Tuesday, April 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપોલીસની હાજરીમાં ભડકાઉ ભાષણ અને ધમકી આપનાર મૌલાનાને 24 કલાકમાં જ જામીન...

    પોલીસની હાજરીમાં ભડકાઉ ભાષણ અને ધમકી આપનાર મૌલાનાને 24 કલાકમાં જ જામીન મળી ગયા, હિંદુઓએ કહ્યું- આ તો થવાનું જ હતું

    ગત 3 જૂનના રોજ મુફ્તી નદીમે બુંદી ખાતે ડીએમ ઑફિસે નૂપુર શર્મા વિરુદ્ધ આવેદનપત્ર પાઠવ્યું હતું. દરમિયાન તેણે રાજસ્થાન પોલીસની હાજરીમાં જ ભડકાઉ ભાષણ આપ્યું હતું છતાં પોલીસ મૂકદર્શક બનીને બેસી રહી હતી.

    - Advertisement -

    રાજસ્થાનમાં કલેક્ટર ઑફિસની બહાર પોલીસની હાજરીમાં જ ભડકાઉ ભાષણ અને ધમકી આપનાર મૌલાનાની ધરપકડ થયાના 24 કલાકમાં જ જામીન મળી ગયા છે. આ મૌલાનાનું નામ મુફ્તી નદીમ અખ્તર સકાફી છે. તેની સાથે મોહમ્મદ આલમ ગૌરીની પણ ધરપકડ કરવામાં આવી હતી. બંનેની જામીન અરજીની સુનાવણી કરતા કોર્ટે 2-2 લાખના અંગત બોન્ડ અને 1-1 લાખ ભરવાનો આદેશ આપીને કોર્ટે મૌલાનાને જામીન આપ્યા હતા. 

    શુક્રવારે બપોરે બુંદી પોલીસ મૌલાના મુફ્તી નદીમ અને મોહમ્મદ આલમ રાજા ગૌરીની ધરપકડ કરી હતી. જે બાદ કડક સુરક્ષા વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે બંનેને 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલવાનો આદેશ કર્યો હતો. જે બાદ તેમના વકીલે કોર્ટમાં જામીન અરજી કરી હતી. બંને તરફથી વકીલો શ્રીરામ આર્ય અને સગીર અહેમદે કોર્ટમાં દલીલો કરી હતી.

    ઉલ્લેખનીય છે કે ગત 3 જૂનના રોજ મુફ્તી નદીમે બુંદી ખાતે ડીએમ ઑફિસે નૂપુર શર્મા વિરુદ્ધ આવેદનપત્ર પાઠવ્યું હતું. દરમિયાન તેણે રાજસ્થાન પોલીસની હાજરીમાં જ કહ્યું હતું કે, “અમે અમારા આકાની શાનમાં કરવામાં આવેલ ગુસ્તાખીનો બદલો કેવી રીતે લેવો તે જાણીએ છીએ. મારા નબીની શાનમાં એક શબ્દ પણ બોલ્યા તો યાદ રાખજો કે જીભ કાપી લેવામાં આવશે. હાથ ઉઠાવો તો હાથ કાપી લેવામાં આવશે. આંગળી ઉઠાવો તો આંગળી કાપી લેવામાં આવશે. આંખો પણ ઉઠાવી તો આંખ કાઢીને બહાર ફેંકી દઈશું.” આ દરમિયાન ત્યાં હાજર ભીડ મુફ્તી નદીમનું સમર્થન કરતી રહી હતી અને તંત્ર મૂકદર્શક બનીને બેસી રહ્યું હતું. 

    - Advertisement -

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુફ્તી નદીમ અખ્તર બુંદી શહેરનો કાજી પણ છે. ઉદયપુરમાં હિંદુ ટેલર કન્હૈયાલાલની હત્યા બાદ તેનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો હતો અને તેની ધરપકડની માંગ કરવામાં આવી રહી હતી. જોકે, સાંપ્રદાયિક માહોલ ખરાબ કરવા અને ભડકાઉ ભાષણ આપવાના આરોપસર તેની ધરપકડ તો કરવામાં આવી પરંતુ પછી 24 કલાકમાં જ તેને જામીન મળી ગયા હતા.

    મૌલાના મુફ્તી નદીમને જામીન મળ્યા બાદ આ ઘટના અંગે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા જોવા મળી હતી. એક યુઝરે કહ્યું કે, આ તો થવાનું જ હતું. તેમણે સાથે એક વિડીયો પણ શૅર કર્યો છે, જેમાં મૌલાના જેલમાંથી બહાર આવતો જોવા મળે છે. 

    અન્ય એક યુઝરે મૌલાનાને મળેલ જામીનના સમાચારને શૅર કરીને લખ્યું હતું કે, ‘મૌલાનાને 24 કલાકમાં જ જામીન મળી ગયા, અને ગેહલોત સરકારે તેનો વિરોધ પણ નહીં કર્યો!’

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં