Monday, November 4, 2024
More
    હોમપેજગુજરાતરાજસ્થાનના ભરતપુરમાં ભયાનક દુર્ઘટના: ભાવનગરથી મથુરા જઈ રહેલી બસને ટ્રકે ટક્કર મારતા...

    રાજસ્થાનના ભરતપુરમાં ભયાનક દુર્ઘટના: ભાવનગરથી મથુરા જઈ રહેલી બસને ટ્રકે ટક્કર મારતા 11 લોકોના કમકમાટી ભર્યા મોત, 12ને ગંભીર ઈજા

    ભરતપુર એસપી મૃદુલ કચ્છાવાના જણાવ્યા અનુસાર જયપુર-આગ્રા હાઇવે પર આ ઘટના બની હતી. ઘાયલોની સંખ્યા 12 હોવાનું સામે આવ્યું છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે દુર્ઘટનાના ભોગ બનનાર લોકો ગુજરાતના ભાવનગરના રહેવાસી છે.

    - Advertisement -

    રાજસ્થાનના ભરતપુરમાં એક ભયાનક અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી રહી છે. ભાવનગરના શ્રદ્ધાળુઓને મથુરા લઈને જઈ રહેલી બસને દુર્ઘટના નડી છે. આ બસમાં 60 લોકો સવાર હતા. ભયંકર દુર્ઘટનામાં 11 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે, જ્યારે 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

    અહેવાલોના જણાવ્યા અનુસાર રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં બુધવારે (13 સપ્ટેમ્બર, 2023) સવારે આ દુર્ઘટના બનવા પામી હતી. ગુજરાતના ભાવનગરથી 60 જેટલા યાત્રાળુઓ બસમાં મથુરા દર્શન માટે જઈ રહ્યા હતા. રાજસ્થાનના ભરતપુરમાં અચાનક એક અજ્ઞાત ટ્રક દ્વારા ઊભેલી બસને પાછળથી ટક્કર મારવામાં આવતા ભયાનક દુર્ઘટના ઘટી હતી. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં 6 મહિલા અને પાંચ પુરુષો સામેલ છે. બધા મૃતકો અને ઘાયલો ભાવનગરના અલગ-અલગ વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજસ્થાનના ભરતપુરમાં થયેલા અકસ્માત અંગેની માહિતી મળતા લખનપુર, નદબઈ, હલૈના, વૈર પોલીસ સહિત પોલીસ વિભાગના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

    ભરતપુર એસપી મૃદુલ કચ્છાવાના જણાવ્યા અનુસાર જયપુર-આગ્રા હાઇવે પર આ ઘટના બની હતી. ઘાયલોની સંખ્યા 12 હોવાનું સામે આવ્યું છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે દુર્ઘટનાના ભોગ બનનાર લોકો ગુજરાતના ભાવનગરના રહેવાસી છે. તેઓ બસ મારફતે મથુરા દર્શન કરવા જઈ રહ્યા હતા. ત્યારે 13 સપ્ટેમ્બરે સવારે 5 વાગ્યાના અરસામાં આ દુર્ઘટના બની હતી. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

    - Advertisement -

    CM ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કરી સંવેદના

    આ ઘટનાને લઈને ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે પણ દુખ વ્યક્ત કર્યું છે. ગુજરાતીઓને નડેલા અકસ્માત મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કર્યું છે. ટ્વિટ દ્વારા તેમણે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે. સાથે જ મૃતકોના પરિવારજનો પ્રત્યે તેમણે સંવેદના વ્યક્ત કરી છે. એ ઉપરાંત સમગ્ર અકસ્માતની ઘટનાને લઈને ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળે રાજસ્થાનના ભરતપુર જિલ્લા કલેકટર સાથે વાત કરી છે. વધુમાં ભારતીબેને ઇજાગ્રસ્તોને તાત્કાલિક તમામ પુરતી સારવાર આપવા માટે વિનંતી કરી છે. એ ઉપરાંત તેમણે ત્યાનાં ભાજપના ધારાસભ્ય સાથે સંપર્ક સાધીને તમામ લોકોની મદદ કરવા માટે કહ્યું છે.

    ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ રાજસ્થાનના ભરતપુર હાઇવે પર એક દર્દનાક ઘટના બનવા પામી હતી. બસ અને કારમાં ભયાનક એક્સિડેન્ટ થયું હતું. જેમાં 6 લોકોના મોત નિપજ્યાં હતા. એક જ પરિવારના 6 લોકોની મોત થઈ હતી. પરિવારના લોકો ખાટું શ્યામ મંદિરે દર્શન કરીને પરત ફરતા હતા ત્યારે આ ઘટના બનવા પામી હતી. જ્યારે 2 દિવસ બાદ આ બીજી ઘટના સામે આવી છે. જેમાં ભાવનગરના 11 લોકોના મોત થયા છે અને 12 લોકો ગંભીર રીતે ઘાયલ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં