દૂર એક મહિલા નગ્ન અવસ્થામાં મળી આવે છે, પોલીસની ગાડીના સીટના કપડાંથી તેને ઢાંકવામાં આવે છે. મહિલા કહે છે કે તેની સાથે ગેંગરેપ થયો છે. રેલી પહેલાં રાજસ્થાન પોલીસ ટ્વિટ કરે છે કે રેપ અને અપહરણની ઘટના જૂઠી નીકળી, રેલી બાદ પોલીસ નવું ટ્વિટ કરીને કહે છે કે રેપની ઘટના સાચી છે.”

    - Advertisement -

    શું છે સમગ્ર મામલો

    વાસ્તવમાં 10 સપ્ટેમ્બરે રાજસ્થાનમાં પ્રિયંકા ગાંધીની રેલીને ધ્યાનમાં રાખીને ભીલવાડા ગેંગરેપ કેસમાં રાજસ્થાન પોલીસ દ્વારા બેદરકારી દાખવવાનો અને વારંવાર પોતાના નિવેદન બદલવાનો મામલો સામે આવ્યો છે.

    મામલે સૌથી પહેલા સવારે 11:05 વાગ્યે, રાજસ્થાન પોલીસે તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક નિવેદન જાહેર કરીને દાવો કર્યો હતો કે ગંગાપુરના આમલી રોડ પર નગ્ન અવસ્થામાં મળી આવેલી મહિલાનું ન તો અપહરણ થયું હતું કે ન તો તેના પર સામૂહિક બળાત્કાર થયો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે, તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે મહિલાએ ‘જૂઠું’ કહ્યું હતું, કારણ કે તે તેના પતિથી ડરતી હતી.

    ત્યારબાદ અન્ય એક પોસ્ટ કરીને પોલીસે કહ્યું કે મહિલાનું મેડિકલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું અને તેમને તેના ફોન પર આરોપી સાથેનું કોલ રેકોર્ડિંગ મળ્યું હતું.

    બપોરે લગભગ 2.59 વાગ્યે, જ્યારે પ્રિયંકા ગાંધીની રેલી સમાપ્ત થઈ ચૂકી હતી ત્યારે ભીલવાડા પોલીસે ફરી એક નિવેદન જાહેર કરીને કહ્યું કે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હવે પોલીસે સ્પષ્ટ કહ્યું કે સામૂહિક દુષ્કર્મની પુષ્ટિ થઈ છે, પરંતુ અપહરણની ફરિયાદ ખોટી નીકળી. આરોપીઓ મહિલાના પરિચિત હતા. તેમની સાથે બળાત્કાર કર્યા બાદ મહિલા ત્યાંથી ભાગી નીકળી હતી.

    લગભગ 3.45 વાગ્યે રાજસ્થાન પોલીસના ઓફિશિયલ X હેન્ડલે આ મામલે વધુ એક નિવેદન જાહેર કર્યું, જેમાં એ ભાગ હટાવી દેવામાં આવ્યો હતો જેમાં જણાવાયું હતું કે મહિલા સાથે સામૂહિક બળાત્કાર નહોતો થયો અને કહેવામાં આવ્યું કે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારપછીના ટ્વિટમાં પોલીસે પુષ્ટિ કરી કે તપાસ બાદ મહિલા સાથે દુષ્કર્મ થયાની પુષ્ટિ થઈ ગઈ છે, જે પોલીસના અગાઉના નિવેદનથી વિરોધાભાસી છે.

    સોશિયલ મીડિયા પર થઈ રાજસ્થાન પોલીસની બદનામી

    આ સમગ્ર મામલાને લઈને ફેક્ટ નામના એક સોશિયલ મીડિયા હેન્ડલે લખ્યું હતું કે, “આ છે રાજસ્થાન પોલીસ! પહેલાં તેમણે રેપનો ઇનકાર કર્યો કારણ કે સવારે પ્રિયંકા ગાંધી ત્યાં રેલી કરી રહ્યાં હતાં, બાદમાં તેમણે સ્વીકાર્યું કે તેની સાથે રેપ થયો છે અને હવે તેમણે પોતાનું ટ્વિટ ડિલીટ કરી દીધું છે જેમાં તેમણે કહ્યું હતું કે પીડિતા પર બળાત્કાર થયો નથી.”

    આ પોસ્ટમાં ફેક્ટ હેન્ડલે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પ્રિયંકા ગાંધીને ટેગ કરીને આ બાબતને શરમજનક ગણાવી છે. સાથે જ કટાક્ષ કરતાં કહ્યું કે આ એ લોકો છે જે મહિલા સશક્તિકરણ અને સુરક્ષાની વાતો કરે છે.

    આરોપીઓની ધરપકડ

    ઉલ્લેખનીય છે કે આ મામલામાં FIR બાદ પોલીસે કાર્યવાહી કરી બંને આરોપીની ધરપકડ કરી હતી. મીડિયા રિપોર્ટસ્ અનુસાર, એસએચઓ ગંગાપુર, સીઓ અને અન્ય પોલીસ ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસનો દાવો છે કે સીડીઆર તપાસથી પણ તેમને મામલાની પુષ્ટિ કરવામાં મદદ મળી હતી. આ પછી પોલીસે બંને આરોપીઓને કસ્ટડીમાં લીધા હતા.

    આરોપીઓના નામ ગંગાપુર આમલીના રહેવાસી ગણેશ સરગરાનો પુત્ર છોટુ (42) અને ચીડખેડાના રહેવાસી નગજીરામ ગાડરીનો પુત્ર ગિરધારી (30) હોવાનું જાણવા મળ્યું છે. હાલ બંનેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલ બાઇક પણ કબજે કર્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં