Tuesday, February 25, 2025
More
    હોમપેજક્રાઈમખેતરમાં કામ કરી રહ્યો હતો દલિત પરિવાર, તીક્ષ્ણ હથિયારો સાથે મુસ્લિમોએ કરી...

    ખેતરમાં કામ કરી રહ્યો હતો દલિત પરિવાર, તીક્ષ્ણ હથિયારો સાથે મુસ્લિમોએ કરી દીધો હુમલો: અલવરની ઘટના, 7 ઘાયલ; મુશ્તાક, સાહુન, રેશમ સહિતનાઓ વિરુદ્ધ FIR

    આરોપી મુશ્તાક, સાહુન, રેશમ, રૂજદાર, હારૂન, તૌફિક, ઉદ્દર અને તેમના બાળકોએ દલિત પરિવાર પર હુમલો કરવા માટે તીક્ષ્ણ હથિયારોનો ઉપયોગ કર્યો હતો. આ અંગે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે FIR નોંધી હતી.

    - Advertisement -

    પાછલા ઘણા સમયથી મુસ્લિમો દ્વારા હિંદુઓને નિશાનો બનાવ્યા હોવાની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. દેશના વિવિધ રાજ્યોમાંથી આવી ઘટનાઓ સામે આવતી હોય છે. જોકે પાછલા કેટલાક સમયથી આવી ઘટનાઓને લઈને રાજસ્થાનનું નામ ઘણું ચર્ચાઈ રહ્યું છે. પહેલાં બ્યાવર બળાત્કાર-બ્લેકમેલ કાંડ (Beawar Sex Scandal), પછી હિંદુ દલિત સગીરા સાથે મુસ્લિમ સમુદાયના યુવકો દ્વારા દોઢ વર્ષ સુધી બળાત્કાર, શારીરિક-માનસિક શોષણ અને અલવરમાં હવે દલિત સમુદાયના (Attack on Dalit) લોકો પર મુસ્લિમોના ટોળાએ (Attack by Muslim Mob) કરેલ હુમલો સામે આવ્યો છે. આ ઘટનાઓ જય ભીમ જય મીમની કાલ્પનિક સંરચનાને ઉઘાડી પાડી રહી છે.

    તાજેતરમાં જ સામે આવેલ માહિતી અનુસાર રાજસ્થાનના અલવર જિલ્લામાં એક દલિત પરિવાર પર 20થી 25 મુસ્લિમોના ટોળાએ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં દલિત સમુદાયના ઓછામાં ઓછા 7 લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી હતી. જોકે આ હુમલાના વિડીયો-ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર ઘટનાએ ચર્ચા જગાવી દીધી હતી. આ વિડીયોમાં જોઈ શકાય છે કે દલિત સમુદાયના લોકો રાઈના ખેતરોમાં લણણી કરી રહ્યા છે જે દરમિયાન મુસ્લિમ સમુદાયની મહિલાઓ અને બાળકો સહિતના લોકોએ દલિત સમુદાયના લોકો પર હુમલો કરી દીધો હતો.

    અહેવાલો અનુસાર આરોપી મુશ્તાક, સાહુન, રેશમ, રૂજદાર, હારૂન, તૌફિક, ઉદ્દર અને તેમના બાળકોએ દલિત પરિવાર પર હુમલો કરવા માટે તીક્ષ્ણ હથિયારોનો ઉપયોગ કર્યો હતો. આ અંગે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે FIR નોંધી હતી. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે રવિવારે ગોહા ગામમાં હુમલો થયો હતો અને ઘાયલોને સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાંથી બેને ગંભીર ઈજાઓને કારણે ઉચ્ચ તબીબી કેન્દ્રોમાં રિફર કરવામાં આવ્યા હતા.

    - Advertisement -

    કહેવાઈ રહ્યું છે કે જમીનના વિવાદના કારણે દલિત સમુદાયના લોકો પર મુસ્લિમોના ટોળાએ હુમલો કરી દીધો હતો. પોલીસે FIR નોંધીને આગામી કાર્યવાહીમાં આરોપીઓની ધરપકડ પણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજસ્થાનનો અલવર જિલ્લો મુસ્લિમ ટોળા દ્વારા થતી હિંસા માટે કુખ્યાત છે. આ પ્રદેશ, જે પશુઓની તસ્કરી અને તેની સાથે સંકળાયેલી હિંસા માટે પણ જાણીતો છે. આ ઉપરાંત સ્થાનિક લોકોને વિસ્તારમાંથી હાંકી કાઢવા અને તેમની જમીનો પર દાવો કરવા માટે ખૂની ઇસ્લામિક ટોળાઓ દ્વારા કરવામાં આવતી ક્રૂરતાની ઘટનાઓ માટે પણ કુખ્યાત છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં