Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવાઇરલ વિડીયો: રાજસ્થાનમાં ઇસ્લામ ખાને હિંદુ યુવક સાથે લગ્ન કરવા બદલ પોતાની...

    વાઇરલ વિડીયો: રાજસ્થાનમાં ઇસ્લામ ખાને હિંદુ યુવક સાથે લગ્ન કરવા બદલ પોતાની જ ગર્ભવતી પુત્રીને રીક્ષા વડે કચડીને મારવાનો કર્યો પ્રયાસ

    28 જુલાઈના રોજ, છોકરીના પિતાએ ઓટો દ્વારા કચડીને તેમની પુત્રી અને જમાઈને મારવાનો પ્રયાસ કર્યો હતો. હવે આ ઘટનાનો સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં દીકરી તેના પિતાથી ભાગતી જોવા મળી રહી છે અને આરોપી પિતા દીકરીને મારવા દોડી રહ્યો છે.

    - Advertisement -

    રાજસ્થાનના ભરતપુરમાં હિન્દુ પુરુષ સાથે લગ્ન કરનાર મુસ્લિમ મહિલાના પિતાએ પોતાની જ પુત્રીને તેની ઓટો રિક્ષા વડે કચડીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. ભીડ એકઠી થતાં આરોપી પિતા પોતાની ઓટોમાં સ્થળ પરથી ભાગી ગયો હતો. ગર્ભવતી પુત્રી કોઈક રીતે પોતાનો જીવ બચાવવામાં સફળ રહી હતી.

    નગ્મા નામની મહિલાને ભરતપુરના એક વિસ્તારમાં નરેન્દ્ર સૈની સાથે પ્રેમ થયો હતો. બંને અલગ-અલગ ધર્મના હોવાથી તેમના સંબંધને યુવતીના પરિવારે સ્વીકાર્યો ન હતો, જેના પગલે નગમા નરેન્દ્ર સાથે ઘરેથી ભાગી ગઈ હતી. 22 ફેબ્રુઆરીના રોજ બંનેએ આર્ય સમાજ મંદિરમાં લગ્ન કર્યા અને લગ્ન બાદ બંને ભરતપુર પરત ફર્યા.

    બાદમાં, નગમા નામની મુસ્લિમ મહિલાના પિતાએ (ઇસ્લામ ખાને) હિન્દૂ છોકરા સામે છોકરીનું અપહરણ અને લાલચ આપવા અને તેની સાથે બળજબરીથી લગ્ન કરવાનો કેસ દાખલ કર્યો હતો. પોલીસ કેસ અને પરિવારના સભ્યોના ડરથી છોકરો નગમાને મધ્યપ્રદેશના કટની લઈ ગયો. તે પછી, તેઓ બે મહિના સુધી મથુરામાં રહેવા લાગ્યા, આ દરમિયાન નગ્મા ગર્ભવતી થઈ હતી.

    - Advertisement -

    બાદમાં દંપતી ભરતપુર પરત ફર્યું, બંને શહેરના રણજીત નગરમાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યા. ગુરુવારે બપોરે જ્યારે નરેન્દ્ર તેની પત્ની નગ્માને નિયમિત ચેકઅપ માટે જનાના હોસ્પિટલમાં લઈ ગયો, ત્યારે નગમાના પિતા ઈસ્લામે તેની ઓટો વડે તેની પુત્રીને કચડી મારવાનો પ્રયાસ કર્યો હતો.

    માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘટના અંગે પૂછપરછ કરી હતી અને બંને પીડિતને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

    બીના મહાવર (એડીએમ એડમીન) ભરતપુરે જણાવ્યું હતું કે “બંને પક્ષો સાથે પહેલેથી જ વાત કરવામાં આવી છે. કોર્ટમાં સેક્શન 122 CrPC હેઠળ કાર્યવાહી પહેલેથી જ ચાલી રહી છે. તેમની સુરક્ષા માટે એસએચઓને પણ પત્ર લખવામાં આવ્યો છે. પરંતુ, તેઓ ફરી એકવાર આવ્યા હોવાથી, એસપી અને સંબંધિત એસએચઓને જરૂરી કાર્યવાહી માટે લખવામાં આવ્યા છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં