Thursday, July 18, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટરાજસ્થાન કોંગ્રેસમાં ભડકો , CM ગેહલોતથી અનેક ધારાસભ્યો નારાજઃ ખેલ મંત્રીએ 'બળતરા'થી...

  રાજસ્થાન કોંગ્રેસમાં ભડકો , CM ગેહલોતથી અનેક ધારાસભ્યો નારાજઃ ખેલ મંત્રીએ ‘બળતરા’થી આઝાદી માંગી, ભાજપે કહ્યું- જહાજ ડૂબવાનું છે

  રાજસ્થાન કોંગ્રેસમાં ફરીથી અસંતોષ ભભૂક્યો છે. યુવા અને ખેલ મામલાઓના મંત્રી ચાંદનાએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે કે તેમના મંત્રાલયનું કાર્ય ખરેખર તો તેમના સચિવ જ સંભાળે છે, તેઓ નહીં.

  - Advertisement -

  રાજસ્થાન કોંગ્રેસમાં ભડકો થયો છે, રાજસ્થાનની કોંગ્રેસ સરકારના મુખ્યમંત્રી અશોક ગેહલોતના જ એક મંત્રી અશોક ચાંદના પોતાની જ સરકારથી નારાજ છે અને રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી છે. ચાંદના અગ્ર સચિવ કુલદીપ રાંકાથી નારાજ છે અને રાજસ્થાન કોંગ્રેસમાં ભડકો થયો છે. ચાંદનાએ આ અંગે ટ્વિટ પણ કર્યું છે.

  રાજ્ય અને યુવા બાબતોના પ્રધાન અશોક ચાંદનાએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે , “માનનીય મુખ્ય મંત્રી, મારી તમને વ્યક્તિગત વિનંતી છે કે મને આ ક્રૂર બળતરા સભર પદમાંથી મુક્ત કરો અને મારા તમામ વિભાગોનો હવાલો શ્રી કુલદીપ રાંકાજીને સોંપો, કારણકે તમામ વિભાગોના મંત્રી તો તેઓજ છે.”

  વાસ્તવમાં રાજસ્થાનની ગેહલોત સરકારમાં નોકરશાહીનો દબદબો જોવા મળી રહ્યો છે. આ અંગે ઘણા ધારાસભ્યો પોતાની નારાજગી પણ વ્યક્ત કરી ચૂક્યા છે. ધારાસભ્યો ગણેશ ઘોઘરા, રાજેન્દ્ર બિધુરી, ધીરજ ગુર્જર અને ખુદ મુખ્યમંત્રીનાજ સલાહકાર સંયમ લોઢાએ પણ સરકારમાં નોકરશાહી પર સવાલો ઉઠાવ્યા છે.

  - Advertisement -

  ધારાસભ્ય ગણેશ ઘોઘરાએતો ગયા અઠવાડિયે સીએમ ગેહલોતને પત્ર લખીને રાજીનામું આપી દીધું હતું. તેમના પત્રમાં, તેમણે કહ્યું હતું કે, “હું શાસક પક્ષનો ધારાસભ્ય છું, પરંતુ મને લાગે છે કે રાજસ્થાન સરકાર ઉપરોક્ત હોદ્દા પર રહીને પણ મારા શબ્દોની અવગણના કરી રહી છે. સ્થાનિક પ્રશાસનના અધિકારીઓ પણ મારી વાત સાંભળવા તૈયાર નથી.

  રમતગમત મંત્રી અશોક ચાંદનાએ રાજીનામું આપવાની ચીમકી આપ્યા બાદ ભાજપે રાજ્યની કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. બીજેપી પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયાએ ટ્વીટ કર્યું કે હવે રાજ્યમાં કોંગ્રેસ સરકારનું જહાજ ડૂબવા જઈ રહ્યું છે અને 2023ના રુઝાન અત્યારથીજ આવવા લાગ્યા છે.

  તે જ સમયે, કેન્દ્રીય જલશક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ટ્વીટ કર્યું હતું કે, “રાજસ્થાનમાં કૌશલ્ય વિકાસ અને યુવા બાબતોના મંત્રી અશોક ચાંદનાજીએ તેમની પોસ્ટને “અપમાન” તરીકે વર્ણવતા તેમને ગેહલોતજીથી મુક્ત કરવાની માંગ કરી છે. લોકશાહી પ્રણાલીમાં આટલી મોટી જવાબદારી નિભાવી રહેલા યુવાનો દ્વારા આ શબ્દો કહેવાથી કોંગ્રેસ સરકાર સામંતવાદી સાબિત થાય છે. યુવા મંત્રીને શરમ આવતી હોય તો રાજ્યના યુવાનોનો વિચાર કરો”

  મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે અશોક ચાંદના પર કામનું દબાણમાં છે, તેથી તેણે ટેન્શનમાં આવું નિવેદન આપ્યું હશે. તેને ગંભીરતાથી લેવું જોઈએ નહીં. સીએમ ગેહલોતે કહ્યું કે તેમણે ચાંદના સાથે હજુ સુધી વાત કરી નથી.

  તો બીજી તરફ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ગોવિંદ સિંહ દોટાસરાએ જણાવ્યું હતું કે મંત્રીઓ અને ધારાસભ્યોની નોકરશાહી પ્રત્યેની નારાજગીને ધ્યાનમાં લેવામાં આવશે. દોટાસરાએ ઉમેર્યું કે ધારાસભા અને કારોબારી સિક્કાની બે બાજુ છે. જો કોઈ ધારાસભ્ય કે જનપ્રતિનિધિને લાગતું હોય કે નોકરિયાતો યોગ્ય રીતે કામ કરી રહ્યા નથી, તો તે સરકારનું કામ છે, પછી તે મુખ્યમંત્રી હોય કે મંત્રી.

  ચાંદનાના રિસામણાનું કારણ તાજેતરમાં રમત વિભાગ અને રમતગમત પરિષદમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેમાં મંત્રી ચાંદનાને પૂછવામાં પણ આવ્યું ન હતું. રમત મંત્રીની અવગણના કરીને નિર્ણય લેવાતા ચાંદના ગુસ્સે થઈ ગયા હતા. જેમાં પ્રિન્સિપલ સેક્રેટરી કુલદીપ રાંકાનું નામ સામે આવતાં તેમણે મોરચો ખોલતાં જ તેમને આખો વિભાગ અગ્ર સચિવને સોંપવાની સલાહ આપીને રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી હતી.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં