Monday, July 15, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટફેસબુકનો પ્રિન્સ વાસ્તવમાં અરબાઝ નીકળ્યો, લગ્નની લાલચ આપીને સગીરાને 4 દિવસ ગોંધી...

  ફેસબુકનો પ્રિન્સ વાસ્તવમાં અરબાઝ નીકળ્યો, લગ્નની લાલચ આપીને સગીરાને 4 દિવસ ગોંધી રાખી, મોબાઈલ નંબરથી લવ જેહાદીનો ભાંડો ફૂટ્યો

  રાજસ્થાનમાં ફરી એકવાર લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે અને આ વખતે એક સગીર વયની બાળકીને ફેસબુક દ્વારા ફસાવવામાં આવી છે.

  - Advertisement -

  રાજસ્થાનનાં કોટામાં અરબાઝે 17 વર્ષની સગીરા સાથે લવ જેહાદ આચર્યો હોવાની ઘટના સામે આવી છે, લવ જેહાદની ઘટનાને અંજામ આપવા 19 વર્ષીય અરમાન ઉર્ફે અરબાઝે ફેસબુકમાં પ્રિન્સ નામનું ફેક આઈડી બનાવ્યું હતું, ત્યાર બાદ તેણે 17 વર્ષની સગીર સાથે મિત્રતા કરી હતી. અરબાઝે બાળકીને કહ્યું કે તેના પિતા મોટા બિઝનેસમેન છે. બંને ત્રણ વર્ષ સુધી ફોન પર વાત કરતા હતા. ત્યારબાદ બાળકી યુવકની વાતમાં ફસાઈ ગઈ અને તેની સાથે ચાલી ગઈ. 4 દિવસ પછી જયારે બાળકી ઘરે પાછી આવી અને તેણે આપેલા નંબર પરથી છોકરાની હિસ્ટ્રી ચેક કરતાં આખો મામલો સામે આવ્યો. ઘટના કોટાના બોરખેડા પોલીસ સ્ટેશન વિસ્તારની છે.

  બાળ કલ્યાણ સમિતિના રોસ્ટર સભ્ય મધુબાલા શર્માએ જણાવ્યું કે સગીરા 17 વર્ષની છે. પરિવારમાં તેના માતા-પિતા સાથે એક મોટો ભાઈ છે. આ પરિવાર કોટા નજીકના ગામનો રહેવાસી છે. પુત્રી 12માં અભ્યાસ કરે છે અને 4 મહિના પહેલા જ કોટામાં રહેવા આવી હતી. યુવતીએ ત્રણ વર્ષ પહેલા ફેસબુક પર છોકરા સાથે મિત્રતા કરી હતી. છોકરાએ પોતાનું નામ પ્રિન્સ રાખ્યું હતું. દરમિયાન બંને ફોન પર વાત કરવા લાગ્યા હતા.

  મીડિયા અહેવાલો મુજબ બાળકીના માતા-પિતા 15 ઓક્ટોબરે બહારગામ ગયા હતા. સાંજે 4 વાગ્યાની આસપાસ તે મકાન માલિકનો મોબાઈલ લઈને બજારમાં આવી હતી. અહીંથી પ્રિન્સ તેને પોતાની સાથે સુકેત લઈ ગયો. સાંજે જ્યારે સગીર ઘરે ન પહોંચી ત્યારે પરિવારના સભ્યો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

  - Advertisement -

  બાળકીને 4 દિવસ સાથે રાખી લગ્નની લાલચ આપી

  સુકેત આવ્યા બાદ બંને 4 દિવસ સુધી સાથે રહ્યા હતા. પ્રિન્સે તેને સુકેતમાં મિત્રના રૂમમાં રાખી હતી. તેણે સગીરને કહ્યું કે તે રાજપૂત છે. પિતાની માર્બલ ફેક્ટરી અને હોટલનો બિઝનેસ હોવાનું પણ કહેવાયું હતું. સગીરને તેના ફોટા પણ બતાવ્યા હતાં. પ્રિન્સે લગ્નનું વચન આપ્યું અને ઘરેથી ડોક્યુમેન્ટ લાવવા કહ્યું હતું. આના પર 18 ઓક્ટોબરે સાંજે 5 વાગ્યાની આસપાસ સગીરાને સુકેતથી કોટા જતી બસમાં બેસાડવામાં આવી હતી. નયાપુરા પહોંચીને તેણે તેના મોટા ભાઈને ફોન કર્યો, ત્યારબાદ તે તેને ઘરે લઈ આવ્યો.

  ભાઈએ ફોન નંબર તપાસતા અરબાઝનો ભાંડો ફૂટો

  દૈનિક ભાસ્કરે આપેલા અહેવાલ મુજબ જ્યારે પરિવારજનોએ કોટા આવીને પોલીસને જાણ કરી. પોલીસે સગીરાને અટકાયતમાં લીધી અને તેને બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરી. હવે તેને શેલ્ટર હાઉસમાં મોકલી દેવામાં આવી છે. જ્યારે પરિવારજનોએ સગીરાની પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે તે ઝાલાવાડના વેપારીના છોકરા સાથે લગ્ન કરવા માંગે છે. બંને એકબીજાને ત્રણ વર્ષથી ઓળખે છે.

  બાળકીના ભાઈએ છોકરાના નંબરના આધારે સર્ચ કર્યું તો સામે આવ્યું કે જે છોકરો પોતાનું નામ પ્રિન્સ જણાવે છે, તેનું અસલી નામ અરમાન ઉર્ફે અરબાઝ છે. છોકરાએ ફેસબુક પર ફેક આઈડી બનાવી અને ધર્મ છુપાવીને સગીર સાથે મિત્રતા કરીને લવ જેહાદ આચર્યો હતો.

  આટલું જ નહીં, ઝાલાવાડના જે હોટેલિયરનો પુત્ર હોવાનો અરબાઝે દાવો કર્યો હતો વાસ્તવમાં તેમનો પુત્ર તો વિદેશમાં અભ્યાસ કરે છે. મધુબાલા શર્માએ જણાવ્યું કે પીડિતાએ 161ના નિવેદનમાં બધુ જ જણાવ્યું છે. પરંતુ બળાત્કારનો ઈન્કાર કરવામાં આવ્યો છે. હવે તેના 164 સ્ટેટમેન્ટ અને મેડિકલ કરાવવાનું બાકી છે. આ પછી પણ અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવશે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં