Thursday, June 20, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટઅર્નબ ગોસ્વામીને વચગાળાની રાહત; અલવરમાં મંદિર તોડી પાડવા અંગેના સમાચાર દર્શાવવા અંગે...

  અર્નબ ગોસ્વામીને વચગાળાની રાહત; અલવરમાં મંદિર તોડી પાડવા અંગેના સમાચાર દર્શાવવા અંગે પવન ખેરાની ફરિયાદ પર રાજસ્થાન હાઈકોર્ટે આપ્યું રક્ષણ

  એક ટીવી કાર્યક્રમને લક્ષ્યમાં લઈને કોંગ્રેસના પવન ખેરાએ રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામી વિરુદ્ધ રાજસ્થાનમાં ફરિયાદ નોંધાવી હતી જે અંગે કોર્ટે ગોસ્વામીને રાહત આપી છે.

  - Advertisement -

  અર્નબ ગોસ્વામીને વચગાળાની રાહત મળ્યાના સમાચાર મળી રહ્યા છે, કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરા દ્વારા ધાર્મિક જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવાના આરોપ સાથે IPC કલમ 153A હેઠળ નોંધાયેલા કેસમાં રાજસ્થાન હાઈકોર્ટે શુક્રવારે રિપબ્લિક ટીવીના એડિટર-ઈન-ચીફ અર્નબ ગોસ્વામીને વચગાળાની રાહત મંજૂર કરી હતી અને ધરપકડ ન કરવાનાં આદેશ આપ્યા હતા

  વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીએ ન્યાયાધીશ સંદીપ મહેતા સમક્ષ આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો કે પોલીસ FIRમાં નામ આપવામાં આવેલા લોકો સામે કોઈ જબરદસ્તી કાર્યવાહી ન કરવાનો આદેશ આપ્યો અને આ મામલાની આગામી સુનાવણી 23 મેના રોજ મુલતવી રાખી હતી.

  ખેરાએ રિપબ્લિક નેટવર્કની હિન્દી ન્યુઝ ચેનલ રિપબ્લિક ભારત દ્વારા રાજગઢમાં એક પૌરાણિક હિંદુ મંદિર અને અલવર રાજસ્થાનમાં અનેક હિંદુઓના ઘરોને તોડી પાડવા અંગે ટેલિવિઝન પર પ્રસારિત કરવામાં આવેલા સમાચાર સામે વાંધો ઉઠાવ્યો હતો.

  - Advertisement -

  અર્નબ પક્ષનો આરોપ છે કે રિપબ્લિક ટીવીને હેરાન કરવા અને કાયદાકીય મામલામાં ફસાવવાના હેતુથી એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસના સભ્યએ એવા કેસમાં ફરિયાદ નોંધાવી હતી જ્યાં રાજસ્થાન રાજ્યની કોંગ્રેસ સરકાર પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા હતા, જેમાં એવો સંકેત આપ્યો હતો કે ખેરા મીડિયાને ડરાવવા અને ચૂપ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કારણ કે તેમની પાર્ટી પર પ્રશ્ન કરવામાં આવી રહ્યો હતો.

  અરજીમાં જણાવ્યું હતું કે .“વર્તમાન એફઆઈઆર પવન ખેરાના આદેશ પર દાખલ કરવામાં આવી છે જેઓ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રવક્તા છે અને વિવિધ ટીવી ટોક શો, વિવિધ ન્યૂઝ ચેનલો વગેરે પર યોજાતી ચર્ચાઓમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરે છે. નોંધનીય છે કે રાજસ્થાન રાજ્યની કોંગ્રેસ સરકાર પર સવાલ ઉઠાવવામાં આવતા, કોંગ્રેસના એક સભ્યએ ફરિયાદ નોંધાવી છે. તે સાબિત કરે છે કે આખો કેસ કેવી રીતે પ્રેરિત છે અને કાયદેસરના સમાચાર પ્રસારિત કરવા બદલ રિપબ્લિક નેટવર્ક અને તેના સભ્યોને પરેશાન કરવા કેસોની યાદીમાં સામેલ કરવામાં આવી રહ્યા છે.”

  રિપબ્લિક ભારતના શો રાજગઢમાં મંદિરના ધ્વંસ અને અલવરમાં તોડી પાડવાની ઝુંબેશ સાથે સંબંધિત હતો, જેણે કોંગ્રેસના પ્રવક્તાને નારાજ કર્યા હતા,

  નોંધનીય છે કે , OpIndia એ પણ 22 એપ્રિલ, 2022 ના રોજ અહેવાલ આપ્યો હતો કે કેવી રીતે રાજસ્થાનના અલવર જિલ્લાના રાજગઢમાં, સત્તાધિશોએ એક પૌરાણિક હિન્દુ મંદિરને તોડી પાડ્યું હતું. અહેવાલો અનુસાર, મંદિરની છત અને થાંભલાઓને પાડવા માટે JCB બોલાવવામાં આવ્યું હતું. ડિમોલિશન અભિયાનમાં મંદિરની મૂર્તિઓને નુકસાન પણ થયું હતું. મંદિરની અંદરના શિવલિંગને પણ ડ્રીલનો ઉપયોગ કરીને ઉખડી નાખવામાં આવ્યું હતું.

  વધુમાં, રાજગઢ સત્તાધિશોએ શહેરના માસ્ટરપ્લાનના ઓથા હેઠળ ‘રોડ-વાઇડનિંગ’ અભિયાનના નામે 85 થી વધુ હિન્દુ પરિવારોના મકાનો તોડી પાડ્યા હતા. જેમના ઘર અને દુકાનો તોડી પાડવામાં આવી છે તે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે તેમની પાસે તેમની મિલકતોના માન્ય દસ્તાવેજો છે. તેમ છતાં પાલિકાએ તેમના ઘર તોડી પડયા છે. 17 એપ્રિલે શરૂ થયેલી આ ઝુંબેશમાં અત્યાર સુધીમાં જૂના મંદિરો સહિત 150થી વધુ મકાનો અને દુકાનો તોડી પાડવામાં આવી છે.

  વાસ્તવમાં, રિપબ્લિક ભારતનો શો પણ ઉપરોક્ત સમાચાર પર જ હતો. અર્નબ ગોસ્વામીએ તેમની અરજીમાં દલીલ કરી હતી કે પ્રસારણનો હેતુ સાંપ્રદાયિક સૌહાર્દને વિક્ષેપિત કરવાને બદલે તેને જાળવી રાખવાનો હેતું હતો.

  રાજગઢમાં મંદિર ધ્વસ્ત કરવાનાના મુદ્દા અંગેની, અરજીમાં જણાવાયુ હતું કે, “વાસ્તવમાં, ચેનલોએ એ પણ આવરી લીધું છે કે કેવી રીતે મુસ્લિમ જૂથ પ્રદેશમાં સંવાદિતા બગાડવા માટે કોંગ્રેસના જિલ્લા વડા યોગેશ મિશ્રાને નામ આપીને ફરિયાદ નોંધાવી હતી, ઉલ્ટાનું વાસ્તવિકતાને રિપબ્લિક ભારત ઉજાગર કરી રહ્યું હતું.

  ઉલ્લેખનીય છે કે, અલવર ડિમોલિશન ઝુંબેશ માટે, કાર્યક્રમમાં ‘જહાંગીરપુરી કા બદલા?’ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, અર્નબ ગોસ્વામીએ તેમની અરજીમાં સમજાવ્યું હતું કે ઉપરોક્ત પંક્તિ કોઈ સમુદાયના સંદર્ભમાં નથી પરંતુ પ્રશ્ન કરવા માટે કરવામાં આવી હતી કે શું તે રાજકીય રીતે પ્રેરિત ડિમોલિશન ઝુંબેશ છે કે કેમ.

  તેમની પિટિશનમાં તેમણે જણાવ્યું હતું કે “એ સબમિટ કરવામાં આવે છે કે નવી દિલ્હીના જહાંગીરપુરીમાં 20-21મી એપ્રિલ, 2022ના રોજ ડિમોલિશન ડ્રાઇવ પર હોબાળો થયો હતો. આ ડિમોલિશન દિલ્હી એમસીડી દ્વારા કરવામાં આવી રહ્યું હતું જેનું નેતૃત્વ ભાજપ કરે છે. થોડા જ સમયમાં રાજસ્થાનમાં અલવર ડિમોલિશનના સમાચાર આવ્યા જ્યાં કોંગ્રેસની સરકાર છે. તેથી, “જહાંગીરપુરી કા બદલા” વિશે પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે કારણ કે તે તોડી પાડવાની રાજકીય લડાઈ છે,”

  અર્નબ ગોસ્વામીનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીએ દલીલ કરી હતી કે કાર્યવાહી ચાલુ રાખવાથી વાણી સ્વાતંત્ર્ય પર અસર થશે અને તે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની કલમ 19(1) નો ભંગ કરશે. અરજીની સુનાવણી કર્યા પછી, જસ્ટિસ સંદીપ મહેતાની રાજસ્થાન હાઈકોર્ટની બેન્ચે રિપબ્લિક ટીવીના વડા અર્નબ ગોસ્વામીને ધરપકડમાંથી વચગાળાની રાહત આપી હતી અને રાજસ્થાન પોલીસને પત્રકાર સામે કોઈ જબરદસ્તી કાર્યવાહી ન કરવા આદેશ આપ્યો હતો.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં