Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભગવાન ગણેશ અને મા દુર્ગાની મૂર્તિ 3 ફૂટથી ઉંચી હશે તો પોલીસ...

    ભગવાન ગણેશ અને મા દુર્ગાની મૂર્તિ 3 ફૂટથી ઉંચી હશે તો પોલીસ કરશે જપ્ત: રાજસ્થાન સરકારે મૂર્તિકારોને મોકલી નોટિસ, POP પર પણ પ્રતિબંધ

    આ નોટિસ પ્રશાસન દ્વારા ઘણા મૂર્તિકારોને કડક સૂચનાઓ સાથે મોકલવામાં આવી છે. આ આદેશથી મૂર્તિ બનાવનારાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેઓ મૂર્તિઓની ઊંચાઈ પરના પ્રતિબંધને દૂર કરવાની માંગ કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે મોટી સંખ્યામાં મૂર્તિઓ બની ચુકી છે.

    - Advertisement -

    રાજસ્થાનની કોટા પોલીસે આગામી ગણેશ ચતુર્થી દુર્ગા પૂજા માટે મૂર્તિ બનાવનારાઓને કેટલાક નિયંત્રણો સાથે માર્ગદર્શિકા આપી છે. આ સૂચનાઓમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મૂર્તિઓની ઊંચાઈ 3 ફૂટથી વધુ ન હોવી જોઈએ. 4 ઓગસ્ટ 2022 (ગુરુવાર)ના રોજ મોકલવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો આ આદેશોનું પાલન નહીં કરે તેમની મૂર્તિઓ જપ્ત કરવામાં આવશે.

    કહેવામાં આવી રહ્યું છે કે કોટા શહેરના જવાહર નગર પોલીસ સ્ટેશનના SHOએ શિલ્પકાર મૃત્યુંજય બિસ્વાસને આ આદેશ આપ્યો છે. આ આદેશને લઈને ‘POP (પ્લાસ્ટર ઓફ પેરિસ)’ની મૂર્તિઓ ન બનાવવા માટે કહેવામાં આવ્યું છે. આનાથી શિલ્પકારો નારાજ થયા. તેમની ઘણી પ્રતિમાઓ બની ચૂકી છે, જેની ઉંચાઈ વધુ છે.

    નોટિસમાં આગળ લખવામાં આવ્યું છે કે, “ગણેશ ચતુર્થી દુર્ગા પૂજા અને અનંત ચતુર્દશી પર બનેલી મૂર્તિઓનું ચંબલ નદી અને કિશોર સાગર તળાવમાં વિસર્જન કરવામાં આવે છે. જેના કારણે જળ પ્રદૂષણ થાય છે અને જળચર પ્રાણીઓ માટે ખતરો ઉભો થાય છે. જો કોઈ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ બનાવતો જોવા મળશે તો તેની મૂર્તિ જપ્ત કરવામાં આવશે.” નોટિસના અંતે ઘાંટા શબ્દોમાં લખવામાં આવ્યું છે કે માટીની મૂર્તિઓની ઊંચાઈ 3 ફૂટથી વધુ ન હોવી જોઈએ.

    - Advertisement -

    ટ્વિટર યુઝર સુજીત સ્વામીએ તેમના હેન્ડલ @shibbu87 પરથી ઓર્ડરની કોપી શેર કરી છે. સુજીતે આ ટ્વીટમાં વડાપ્રધાન, ગૃહમંત્રી કાર્યાલય, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિત કોટા અને રાજસ્થાન પોલીસના તમામ અધિકારીઓને ટેગ કર્યા છે.

    સુજીતે પોતાના ટ્વીટમાં લખ્યું, “મુઘલ શાસન પણ આવું જરહયું હશે. ગજાનન 3 ફૂટથી વધુ ઊંચા ન હોવા જોઈએ. પાણી પ્રદૂષિત થાય છે. માત્ર હિન્દુ તહેવારો જ પાણી, વાયુ, અગ્નિ, ધ્વનિ, જમીન, પ્રદૂષણ ફેલાવે છે?”

    દૈનિક ભાસ્કરના જણાવ્યા અનુસાર વહીવટીતંત્ર દ્વારા આ નોટિસો ઘણા શિલ્પકારોને કડક સૂચનાઓ સાથે મોકલવામાં આવી છે. આ આદેશથી મૂર્તિ બનાવનારાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેઓ મૂર્તિઓની ઊંચાઈ પરના પ્રતિબંધને હટાવવાની માંગ કરી રહ્યા છે. તેઓ કહે છે કે મોટી સંખ્યામાં મૂર્તિઓ બની ચૂકી છે.

    OpIndiaએ આ સૂચનાની પુષ્ટિ કરવા માટે કોટા શહેરના જવાહર નગર પોલીસ સ્ટેશનના SHO સાથે વાત કરી હતી. નોટિસ સ્વીકારતી વખતે તેમણે કહ્યું, “મેં એકલાએ આ આદેશ આપ્યો નથી. આ આદેશ મને મારા ઉપરી અધિકારીઓએ આપ્યો છે, જેનું હું મારા વિસ્તારમાં પાલન કરી રહ્યો છું.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં