Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાજસ્થાન: ગાયોની સેવા કરનારા સંતનો ગૌશાળામાં ગળેફાંસો ખાઈ આપઘાત, વિડીયોમાં જણાવી આપવીતી

    રાજસ્થાન: ગાયોની સેવા કરનારા સંતનો ગૌશાળામાં ગળેફાંસો ખાઈ આપઘાત, વિડીયોમાં જણાવી આપવીતી

    આત્મહત્યા પહેલાંનો તેમનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં બાબા દયાલ પુરી આત્મહત્યાનું કારણ જણાવી રહ્યા છે.

    - Advertisement -

    રાજસ્થાનમાં બાડમેર જિલ્લામાં આવેલી એક ગૌશાળાના સાધુએ આત્મહત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. બાડમેરના દાંતા ગામ પાસે પાબૂજી રાઠોડ ગૌશાળા આવેલી છે. તેના સંચાલક દયાલ પુરીએ ગૌશાળાના પરિસરમાં જ ફાંસીનો ફંદો લગાવીને આપઘાત કર્યો છે. દયાલ પુરીની આત્મહત્યાના સમાચારે સમગ્ર વિસ્તારમાં ચકચાર જગાવ્યો છે. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

    ઘટનાની જાણ થતાં જ ગૌશાળામાં ભીડ એકઠી થઈ ગઈ હતી. સાધુના મૃત્યુના સમાચાર તેમના પરિવારજનોને આપવામાં આવ્યા હતા. રિપોર્ટ મુજબ, ગૌશાળાના સાધુની આત્મહત્યા પહેલાંનો તેમનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં બાબા દયાલ પુરી આત્મહત્યાનું કારણ જણાવી રહ્યા છે.

    વિડીયોમાં સાધુએ ત્રણ વ્યક્તિને પોતાના મૃત્યુ માટે જવાબદાર ગણાવ્યા

    સાધુ દયાલપુરીએ કથિત વિડીયોમાં ત્રણ લોકો પર આરોપ મૂક્યો હતો. તેમણે વિડીયોમાં કહ્યું કે, “જય ગોપાલ જય ગૌ માતા… મારું નામ દયાલપુરી મહારાજ છે. હું શ્રી પાબૂજી રાઠોડ ગૌશાળાનું સંચાલન કરી રહ્યો છું. આજે બહુ દુઃખદ સમાચાર આપી રહ્યો છું. હું મારી જિંદગીને બહુ પ્રેમથી સમાપ્ત કરી રહ્યો છું. ચેનારામ બેનીવાલ અને તેમની પત્નીએ મને એટલો ટોર્ચર કર્યો છે કે હું આજે આત્મહત્યા કરી રહ્યો છું. રામ ગોપાલ જોશી ગૌશાળાના અકાઉન્ટન્ટ છે. મેં તેના પર ભરોસો કર્યો, પણ તે મારી ગૌશાળાના તમામ ડોક્યુમેન્ટ લઈને ફરાર થઈ ગયો. આ લોકો જેલમાં જવા જોઈએ.”  

    - Advertisement -

    સાધુ દયાલ પુરીએ વિડીયોમાં ગાયોની સેવા માટે દાન કરવાની અપીલ પણ કરી હતી. પોલીસે કલમ 306 હેઠળ કેસ નોંધીને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે. સાધુની પત્નીએ પણ પોતાના પતિની આત્મહત્યા મામલે એવો આરોપ મૂક્યો હતો કે, દયાલ પુરી ગાયોની સેવા કરવા ઈચ્છતા હતા, પણ અમુક લોકો ગૌશાળાના પૈસા ખાઈ ગયા હતા.

    વહેલી સવારે બાબા દયાલ પુરીએ ફાંસો ખાઈને આપઘાત કર્યો

    રિપોર્ટ મુજબ, સાધુ દયાલ પુરી (ઉં. 70) છેલ્લાં 7-8 વર્ષથી ગૌશાળાનું સંચાલન કરી રહ્યા હતા. તેમણે ગત 21 એપ્રિલ, શુક્રવારે સવારે લગભગ 5 વાગ્યા આસપાસ આત્મહત્યા કરી હતી. આ દરમિયાન અમુક સ્ટાફ પણ ગૌશાળામાં હતો. રાત્રે દયાલ પુરી સહિતનો સ્ટાફ સૂઈ ગયો હતો અને સવારે સાધુએ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

    ડ્રાઈવરની નોકરી મૂકીને ગાયોની સેવા કરવાનું ચાલુ કર્યું

    દયાલ પુરી પહેલાં ડ્રાઈવર તરીકે નોકરી હતા હતા. ત્યારબાદ તેઓ તારાતરા મઠમાં સંન્યાસી બની ગયા હતા. તેઓ 7-8 વર્ષથી ગૌશાળા સાંભળી રહ્યા હતા. લંપી રોગ ફાટી નીકળ્યો હતો ત્યારે તેમણે ગાયોને બચાવવા ખૂબ કામ કર્યું હતું. એક ગૌરક્ષકની આત્મહત્યાથી વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં