Friday, October 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટધોળે દિવસે કન્હૈયાલાલનું ગળું કપાતા ન રોકી શકનાર રાજસ્થાન સરકારની પોલીસ CM...

    ધોળે દિવસે કન્હૈયાલાલનું ગળું કપાતા ન રોકી શકનાર રાજસ્થાન સરકારની પોલીસ CM અશોક ગેહલોતના પોસ્ટરની સુરક્ષા માટે 24 કલાક ખડેપગે

    રાજધાની જયપુરમાં રાજ્યની સૌથી મોટી રાજસ્થાન યુનિવર્સિટીની સામે ગાંધી સર્કલ પર સરકાર દ્વારા એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે. તેની સુરક્ષા માટે પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે.

    - Advertisement -

    રાજસ્થાન પોલીસ માટે કોંગ્રેસના પોસ્ટરની કિંમત માણસના જીવથી વધું હોય તેવું સાબિત કરતા અહેવાલો કોંગ્રેસશાસિત રાજ્ય રાજસ્થાનથી સામે આવી રહ્યા છે. એ જ રાજસ્થાન જ્યાં વારંવાર કરગરવા છતાં કન્હૈયાલાલની ફરિયાદો નથી સંભાળવામાં આવતી, પોલીસ તેનું રક્ષણ કરવાની જગ્યાએ તેણે હડધૂત કરીને કાઢી મૂક્યા બાદ ધોળે દિવસે કેટલાક મુસ્લિમ કટ્ટરવાદીઓએ તેમનું ગળું કાપી નાખ્યું, અને આ એ જ રાજસ્થાન છે જ્યાં તેમના મુખ્યમંત્રી અશોક ગેહલોતના પોસ્ટરની સુરક્ષા કરવા માટે પોલીસ 24 કલાક ખડેપગે ઉભી રહે છે.

    અહેવાલો અનુસાર રાજસ્થાન કદાચ પહેલું એવું રાજ્ય છે જ્યાં પોલીસકર્મીઓ કોંગ્રેસી મુખ્યમંત્રી અશોક ગેહલોતના હોર્ડિંગ્સની સુરક્ષા કરી રહ્યા છે. વિધાનસભા ચૂંટણી પહેલા રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર રાજ્યમાં સરકારી યોજનાઓનો વ્યાપક પ્રચાર કરી રહી છે. રાજ્યના લગભગ દરેક નાના-મોટા શહેરમાં કોંગ્રેસ સરકારની યોજનાઓના હોર્ડિંગ-પોસ્ટર્સ જોવા મળી રહ્યા છે. રાજધાની જયપુરમાં રાજ્યની સૌથી મોટી રાજસ્થાન યુનિવર્સિટીની સામે ગાંધી સર્કલ પર સરકાર દ્વારા આવું જ એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે. તેની સુરક્ષા માટે પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે.

    ગાંધી સર્કલ VIP વિસ્તારમાં આવેલું છે. અહીંથી પસાર થતા દરેક નાના-મોટા વાહનની સ્પીડ ઓછી કરવી પડે છે. આવી સ્થિતિમાં લોકોનું ધ્યાન સૌથી વધુ અહીંના હોર્ડિંગ-પોસ્ટર્સ પર જાય છે. જેથી દરેક વ્યક્તિ અહીં પોસ્ટર લગાવવા માંગે છે. ઘણી વખત લોકો હોર્ડિંગ્સ પર પોસ્ટર ચોંટાડી દે છે. તેવામાં મુખ્યમંત્રી અશોક ગેહલોતની તસવીરવાળા હોર્ડિંગ પર અન્ય કોઈ પોસ્ટર ચોંટાડવામાં ન આવે અથવા કોઈ તેને ફાડી ન જાય તે કદાચ તે ડરથી પોસ્ટરના રક્ષણ માટે સાદા યુનિફોર્મમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે .

    - Advertisement -

    હોર્ડિંગની સુરક્ષા માટે પોલીસ તૈનાતી પર ભાજપના અમિત માલવિયાએ કહ્યું, “રાજસ્થાન સરકાર કન્હૈયા લાલને સુરક્ષા આપી શકી ન હતી અને તેના કારણે તેમની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. પરંતુ કોંગ્રેસની સરકારમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતના હોર્ડિંગ્સની સુરક્ષા માટે 24 કલાક પોલીસ તૈનાત રહે છે. જનતાના જીવ કરતાં હોર્ડિંગની સુરક્ષા વધુ મહત્વની છે?”

    આ ઉપરાંત રાજસ્થાન બીજેપી અધ્યક્ષ સતીશ પુનિયાએ પણ આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપતા ટ્વીટ કર્યું હતું, તેઓ પોતાના ટ્વીતમાં લખે છે કે, “રાજસ્થાનના ઈતિહાસમાં આટલો અસુરક્ષિત મુખ્યમંત્રી ક્યારેય જોયો નથી. આ દ્રશ્ય જોઈને બિનોદ પણ હેરાન છે, કેવી રીતે અટકશે ગુનાખોરી, મુખ્યમંત્રીને માત્ર તેમના પોસ્ટરની ચિંતા છે.”

    હાલ રાજસ્થાન સરકારના આ ‘પોસ્ટર સુરક્ષા’ના નિર્ણય બાદ લોકો એક જ સવાલ કરી રહ્યા છે કે મુખ્યમંત્રી અશોક ગેહલોત દ્વારા જો એક પોસ્ટરની સુરક્ષા માટે પોલીસ કાફલો ખડકાવી દેવામાં આવતો હોય તો તેનો અર્થ એ કે સામાન્ય નાગરિકના જીવનની કિંમત આ પોસ્ટરની કિંમત વધુ હશે?

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં