Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘અન્ય દેશની મહિલાઓ આગળ, ભારતની મહિલાઓ આજે પણ…’: વિજ્ઞાન વિશે વાત કરતા...

    ‘અન્ય દેશની મહિલાઓ આગળ, ભારતની મહિલાઓ આજે પણ…’: વિજ્ઞાન વિશે વાત કરતા રાજસ્થાનના મંત્રીએ હિંદુ પરંપરાને નિશાન બનાવી, ભાજપનો વિરોધ

    રાજસ્થાન સરકારના મંત્રી ગોવિંદરામ મેઘવાલે અશોક ગેહલોતની હાજરીમાં મહિલાઓ વિશે અપમાનજનક નિવેદન કરતાં ભાજપે વિરોધ નોંધાવ્યો હતો.

    - Advertisement -

    રાજસ્થાનની કોંગ્રેસ સરકારના મંત્રી ગોવિંદરામ મેઘવાલે એક જાહેર કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે મહિલાઓ અને હિંદુ પરંપરા વિશે અપમાનજનક ભાષા વાપરીને નવો વિવાદ સર્જ્યો છે. અશોક ગેહલોતની હાજરીમાં રાજસ્થાનના મંત્રીએ કડવા ચોથ પર પતિની લાંબી ઉંમર માટે મહિલાઓ દ્વારા કરવામાં આવતી વિધિની ટીકા કરતાં કહ્યું હતું કે, અન્ય દેશોમાં મહિલાઓ આગળ વધી રહી છે ત્યારે ભારતની મહિલાઓમાં આજે પણ અંધવિશ્વાસ જોવા મળી રહ્યો છે. આ નિવેદન બાદ ભાજપે વિરોધ શરૂ કર્યો છે. 

    એક કાર્યક્રમમાં રાજસ્થાનના મંત્રી ગોવિંદરામ મેઘવાલે કહ્યું કે, “ચીનમાં એંશી ટકા મહિલાઓ, અમેરિકામાં પચાસ ટકા મહિલાઓ કામ કરે છે. તેથી તે દેશો વિજ્ઞાનની દુનિયામાં જીવી રહ્યા છે, પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે આજે પણ આપણે ત્યાં મહિલાઓ ચાળણીમાંથી ચાંદ જોઈને પતિની લાંબી ઉંમરની વાત કરે છે. પરંતુ પતિ ક્યારેય પત્ની માટે ચાળણીમાંથી જોતો નથી. લોકો અંધવિશ્વાસમાં જીવી રહ્યા છે. લોકો ધર્મ અને જાતિના નામે લડી રહ્યા છે.”

    રાજસ્થાનના મંત્રીએ રાજસ્થાનના મંત્રીએ કડવા ચોથ મુદ્દે આ શબ્દો કહ્યા ત્યારે મુખ્યમંત્રી અશોકે ગેહલોત પણ ત્યાં હાજર હતા. આ નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટીએ વિરોધ નોંધાવ્યો છે અને મંત્રીની માફીની માંગ કરી છે. ઉપરાંત, પાર્ટીએ અશોક ગેહલોત સમક્ષ પણ મંત્રી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. 

    - Advertisement -

    રાજસ્થાન ભાજપના પ્રવક્તા રામલાલ શર્માએ આ અંગે કહ્યું કે, મંત્રીને એ ખબર હોવી જોઈએ કે ભારતમાંથી કલ્પના ચાવલા અવકાશમાં જઈ આવ્યા છે અને અનેક ભારતીય મહિલાઓ આજે પાયલોટ તરીકે ફરજ બજાવી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ગોવિંદરામ મેઘવાલે દેશની કરોડો મહિલાઓનું અપમાન કર્યું છે. તેમણે નિવેદન પરત ખેંચી લેવું જોઈએ અને આ નિવેદન બદલ માફી મંગાવી જોઈએ. મુખ્યમંત્રીએ પણ તેમની સામે પગલાં લેવા જોઈએ. 

    ભાજપના પ્રવક્તાએ એમ પણ કહ્યું કે, ભારતીય મહિલાઓ પરંપરાઓ જાળવવા માટે જાણીતી છે અને તેઓ વ્યક્તિગત જીવન અને વ્યવસાયિક જીવન વચ્ચે કેવી રીતે સંતુલન જાળવવું તે સારી રીતે જાણે છે. અને આ સંતુલન જાળવીને જ તેઓ પરંપરાનું પાલન કરતાં પતિની લાંબી ઉંમર માટે પ્રાર્થના કરે છે. 

    જોકે, વિવાદ બાદ મંત્રીએ ફેરવી તોળ્યું હતું અને કહ્યું હતું કે, તેઓ વૈજ્ઞાનિક વિચારોના મહત્વ અંગે વાત કરી રહ્યા હતા. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, હું કડવા ચોથની વિરુદ્ધમાં નથી. જે કોઈ પણ આ પરંપરાનું પાલન કરવા માંગતું હોય તેઓ તેમ કરી શકે છે. હું વૈજ્ઞાનિક વિચારોનું મહત્વ સમજાવી રહ્યો હતો.” જોકે, તેમણે કોઈ માફી માંગી ન હતી. 

    નોંધવું જોઈએ કે લેફ્ટ લિબરલો દ્વારા કાયમ હિંદુ પરંપરાઓને નિશાન બનાવીને ભારતને, ભારતની સંસ્કૃતિને પછાત ગણાવવાના પ્રયત્નો થતા રહે છે. બીજી તરફ, સમુદાય વિશેષોમાં જ્યાં ખરેખર મહિલાઓએ કડક નિયમો પાળવા પડે છે તેનો જાણીજોઈને ઉલ્લેખ કરવામાં આવતો નથી કે ચર્ચા કરવામાં આવતી નથી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં